Mukhya Samachar
Cars

સસ્તી અને સારી! મધ્યમવર્ગની મનપસંદ કારનો આ છે નવો લૂક જોઈને તમે પણ થઈ જાસો ચાહક

This is the favorite car of the middle class. You too will become a fan by seeing the new look
  • મારૂતિ સુઝુકી ઑલ્ટો હવે નવા અવતારમાં લોન્ચ થવા માટે તૈયાર
  • નવી જનરેશન ઑલ્ટોનું પ્રોડક્શન જૂન 2022ના અંત સુધી શરુ થઇ જશે
  • ઑલ્ટો આકારમાં તો મોટી હશે પણ તેના કેબિનમાં પહેલાથી વધુ જગ્યા મળશે

દેશમાં લગભગ બે દાયકાથી સૌથી વધુ વેચાતી કાર બનેલી મારૂતિ સુઝુકી ઑલ્ટો હવે નવા અવતારમાં લોન્ચ થવા માટે તૈયાર છે અને તેને હાલમાં ટેસ્ટિંગ દરમ્યાન જોવામાં આવી છે. હવે મીડિયા રિપોર્ટસમાં સામે આવ્યું છે કે નવી જનરેશન ઑલ્ટોનું પ્રોડક્શન જૂન 2022ના અંત સુધી શરુ થઇ જશે.

This is the favorite car of the middle class. You too will become a fan by seeing the new look

ઘણી કાર પર કામ કરી રહી છે કંપની

જેનો સીધો અર્થ છે કે કંપની આગામી મહિને આ કિફાયતી અને પૈસા વસૂલ કારને ભારતીય માર્કેટમાં લોન્ચ કરવાની છે. કંપની 2022 માટે ઘણી કાર પર કામ કરી રહી છે જેમાં નવી મારૂતિ સુઝુકી બલેનો અને વિટારા બ્રેઝા પણ સામેલ છે. Alto દેશમાં સૌથી વધુ પસંદ આવતી કાર છે, જેનુ નવુ મૉડલ નિશ્ચિત રીતે તેના વેચાણમાં ચાર ચાંદ લગાવનારું છે. આ એન્ટ્રી લેવલ હેચબેકને હવે SUV જેવા અંદાજમાં બતાવવામાં આવ્યું છે, જેનુ કદ પહેલાથી વધેલુ દેખાય છે. આ અવતારની સાથે ઑલ્ટો આકારમાં તો મોટી હશે. પરંતુ તેના કેબિનમાં પણ પહેલાથી વધુ જગ્યા મળવાની સંભાવના વધી ગઇ છે.

કારના માઈલેજમાં થશે વધારો

2022 મારૂતિ સુઝુકી ઑલ્ટોને લેટેસ્ટ જનરેશન સુઝુકી હાર્ટેક્ટ પ્લેટફોર્મ્સ પર બનાવવામાં આવી છે, જેનાથી આ કારનુ માઈલેજ વધારે વધશે અને તેનો ભાર પહેલાથી ઘટી જશે. એવુ પણ સામે આવ્યું છે કે નવી ઑલ્ટોને મારૂતિ સુઝુકી એસ-પ્રેસો જેવી બનાવવામાં આવી રહી છે, એવામાં તેની સાથે ઘણા સ્પેરપાર્ટ્સ એસ-પ્રેસોને લઇને હોઇ શકે છે. મારૂતિ સુઝુકીની કાર લાઈન-અપ ખૂબ વ્યાપક છે, એવામાં કોઈ કાર અને અન્ય વાહનના પાર્ટસમાં અદલાબદલી સરળતાથી કરી શકાય છે. કારના કેબિનમાં બદલાયેલુ ડેશબોર્ડ મળવાનુ અનુમાન છે, જે આજના હિસાબ પ્રમાણે તૈયાર કરવામાં આવ્યું છે અને તેમાં ઘણા નવા ફીચર્સ પણ આપવામાં આવ્યાં છે.

This is the favorite car of the middle class. You too will become a fan by seeing the new look

કીલેસ એન્ટ્રી, ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ

નવી ઑલ્ટોની સાથે કીલેસ એન્ટ્રી, ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને સેમી ડિઝીટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર જેવા નવા ફીચર્સ મળી શકે છે. વર્તમાન મારૂતિ સુઝુકી ઑલ્ટોની પ્રારંભિક એક્સ શોરૂમ કિંમત 3.15 લાખ રૂપિયા છે, જે ટૉપ મૉડલ માટે 4.82 લાખ રૂપિયા સુધી જાય છે.

Related posts

મારુતિ સુઝુકીએ તેનું બીજું મેટાવર્સ પ્લેટફોર્મ એરેનાવર્સ કર્યું લોન્ચ, જાણો તેના ફીચર્સ

Mukhya Samachar

ફોક્સવેગની ભારતમાં લોન્ચ થયેલ ફોક્સવેગન વર્ટસના ફીચર્સ જાણી થઈ જશો દિવાના! જાણો કેવી સુવિધાઑ છે ઉપલબ્ધ

Mukhya Samachar

Creta, Seltos, Harrier જેવી SUV ને ટક્કર આપવા આવી રહી છે Hondaની નવી SUV, જાણો તેના ફીચર્સ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy