Mukhya Samachar
Travel

ભારતમાં આટલી જગ્યાઓ ફરવા માટે છે શ્રેષ્ઠ: આ રહી માહિતી

This is the best place to visit in India
  • રાજસ્થાનનું જયપુર અને રણથંભોરફરવા માટે શ્રેષ્ઠ જગ્યા છે
  • એડવેન્ચર પ્રેમીઓ માટે ઋષિકેશ બેસ્ટ ઓપ્શન છે
  • હમ્પીમાં પ્રાચીન સમૃદ્ધ ઈતિહાસ દર્શાવતું ઓપન મ્યુઝિયમ આવેલું છે

વેકશનનાંમહિનાઓમાંફરવા માટે બેસ્ટ જગ્યાકંઈછે?એપ્રશ્નમૂંઝવતોહસેને,તો તમારીસમસ્યાનું નિવારણઅમારીપાસે છે.આ મહિને ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો અને કોઈ ખાસ જગ્યાએ પરિવાર સાથે સમય વીતાવવા માગો છો, તો આજે અમે અહીં તમને ભારતની તે સુંદર જગ્યાઓ વિશે જણાવવાના છીએ, જ્યાં જઈને તમે મજા આવશે અને સહેજ પર પસ્તાવો નહીં થાય. તમને ત્યાં એકથી ચડીયાતા એક સુંદર નજારા જોવા મળશે.

This is the best place to visit in India

રણથંભોર, રાજસ્થાન

રણથંભોર દેશના સુંદર ટાઈગર નેશનલ પાર્કમાં આવે છે, આ જગ્યાને સવાઈ માધોપુરનું ‘આભૂષણ’ પણ કહેવામાં આવે છે. સૌથી સારી વાત એ છે કે, આ મહિને પાણીની શોધમાં વાઘ અને બાકીના પ્રાણીઓ જંગલ બહાર નીકળે છે. તેવામાં તમે જંગલ સફારી કરતા તેના દર્શન કરી શકો છો. રણથંભોરમાં અલગ-અલગ કલરના રંગીન પક્ષીઓ પણ જોવા મળી શકે છે. તમે અહીં માત્ર જંગલ સફારી જ નહીં, રણથંભોર ટાઈગર રિઝર્વ, સુરવાલ ઝીલ, જોગી મહેલ, પદમ ઝીલ અને રણથંભોરનો કિલ્લો જોઈ શકો છો.

ઋષિકેશ, ઉત્તરાખંડ

This is the best place to visit in India

ફરવાની વાત થઈ રહી છે, તો તેવામાં ઋષિકેશની વાત ન થાય તેવું બની શકે નહીં. ઋષિકેશ ભારતમાં ફરવા માટે સૌથી શ્રેષ્ઠ જગ્યા છે. અહીં દુનિયાભરમાંથી ઘણા મુસાફરો આંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવમાં ભાગ લેવા માટે આવે છે. એડવેન્ચર પ્રેમીઓ માટે આ જગ્યા બેસ્ટ છે, જ્યાં તમે રિવર રાફ્ટિંગથી લઈને બંજી જંપિંગ અને કોઈ પણ રોમાંચિત એક્ટિવિટીની મજા લઈ શકો છો. સાથે જ ધાર્મિક પ્રેમીઓ માટે બેસ્ટ જગ્યા છે. લક્ષ્મણ ઝૂલા, રામ ઝૂલા, વશિષ્ઠ ગુફા, ત્રિવેણી ઘાટ અને બીટલ્સ આશ્રમ અહીં જોવાલાયક જગ્યાઓમાં આવે છે.

This is the best place to visit in India

કૂર્ગ, કર્ણાટક

કૂર્ગમાં મસાલા, કોફી અને ચાના બગીચા ખીલી ઉઠે છે. ચારેતરફની હરિયાળી દિલ જીતી લે છે. કપલને ફરવા માટે કૂર્ગ બેસ્ટ જગ્યા માનવામાં આવે છે.

This is the best place to visit in India

હમ્પી, કર્ણાટક

કર્ણાટકના પહાડોમાં આવેલું હમ્પી ફરવાના શોખીનો માટે બેસ્ટ જગ્યા છે. અહીંનું વાતાવરણ મંદિર, મહેલ અને અન્ય સુંદર જગ્યાઓ જોવા માટે શ્રેષ્ઠ છે. હમ્પી એક પ્રકારે ઓપન મ્યુઝિયમ છે, જ્યાં તમે એકથી એક પ્રાચીન સમૃદ્ધ ઈતિહાસને જોઈ શકો છો.

 

This is the best place to visit in India

ગોવા

મિત્રો સાથે ગોવામાં ફરવા જવાનું પ્લાનિંગ બનાવી શકો છો. અહીંયાનું મનમોહક વાતાવરણ, ઐતિહાસિક ઈમારતો અને ફૂડ સહિતની બાબતોનો અનુભવ તમારું દિલ જીતી લેશે. આમ તો અહીં જોવાલાયક ઘણી જગ્યાઓ છે પરંતુ તેમાં કલંગુટ બીચ, અગુઆડા કિલ્લો, સિંક્વેરિયન બીચ અને દૂધસાગર ફોલ્સ છે, જેને તમે તમારા લિસ્ટમાં સામેલ કરી શકો છો.

This is the best place to visit in India

જયપુર, રાજસ્થાન

ગુલાબી શહેર તેના શાનદાર કિલ્લા, મહેલ અને મ્યુઝિયમથી પર્યટકોને આકર્ષિત કરે છે. જયપુરમાં એલિફન્ટ ફેસ્ટિવલ પણ થાય છે. જ્યાં તમે હાથી નૃત્ય અને હાથી પોલો જેવી એક્ટિવિટીનો આનંદ લઈ શકો છો. ટેસ્ટી સ્ટ્રિટ ફૂડ અને શાહી ઈતિહાસ શહેરને સૌથી શ્રેષ્ઠ જગ્યામાંથી એક બનાવે છે.

Related posts

ભીડથી દૂર પહાડો પર સમય પસાર કરવા માંગો છો, ભોપાલ નજીકના આ હિલ સ્ટેશનની મુલાકાત લો

Mukhya Samachar

ઉનાળુ વેકેશન પર જઈ રહ્યા છે શિમલામાં, અહીંની મુલાકાત લો પરંતુ આ વાનગી ખાવાનું ભૂલશો નહીં

Mukhya Samachar

ઓગસ્ટમાં ફરવા જાવું છે? તો સુરતની નજીક આ રમણીય સ્થળની ચોક્કસ કરો મુલાકાત

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy