Mukhya Samachar
Travel

ભારતના આ સ્થળો ઓછા જાણીતાં પણ છે ખૂબ સુંદર; એક વખત તો ચોક્કસ મુલાકાત લેવી જોઈએ

These lesser known places in India are also very beautiful; A definite visit should be made at least once
  • રાજસ્થાનમાં કેટલાય સ્થળોની મુલાકાત લીધી હશે પણ હવે બૂંદી જજો.
  • કેરળ ફરવા જાવ ત્યારે પોનમુડીને પણ તમારા લિસ્ટમાં ઉમેરી દેજો.
  • ધરતી પરના સ્વર્ગ કાશ્મીર જાવ ત્યારે નાનકડા ગામ હેમિસની મુલાકાત લેવાનું ના ચૂકશો.

મોટાભાગના લોકો ફરવા જવાનું હોય તો સૌથી પોપ્યુલર ડેસ્ટિનેશન્સને પસંદ કરે છે પછી ભલે એ સ્થળો આપણાં દેશના હોય કે વિદેશના. ભારતમાં પણ જાણીતા ટુરિસ્ટ ડેસ્ટિનેશન પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળે છે. પરંતુ દેશના ઘણાં સ્થળો એવા છે જ્યાં ખૂબ ઓછા લોકો ફરવા ગયા છે અને આ જગ્યાઓ સુંદરતાનો ભંડાર છે. તમે પણ નેક્સ્ટ ટ્રીપ માટે એવા સ્થળની શોધમાં હો જ્યાં ભીડ ઓછી હોય અને જોવા માટે કંઈક નવું હોય તો અહીં તમને ભારતની એવી જગ્યાઓ વિશે જણાવીશું જ્યાં ફરવા જતાં લોકોની સંખ્યા ઓછી છે. ગુજરાતથી લઈ કાશ્મીર અને કેરળ સુધી એવા કેટલાય સ્થળો છે જ્યાં જતાં પ્રવાસીઓની સંખ્યા ઓછી છે.

These lesser known places in India are also very beautiful; A definite visit should be made at least once
બૂંદી, રાજસ્થાન

રાજસ્થાનમાં જ્યાં કિલ્લાઓ અને મહેલો હોય તેવા સ્થળો વિશે ચોક્કસથી જાણતાં હશો અને મુલાકાત પણ લીધી હશે. પરંતુ આ રાજ્યનું એક એવું સ્થળ પણ છે જે અરવલ્લી પર્વતમાળાથી ઘેરાયલું અને વનસ્પતિની સુંદરતા માટે જાણીતું છે. આ સ્થળે સુંદર વાસ્તુકળા તો છે સાથે ગામડું હોવાથી ખૂબ શાંતિ પણ છે. રાજસ્થાન પ્રવાસ દરમિયાન તમે બૂંદીની મુલાકાત લઈ શકો છો. આ ભારતની સૌથી સુંદર જગ્યાઓમાંથી એક છે.

These lesser known places in India are also very beautiful; A definite visit should be made at least once
ચાંપાનેર, ગુજરાત

આજ સુધી ગુજરાતના કેટલાય સ્થળોની મુલાકાત લીધી હશે પરંતુ ચાંપાનેર ના ગયા હો તો જલદી જ ફરવાનું પ્લાનિંગ કરી લેજો. વાસ્તુકળામાં રસ ધરાવતાં લોકો માટે આ સ્થળ સારું ગણાય છે. ચાંપાનેર વડોદરાથી 60 મિનિટના અંતરે આવેલું છે. જણાવી દઈએ કે, ચાંપાનેર પહેલા ગુજરાતની રાજધાની હતું. અહીં તમને હિન્દુ અને મુસ્લિમ સ્થાપત્ય ડિઝાઈનથી બનેલા શાનદાર સ્મારકો જોવા મળશે.

These lesser known places in India are also very beautiful; A definite visit should be made at least once
પોનમુડી, કેરળ

કેરળની રાજધાની તિરુવનંતપુરમથી માત્ર ત્રણ કલાકના અંતરે પોનમુડી આવેલું છે. આ એક હિલ સ્ટેશન છે જ્યાં તમને કેટલીય દુર્લભ વનસ્પતિઓ અને જીવના દર્શન કરાવશે. આ ટ્રીપને યાદગાર બનાવવા માટે અહીં કેટલીક એડવેન્ચરસ વસ્તુઓ પણ કરી શકો છો. ઓફબીટ જગ્યા પર ફરવા અને ભીડભાડથી દૂર જવું હોય તો અહીંની મુલાકાત લેવી જોઈએ.

These lesser known places in India are also very beautiful; A definite visit should be made at least once
માંડુ, મધ્યપ્રદેશ

આ સ્થળ કેટલાય શાનદાર ખંડેરોનું ઘર છે. આ જગ્યાના દરેક ભાગમાં ઈતિહાસ વસેલો છે. જે લોકો ભારતનો ઈતિહાસ જાણવામાં રસ ધરાવે છે તેમણે આ સ્થળની મુલાકાત ચોક્કસથી લેવી જોઈએ. અહીંની રહસ્યમય વાર્તાઓ તમને વિચારતાં કરી મૂકશે. માંડુ મનને પસંદ આવી જાય તેવી સ્થાપત્યોની ડિઝાઈન સાચવીને બેઠેલું સ્થળ છે.

Related posts

ઉનાળામાં વિતાવવા માંગો છો પરફેક્ટ વેકેશન, તો મનાલીના આ છુપાયેલા સ્થળોની મુલાકાત લો

Mukhya Samachar

દિલ્હીથી ઉત્તરાખંડ જતા માર્ગમાં આ વચ્ચે આવે છે 6 સ્વર્ગ જેવી જગ્યાઓ , નજીકથી જોવું હોય તો જાવ જલ્દી

Mukhya Samachar

કાનપુરની ખુશ્બુનો માણવા માંગો છો આનંદ તો આ 10 જગ્યાઓની અવશ્ય લો મુલાકાત

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy