Mukhya Samachar
FoodLife Style

ઓનલાઈન ફૂડ ઓર્ડરમાં આ ડિશ બની “ફૂડ ઓફ ધ યર”

online food food of the year
  • સ્વિગીએ લોકપ્રિય વાનગીઓની યાદી બહાર પાડી
  • લોકોએ સૌથી વધુ 50 લાખ ઓર્ડર સમોસાના કર્યા
  • સ્વિટમાં લોકોની પહેલી પસંદ ગુલાબ જાંબુ બની
  • રાતના 10 વાગ્યા પછી ભારતીયોનો ટેસ્ટ થાય છે ચેન્જ

ભારતીયની ઓળખ એટ્લે ફૂડ કહી શકાય ભારતનો વ્યક્તિ કોઈપણ દેશમાં વસવાટ કરતો હોય પણ એ હમેશા પોતાના ખોરાકને લઈ અલગ તારી આવે છે. ભારતીય પહેલેથીજ ખાવાના સોખીન રહ્યા છે. એમાં પણ હવે ફૂડ હોમ ડીલેવરી આવતા જાણે ભગવાન મળી ગયા હોય તેમ ઘરે બેઠા ધડાધડ ફૂડ ઓર્ડર કરવામાં આવી રહ્યા છે. વિશ્વમાં ભારતના લોકો ખાવા-પીવાના ખૂબ શોખીન ગણાય છે. આ વર્ષે પણ તેમણે દબાઇને ખાવામાં કોઇ સંકોચ અનુભવ્યો નથી. જો કે, શું તમે જાણો છો કે વર્ષ 2021માં લોકોને કઈ વાનગી સૌથી વધુ ખાવાનું પસંદ હતું. ફૂડ ડિલિવરી એપ કંપની સ્વિગીએ વર્ષ 2021માં મળેલા ઓર્ડરના આધારે સૌથી લોકપ્રિય વાનગીઓની યાદી બહાર પાડી છે. ‘StateEATistics 2021: How India Swiggyed this year’ નામથી બહાર પાડવામાં આવેલા આ રિપોર્ટ અનુસાર, આ વર્ષે દેશમાં લોકોએ સૌથી વધુ સમોસા ખાવાનું પસંદ કર્યું. કંપનીને આ વર્ષે લગભગ 50 મિલિયન એટલે કે 50 લાખ ઓર્ડર સમોસાના મળ્યા છે.

online food of the year
This dish became “Food of the Year” in online food ordering.

કંપનીએ પણ પોતાની આગવી શૈલીમાં આ વાતની ઉજવણી કરી હતી. ‘જબ તક રહેગા સ્વિગી પે સમોસા’ નામનું નિવેદન જાહેર કરીને કંપનીએ કહ્યું કે સમોસા આજે પણ દેશમાં નંબર-1 વાનગી છે. ઓફિસ હોય કે ઘર, કોઈપણ પાર્ટી સમોસા વગર અધૂરી ગણવામાં આવે છે. તેની ઓછી કિંમત અને ઝડપી તૈયાર થતા હોવાના કારણે લોકો તેને સૌથી વધુ ઓર્ડર આપે છે. સર્વે મુજબ આ વર્ષે લોકોને મીઠાઈઓમાં સૌથી વધુ ગુલાબજાંબુ (Gulab Jamun) ખાવાનું પસંદ કર્યું છે. તેને આ વર્ષે દેશભરમાંથી ગુલાબ જામુનના 2.1 મિલિયન એટલે કે 21 લાખ ઓર્ડર મળ્યા છે. તેને આ ઓર્ડરો મહાનગરો, શહેરો અને નાના વિસ્તારોમાં, દરેક જગ્યાએથી મળ્યા હતા.

online food of the year
This dish became “Food of the Year” in online food ordering.

કંપનીના જણાવ્યા અનુસાર આ વર્ષે દેશમાં લોકોની બીજી ફેવરિટ વાનગી પાવભાજી (Pav Bhaji) હતી. કંપનીને આ વર્ષે પાવભાજીના 2.1 મિલિયન એટલે કે 21 લાખ ઓર્ડર મળ્યા છે. તેમાંથી મોટાભાગના ઓર્ડર મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી સહિતના મોટા મહાનગરોમાંથી આવ્યા હતા. સર્વેમાં સૌથી રસપ્રદ વાત સામે આવી છે કે રાત્રે 10 વાગ્યા પછી લોકોની ખાવાની પસંદગી બદલાઈ જાય છે. આ પછી લોકોને પોપકોર્ન, ફ્રેન્ચ ફ્રાઈસ અને ચીઝ ગાર્લિક બ્રેડનો ઓર્ડર મળ્યો. એટલે કે નાઇટ પાર્ટીઓમાં લોકોને આ વસ્તુઓ ખાવાનું વધુ પસંદ કરે છે.

Related posts

Street Food: અલમોડાના દિલબહાર ચોલેના દિવાના છે લોકો, 27 વર્ષથી જળવાઈ રહી છેસ્વાદ અને શુદ્ધતા

Mukhya Samachar

ઈમરજન્સીમાં કે દૂધ ન હોય ત્યારે આ રીતે તૈયાર કરો ચોખામાંથી પનીર, ખાધા પછી મહેમાનો કહેશે વાહ!

Mukhya Samachar

ડાયાબિટીસના દર્દીઓએ ઉનાળામાં હાઈડ્રેટ રહેવા માટે આ 5 હેલ્ધી ડ્રિંક્સ પીવું જોઈએ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy