Mukhya Samachar
Gujarat

ગુજરાતમાં ચૂંટણીના ગરમાવા વચ્ચે થશે ઠંડીનો ચમકારો, તાપમાન જશે 2 થી 3 ડિગ્રી નીચું

There will be a flash of cold in the midst of election heat in Gujarat, the temperature will go down by 2 to 3 degrees

ગુજરાતમાં હાલ હવામાન બદલાઇ રહ્યું છે. રાજ્યમાં ઠંડીનો ચમકારો પણ અનુભવાઇ રહ્યો છે. રાજ્યમાં અનેક શહેરોનું તાપમાનમાં ઘટાડો થયો છે. આ પરિસ્થિતિમાં હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યુ છે કે, રાજ્યમાં મોટાભાગનાં વિસ્તારમાં 16 ડિગ્રી સુધી તાપમાન રહેશે. મોડી રાતે બે થી ત્રણ ડિગ્ર તાપમાનમાં ઘટાડો થશે.

ડાયરેક્ટર હવામાન વિભાગ, મનોરમા મોહન્તીના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં શિયાળાની સત્તાવાર શરૂઆત થઇ ગઇ છે. હાલ મોડી રાતે બેથી ત્રણ ડિગ્રી લધુત્તમ તાપમાનમાં ઘટાડો થશે. જે થોડા દિવસો બાદ ફરીથી સામાન્ય ઠંડી રહેશે. રાજ્યમાં મોટાભાગનાં વિસ્તારમાં 16 ડિગ્રી સુધી તાપમાન રહેશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલેપણ આગાહી કરી હતી કે, ચક્રવાતોની અસર દક્ષિણ ભારતમાં થશે અરબી સમુદ્રમાં પણ અસર થશે. જેના લીધે ડિસેમ્બરની શરૂઆતમાં હવામાનમાં પરિવર્તન આવશે. ડિસેમ્બરની શરૂઆતમાં ધુમમ્સનું પ્રમાણ પણ વધુ રહેશે.

રવિવારે અમદાવાદમાં 14.2 ડિગ્રી સાથે બે વર્ષ બાદ નવેમ્બર માસમાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. અગાઉ ગત વર્ષે 28 નવેમ્બરના 14.3 ડિગ્રી સાથે નવેમ્બર માસની સૌથી ઠંડી રાત રહી હતી.

આ સાથે 4 નવેમ્બર 2018ના 14.2, 2 નવેમ્બર 2019ના 16.2, 16 નવેમ્બર 2020ના 12.8 ડિગ્રી સાથે નવેમ્બર માસનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના મતે અમદાવાદમાં આગામી 3 દિવસ 16 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની સંભાવના છે.

Related posts

કચ્છની ધરા ફરી ધ્રુજી ! ૩.૦ની તીવ્રતાના ભૂંકપથી સ્થાનિકોમાં ભય

Mukhya Samachar

ઉનાળાની કાળઝાડ ગરમીમાં રાજકોટ વાસીઓને ઠંડક પહોચડતા મેઘરાજા

Mukhya Samachar

ગુજરાત ચૂંટણી પહેલા સરકારે મોટો દાવ પાડયો! ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ માટે કેબિનેટમાં પ્રસ્તાવ પાસ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy