Mukhya Samachar
Gujarat

ગરબે રમવું થયું મોંઘુ! ગરબાના પાસમાં 18% GST લાગશે

this-garba-season-garba-pass-will-be-charged-18-percent-gst
  • આ વખતે ગરબા રમવા મોંઘા થઈ શકે છે
  • આ વખતે ગરબા રમવા મોંઘા થઈ શકે છે
  • ચણિયા ચોળી પર 5 ટકાથી 12 ટકાનો જીએસટી લાગી રહ્યો છે

રાજ્યમાં નવરાત્રીને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. સિઝન પાસમાં આ વખતે 18% GST લાગુ પડ્યો હોઇ આ વખતે નવરાત્રીમાં ગરબા રમવા મોંઘા થશે. અત્રે નોંધનિય છે કે, ડેઇલી પાસ પર GST નહી ચૂકવવો પડે. પરંતુ સિઝન પાસમાં આ વખતે 18% GST લાગશે. સરકારે જીએસટી લાગુ કરતા વડોદરાના યુનાઈટેડ વે સહિત 4 મોટા ગરબા આયોજકો ઉપરાંત રાજ્યના મોટા ગરબા સંચાલકોએ ગરબાના પાસ પર 18 ટકા જીએસટી લાગુ કરી દીધો છે. જેનો સીધો ભાર ખેલૈયાઓના ખિસ્સા પર પડશે. આ ઉપરાંત ગરબા જોવા આવનારા દર્શકો જો ડેઇલી પાસ લઇને ગરબા જોવા જશે તો જીએસટી ચૂકવવો નહીં પડે.

this-garba-season-garba-pass-will-be-charged-18-percent-gst

રાજ્યમાં આ વખતે ગરબા રમવા મોંઘા થઈ શકે છે. 2022ના વર્ષથી ગરબાના પાસ પર 18% GST લગાવાયો છે. જેને લઈ હવે વડોદરામાં જ 1 લાખ ઉપરાંત ખેલૈયાઓએ ગરબા રમવા માટે દોઢ કરોડથી વધુ રૂપિયા જીએસટી પેટે ચૂકવવા પડશે. તો વળી રાજકોટના 50 હજાર ઉપરાંત ખેલૈયાઓએ પણ 1 કરોડથી વધુનો જીએસટી ભરવો પડશે. સરકારે જીએસટી લાગુ કરતા વડોદરાના યુનાઈટેડ વે સહિત 4 મોટા ગરબા આયોજકો ઉપરાંત રાજ્યના મોટા ગરબા સંચાલકોએ ગરબાના પાસ પર 18 ટકા જીએસટી લાગુ કરી દીધો છે.

this-garba-season-garba-pass-will-be-charged-18-percent-gst

રાજ્યભરમાં ગરબા આયોજકો હજી પણ કેટલી આવક ઉપરાંત જીએસટી ચૂકવવો પડશે અથવા કેટલા રૂપિયાના પાસ ઉપર જીએસટી ચૂકવવો પડશે તે અંગે અસમંજસમાં છે. તો વળી હવે ચણિયા ચોળી પર 5 ટકાથી 12 ટકાનો જીએસટી લાગી રહ્યો છે. જેમાં 1,000થી નીચેની ચણિયાચોળી પર 5 ટકા અને 1,000થી વધુની ચણિયાચોળી પર 12 ટકાનો જીએસટી લાગી રહ્યો છે. જોકે સરકારે જ્યારથી જીએસટી લાગુ કર્યો છે ત્યારથી જ ચણિયાચોળી પર જીએસટી લેવાઈ રહ્યો છે.

Related posts

ડોલ્ફિનને જોવા હવે દૂર જવાની જરૂર નથી! ગુજરાતના આ દરિયા કિનારે રમતો કરતી જોવા મળી

Mukhya Samachar

અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું! 24 દિવસમાં જ 662 ડેન્ગ્યુના કેસ નોંધાયા

Mukhya Samachar

રાજકોટમાં ફરી ખેલાયો ખૂની ખેલ! કિટીપરામાં ભાઈની સામે જ છરીના ઘા મારી પતાવી દીધો

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy