Mukhya Samachar
Gujarat

અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું રક્તદાન કેમ્પ અભિયાન! બે હજાર કેમ્પ યોજાશે

The world's largest blood donation camp campaign in Ahmedabad! Two thousand camps will be held

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ અમદાવાદ દ્વારા આયોજિત વિશ્વનું સૌથી મોટું રક્તદાન અભિયાન – મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવનો પ્રારંભ કરાવ્યો હતો. આ અવસરે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ પણ ઉપસ્થિતિ રહ્યા હતા.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે તેરાપંથ યુવક પરિષદ દ્વારા આ રક્તદાન અભિયાન આયોજિત કરવા બદલ સમાજના સૌ આગેવાનો અને યુવાનોને અભિનંદન પાઠવતા કહ્યું કે, આટલું મોટું આયોજન રક્તદાન માટે સૌપ્રથમવાર થઈ રહ્યું છે. નરેન્દ્ર ભાઈ મોદી હરહંમેશ સેવાના કાર્યોને જ પ્રાથમિકતા આપતા આવ્યા છે. સામાન્યમાં સામાન્ય અને છેવાડાના માનવી સુધી સરકારી યોજના પહોંચાડવા માટે નરેન્દ્રભાઈના સતત પ્રયાસો રહ્યા છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતુ.

The world's largest blood donation camp campaign in Ahmedabad! Two thousand camps will be held
મુખ્યમંત્રી એ કહ્યું કે, આ પ્રકારના લોકઉપયોગી આયોજન થકી સમાજમાં જાગૃતિ આવે છે. વધુમાં વધુ યુવાનો અને સમાજ આવા અભિયાનમાં જોડાય તેવી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અપીલ પણ કરી હતી.

આ અવસરે મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવના સલાહકાર મુકેશ ગુગલિયાએ જણાવ્યું કે, અમારો લક્ષ્યાંક દેશ અને વિદેશમાં પ્રવાસી ભારતીય નાગરિકો દ્વારા આશરે 2000 રક્તદાન શિબિરોનું આયોજન કરીને અંદાજે 1,50,000 યુનિટથી વધુ રક્તદાન મેળવવાનો છે. આ સંસ્થાએ પૂર્વમાં પણ 2012 અને 2014માં એક લાખથી વધુ રક્ત યુનિટ એકત્રિત કરી ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનો નામ નોંધાવ્યું છે.

Related posts

ઇ મેમો બંધ કરવા MLA ગોવિંદ પટેલની ગૃહમંત્રીને રજૂઆત! કહ્યું; લોકો પીસાઈ રહ્યા છે, ઇ મેમો બંધ કરો

Mukhya Samachar

ગુજરાતમાં શુક્રવાર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી! સૌરાષ્ટ્રમાં અપાયું રેડ એલર્ટ

Mukhya Samachar

રેલવેના ગુજરાતીઓને સારાસમાચાર! કોરોના કાળમાં બંધ કરાયેલી આ ટ્રેનો શરૂ કરવામાં આવશે

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy