Mukhya Samachar
Entertainment

બૉલીવુડના આ ત્રણ કલાકારો ફરી સાથે જોવા મળશે

welcome 3 cast
  • અનિલ કપૂર, નાના પાટેકર અને પરેશ રાવલ સાથે જોવા મળશે
  • લાંબા સમય બાદ ત્રણ દિગ્ગજ કલાકાર સાથે આવશે
  • વેલકમથ્રીમાં ત્રણેય સાથે જોવા મળશે

બોલીવૂડની ઘણી ફિલ્મો અને તેની સિકવલોને દર્શકોએ પસંદ કરી છે. આવી જ એક ફિલ્મ વેલકમને પણ દર્શકોનો બહોળો પ્રતિસાદ મળ્યો છે. વેલકમ પછી વેલકમ ટુનું નિર્માણ થયું હતું અને હવે વેલકમ થ્રીની તૈયારી ચાલી રહી છે. આ ફિલ્મમાં અનિલ કપૂર, નાના પાટેકર અને પરેશ રાવળની ત્રિપુટી ફરી જોવા મળવાની છે.

 

સોશ્યલ મીડિયાના પોર્ટલના અનુસાર, વેલકમ થ્રી માટે પરેશ રાવળ, નાના પાટેકર અને અનિલ કુપાર ફરી ભેગા થયા છે. આ ફિલ્મનું શૂટિંગ જલદી જ પુરુ કરવામાં આવશે. રિપોર્ટના અનુસાર હાલ આ ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે. સાલ ૨૦૨૨ના મધ્યમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવે તેવીયોજના છે. આ ત્રિપુટી ઉપરાંત ટોચના અન્ય સ્ટારોને પણ કાસ્ટ કરવાની તૈયારી થઇ રહી છે. આ એક એકશન-કોમેડી ફિલ્મ બનશે.

 

આ ફિલ્મનો પહેલો ભાગ સાલ ૨૦૦૭માં રીલિઝ થયો હતો જેમાં આ ત્રિપીટની સાથેસાથે અક્ષય કુમાર અને કેટરિના કૈફ પણ જોવા મળ્યા હતા. જ્યારે બીજા ભાગમાં અક્ષયના સ્થાને જોન અબ્રાહમ અને કેટરિનાના સ્થાને શ્રુતિ હાસનને લેવામાં આવી હતી. આ ફિલ્મમાં ડિમ્પલ કાપડિયા અને નસીરૂદ્દીન શાહ પણ જોવા મળ્યા હતા. આ ફિલ્મ સાલ ૨૦૧૫માં રીલિઝ થઇ હતી.

Related posts

સલમાન ખાન આગામી આ ફિલ્મમાં ત્રિપલ રોલ કરશે!

Mukhya Samachar

જ્યારે ફિલ્મોમાં બતાવવામાં આવ્યું હતું પીએમ મોદીનું ‘મિશન’, સલમાન અને વિકી કૌશલે ભજવી હતી મુખ્ય ભૂમિકા

Mukhya Samachar

વિદ્યુત જામવાલની IB 71 મોટી સ્ક્રીન પર 50 વર્ષ સુધી રેપ હેઠળ રાખવામાં આવેલા એક અજાણ્યા મિશનને લાવે છે. IB 71 ટ્રેલર હવે બહાર

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy