Mukhya Samachar
Gujarat

જુનાગઢમાં એટલી મેઘમહેર થઈ કે જંગલનો રાજા ચડી ગયો હજારો પગથીયા

There was so much cloudburst in Junagadh that the king of the forest climbed thousands of steps
  • જુનાગઢ પંથકમાં એક કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો
  • ભારે વરસાદને પગલે સિંહ છેક પહોચ્યો દાતાર
  • સિહને ભીની જમીનની હોય છે એલર્જી

જુનાગઢ જિલ્લાના માણાવદર શહેરમાં બપોરના સમયે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો. 1 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ તુટી પડ્યો હતો. જેના પગલે રસ્તા અને બજારોમાં નદીઓ વહેતી થઇ હતી. નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જો કે મેઘરાજા મનમુકીને વરસતા ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી હતી. જુનાગઢ જિલ્લાના અનેક જિલ્લાઓના વાતાવરણમાં પલટો આવ્યો હતો. આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાયા હતા.

there-was-so-much-cloudburst-in-junagadh-that-the-king-of-the-forest-climbed-thousands-of-steps

સવારથી જ મેઘરાજાની સવારી જૂનાગઢ જિલ્લામાં આવી પહોંચી હતી. અલગ અલગ તાલુકાઓમાં તબક્કાવાર રીતે વરસાદ વરસ્યો હતો. તો બીજી તરફ તોફાની વરસાદના કારણે અનેક સ્થળો પર વિજળી ગુલ થઇ હતી. અનેક સ્થળોએ ટીસીમાં ફોલ્ટ સર્જાયા હતા તો અનેક સ્થળો પર વિજવાયર તુટી જતા સ્થાનિક વિજતંત્રની ટીમો દોડતી થઇ હતી. હાલ તો મેઘસવારી આવી પહોંચતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. આ વરસાદના કારણે પાકને નવજીવન મળ્યું છે.

there-was-so-much-cloudburst-in-junagadh-that-the-king-of-the-forest-climbed-thousands-of-steps

જો કે જંગલ વિસ્તારમાં વરસાદ પડવાનાં કારણે પ્રાણીઓની કફોડી હાલત થઇ હતી. ખાસ કરીને સિંહની કારણ કે સિંહ ભેજવાળા વાતાવરણ અને ભીની જમીનને પસંદ નથી કરતો. તેમાં પણ ખાસ કરીને વરસાદ બાદ થતી જીવાતથી બચવા માટે સિંહ રોડ પર આવી જતા હોય છે. જો કે જુનાગઢમાં સાર્વત્રિક વરસાદ થયો હતો. સિંહ છેક જુનાગઢના ડુંગર પર આવેલા દાતાર સુધી પહોંચી ગયો હતો. કોયલા વજીરની જગ્યા પાસે સિંહ આરામ ફરમાવતો જોવા મળ્યો હતો. દાતાર દર્શન કરવા આવતા યાત્રીકોએ સિંહ દર્શનનો પણ લ્હાવો લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, દાતાર અને ગીરનાર જંગલમાં 50 થી વધુ સિંહ વસવાટ કરે છે. સિંહ પરીવાર અનેકવાર દાતારની સીડી પર જોવા મળે છે.

Related posts

દેશમાં પેટ્રોલ-ડિઝલની અછત? અનેક રાજ્યમાં માંગ કરતા આવી રહ્યું છે ઓછું પેટ્રોલ! પંપો પર લાગી લાઈનો

Mukhya Samachar

નોટોના ઢગલે ઢગલા !રીબડામાં ભાગવત કથામાં યોજાયેલા ડાયરામાં એટલા પૈસા ઊડ્યાં કે સ્ટેજ પર નોટોના ઢગલા થયા

Mukhya Samachar

વિલિંગ્ડન ડેમના કિનારે સિંહ પરિવારે નાખ્યા ધામા; આરામ ફરમાવતા એકસાથે 8 સિંહ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy