Mukhya Samachar
Travel

સાઉથ ઇન્ડિયાના આ 5 હિલ સ્ટેશન છે રોમાન્સથી ભરપૂર

These 5 hill stations of South India are full of romance

શું આપ આપના પાર્ટનરને સમય નથી આપી શકતા, આવી ફરિયાદ હંમેશા આપના જીવનસાથી તરફથી આવે છે કે તમે તેમને પૂરતો સમય નથી આપતા. તો આવો આ વખતે ગરમીઓમાં આપના સંબંધોને આપો ઠંડા હિલ સ્ટેશનનો રોમાંસ. જ્યાં આપના અને આપના પાર્ટરની વચ્ચે કોઇ અંતર ના રહે.

તો મિત્રો આવો આ વખતે પ્રવાસ ખેડો દક્ષિણ ભારતના આ 5 સુંદર રોમાંટિક હિલ સ્ટેશનની. જ્યાંનું શાંત વાતાવરણ, લીલી ટેકરીઓ, ઊંચા ઊંચા વૃક્ષો અને ઠંડી ઠંડી હવાઓ આપના સંબંધમાં નવી તાજગી લઇ આવશે.

These 5 hill stations of South India are full of romance

અહિયાં આવીને આપ કુદરતના ખોળામાં ખોવાઈ જશો. એવો અનુભવ થશે જેમકે રંગીન વાદિયો આપને આગોશમાં ભરેલ હોય. તો આવો શેની રાહ જોઇ રહ્યા છો લઇ આવો આપના પાર્ટનરને અહીં અને બનાવો એક યાદગાર પ્રવાસ…

મુન્નાર

મુન્નાર એ ભારતના કેરળ રાજ્યના ઈડ્ડુકી જિલ્લામાં પશ્ચિમ ઘાટમાં આવેલ એક ગિરિમથક છે. મુન્નર નામ એ તમિલ અને મલયાલમ ભાષાના બે શબ્દો મુન અને આરુ પરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ થાય છે ત્રણ અને નદી. આ નગર ત્રણ નદીઓ મુથીરપુળા, નલ્લાથન્ની અને કુંડલીના સંગમ પર વસેલું છે. દેવીકુલમ બ્લોકમા આવેલ મુન્નાર પંચાયત સૌથી મોટી પંચાયત છે જેની હેઠળ ૫૫૭ ચો. કિમી જેટલું ક્ષેત્ર આવે છે. મુન્નાર આરોગ્યપ્રદ આબોહવા ધરાવે છે. મુન્નારમાં પ્રવાસી મોસમ ઑગસ્ટથી મે સુધીનું છે. જો કે વરસાદની ઋતુમાં હળવા ધુમ્મસમાં ઝરણાઓ અને વેહેળાઓ, પાણીથી ભીંજાયેલા ચાના બગીચા વૈભવી અને દૈવી લાગે છે. જોકે, કેરળના ગોડ્સ ઑન કન્ટ્રી તરીકે પર્યટન પ્રસિદ્ધી કરાતા અને મધ્યમ વર્ગની વધેલી આવકને પરિણામે થયેલી ખરીદ શક્તિના વધરાને પરિણામે મુન્નારમાં પર્યટન ઉદ્યોગ વિકાસ પામ્યો.

These 5 hill stations of South India are full of romance

ઊટી

ઊટાકામંડ – ઉદગમંડમ – ઊટી એ ભારતના તામિલનાડુ રાજ્યમાં આવેલ નિલગિરી જિલ્લાનું જિલ્લા મથક છે. નિલગિરી પહાડીમાં આવેલ આ એક પ્રખ્યાત ગિરિમથક છે. આ ક્ષેત્ર પર પહેલા તોડા લોકોપ્નો કબ્જો હતો, અઢારમી સદીના અંતમાં આ ક્ષેત્ર ઈસ્ટ ઈંડિયા કંપનીના અધિકાર હેઠળ આવ્યો.. આજકાલ આ શહેરની અર્થ વ્યવસ્થા પર્યટન અને ખેતી આધારીત છે આ સાથે દવા અને ફોટો ફીલ્મ બનાવવાનો ઉધ્યોગ પણ અહીં છે. આ શહેર રેલ અને રસ્તા માર્ગે ભારતના અન્ય શહેરો સાથે જોડાયેલ છે, અને આના ઐતિહાસિક સ્થળો અને પ્રાકૃતિક સૌંદર્ય પ્રવાસીઓને આકર્ષે છે. પશ્ચિમ ઘાટના ભૂરા પર્વતોની વચ્ચે વસેલ નીલગિરીમાં દર વર્ષે ઘણા પ્રવાસી આવે છે. વિશાળ પર્વતો, તળાવો, ગીચ જંગલો, માઈલો લાંબા ચાના બગીચા નીલગિરીના ઝાડ ઊટી આવતા પ્રવાસીઓનું અભિવાદન કરે છે. આ શહેરમાં પણ ઘણા પીકનીક સ્થળો આવેલા છે. શરૂઆતમાં બ્રિટિશરોમાં આ એક પ્રખ્યાત અઠવાડીક રજા ગાળવાનું સ્થળ હતું. પાછળથી એ વહીવટી શહેર પણ બન્યું. આ શહેર સમુદ્ર સપાટીથી ૨૨૮૬મીની ઊંચાઈ પર આવેલું છે.

These 5 hill stations of South India are full of romance

કૂર્ગ

કુદરતના શાનદાર નજારાઓને જોવા હોય તો કૂર્ગ ચોક્કસ આવો. અત્રે આપ પ્રાકૃતિક સુંદરતાનું જીવતું જાગતું ઉદાહરણ જોવા મળશે. આ હિલ સ્ટેશન દક્ષિણ ભારતના સુંદર હિલ સ્ટેશનોમાંથી એક છે. કૂર્ગને કોડાગુ પણ કહેવામાં આવે છે. કોડાગુ જિલ્લો ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા કર્ણાટક રાજ્યમાં આવેલા કુલ 27 જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે, જે કુર્ગના નામે પણ ઓળખાય છે. કોડાગુ જિલ્લાનું મુખ્ય મથક માડીકેરીમાં આવેલું છે. કર્ણાટકનો આ પર્વતીય પ્રદેશ સમુદ્રની સપાટીથી ૧૫૨૫ મીટરની ઊંચાઈ પર આવેલું છે. અહીંની સૌથી મોટી ખાસિયત એ છે કે ત્યાં ખૂબ મોટા વિસ્તારમાં જંગલો પથરાયેલાં છે. ઉપરાંત ત્યાં ચા અને કોફીના બગીચા આવેલા છે. કોડાગુમાં ત્રણ અભયારણ્ય આવેલાં છે. અહીં વાઘ, હાથી, ચિત્તા, ગૌર, હરણ, લંગૂર જોવા મળે છે. ત્યાં આખા વર્ષ દરમિયાન ઠંડું વાતાવરણ રહે છે. કોડાગુ કાવેરી નદીનું ઉદ્ગમસ્થાન પણ છે. ભારતના સ્કોટલેન્ડથી ઓળખાતું મેડીકેરી કોડાગુનું હેડક્વાટર છે.

These 5 hill stations of South India are full of romance

અરાકૂ

અરાકૂ ખીણ આંધ્ર પ્રદેશના દક્ષિણ ભારતીય રાજ્યમાં વિશાખાપટ્ટનમ જિલ્લામાં એક પ્રસિદ્ધ હિલ સ્ટેશન છે. શહેર પૂર્વ ઘાટના સુંદર સ્થળોની વચ્ચે આવેલું છે અને તેનો સમૃદ્ધ સાંસ્કૃતિકની સાથે જ પારંપરિક અતીત છે. આ સ્થાન લગભગ દક્ષિણમાં સૌથી સુંદર હિલ સ્ટેશન છે, કારણ કે આ હજી સુધી પ્રવાસનના વ્યવસાયીકરણથી ખરાબ નથી થયું. ખીણની સુંદરતાને ટોલીવુડ ફિલ્મોમાં પણ પ્રદર્શિત કરવામાં આવી છે. હેપી ડેસ, ડાર્લિંગ અને કથા જેવી ફિલ્મોની આંશિક રીતે શૂટિંગ આ સ્થળે કરવામાં આવી છે. અરાકૂ ખીણ વિઝાગ શહેરથી 114 કિલોમીટરના અંતરે આવેલું છે, અને ઓડીશાની સરહદની ખૂબ જ નજીક છે. ખીણ અનંતગિરી અને સંકરીમેટ્ટા અભયારણ્યનો દાવો કરે છે, જે પોતાની સમૃદ્ધ જૈવ વિવિધતા માટે ઓળખાય છે.

કોડાઇકનાલ

કોડાઇકનાલ ભારતના તમિલનાડુમાં આવેલું એક શહેર છે. જે સમુદ્ર સ્તરથી 2133 મીટર ઊંચે આવેલું છે, તેની સુંદરતા અને શાંત વાતાવરણના કારણે ખૂબ જ જાણીતું છે. કોડાઇકનાલને પહાડોની રાજકુમારીના નામે પણ ઓળખવામાં આવે છે. તે તામિલનાડુની પલાની હિલ્સ પર આવેલ છે જે મદુરાઇથી 120 કિમી દૂર આવેલ છે. એવું પણ કહેવાય છે કે અંગ્રેજોના સમયમાં ન્યૂરોક્રેટ્સ અહીં જ રહેવા માટે આવતા હતા. ભલે આ સ્થળ શિમલા અને મનાલીની જેમ પ્રચલીત ના હોય, પરંતુ ઠંડા વાતાવરણનો બહુ સુંદર અનુભવ આપે છે.

Related posts

જાણો ભારતના આ જાણીતા ટુરિસ્ટ ડેસ્ટિનેશન વિષે: જ્યાં છે સુંદરતાનો ભંડાર

Mukhya Samachar

કેરળ ફરવા જાવ છો? તો આ ત્રણ જગ્યાની અચૂક મુલાકાત કરો: ટ્રીપ બનિજશે યાદગાર

Mukhya Samachar

જો તમે એડવેન્ચરનો આનંદ લેવા માંગતા હોવ તો જાન્યુઆરીમાં આ સ્થળોની મુલાકાત અવશ્ય લો

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy