Mukhya Samachar
Gujarat

ગુજરાતની આ યુનિવર્સિટી વર્ષમાં બે વખત કરશે પ્રવેશ પ્રક્રિયા

admission process twice a year
  • ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષમાં બે વખત થશે પ્રવેશ પ્રક્રિયા
  • નવી એજ્યુકેસન પોલિસી સાથે નવી સિસ્ટમ બનાવતી યુનિવર્સિટી
  • મે-જૂન અને ફેબ્રુઆરીમાં થશે પ્રવેશ પ્રક્રિયા

ગુજરાત યુનિવર્સિટીમાં એક જ વર્ષમાં બે વાર એડમિશન પ્રક્રિયા થશે. નવી એજ્યુકેસન પોલિસીના લાગુ કરવાની સાથે જ યુનિવર્સિટીઓ પણ એકેડેમીક યરમાં બદલાવ કરી રહી છે. જે અંતર્ગત ગુજરાત યુનિવર્સિટીએ રાજ્યમાં પહેલીવાર વર્ષમાં બે વાર એડમિશન પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જેનો સૌથી વધુ ફાયદો વિદેશથી આવનાર અને જવા ઇચ્છતા વિદ્યાર્થીઓને થશે. આ ઉપરાંત મોડા એડમિશન લેનાર વિદ્યાર્થીઓને પણ એક વધુ વિકલ્પ મળશે. શરૂઆતના તબક્કામાં કુલ 15 પ્રોફેશનલ કોર્સની 500થી વધુ સીટો પર વિન્ટર પ્રવેશ અપાશે. વિદેશથી અભ્યાસ કરીને આવીને જો કોઈને જો કોઈને અહીના અભ્યાસમાં જોડાવવું હોય તો તેણે ત્રણથી ચાર મહિનાની રાહ જોવી પડે છે. આવી જ રીતે જો કોઈને વિદેશ અભ્યાસમાં જવું હોય તો પણ આપણા શિક્ષણિક વર્ષ અને વિદેશની યુનિવર્સિટીના શિક્ષણિક વર્ષમાં ગેપ જોવા મળે છે.

admission process twice a year
This university of Gujarat will do the admission process twice a year

આ સમય વિદ્યાર્થીઓને ન બગડે તે માટે હવે ગુજરાત યુનિવર્સિટી મે અને જૂન ઉપરાંત ફેબ્રુઆરીમાં એમ બે વાર પ્રાવેશ પ્રક્રિયા શરૂ કરશે. તમામ કોર્સ પાર્ટ ટાઈમ નહીં પરંતુ ફૂલ ટાઈમ શરૂ કરવામાં આવનાર છે. રાજયમાં પ્રથમ વખત ગુજરાત યુનિવર્સિટીમાં શિયાળામાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, હવે યુનિવર્સિટીમાં એક જ વર્ષમાં બે વખત પ્રવેશ પ્રક્રિયા હાથ ધારવમાં આવશે. જેનો લાભ વિદેશથી આવતા અને જવા ઇચ્છતા વિદ્યાર્થીઓને મળશે. આ ઉપરાંત મોડેથી એડમિશન લેનારા વિદ્યાર્થીઓને વધુ એક વિકલ્પ પણ મળશે. પ્રારંભિક તબક્કામાં 15 વ્યાવસાયિક અભ્યાસક્રમોની 500થી વધુ બેઠકો પર શિયાળામાં પ્રવેશ આપવામાં આવશે. યુનિવર્સિટીના અધિકારીઓનાં જણાવ્યા અનુસાર, જો કોઈ વિદેશમાં અભ્યાસ કરીને અહી અભ્યાસમાં જોડાવા ઈચ્છે છે તો તેને ત્રણથી ચાર મહિના રાહ જોવી પડશે. એ જ રીતે, જો કોઈને વિદેશમાં અભ્યાસ કરવો હોય તો પણ આપણા શિક્ષણિક વર્ષ અને વિદેશી યુનિવર્સિટીના શૈક્ષણિક વર્ષ વચ્ચે અંતર છે. વિદ્યાર્થીઓનો આ સમય વેડફાઇ નહીં તે માટે ગુજરાત યુનિવર્સિટી હવે મે – જૂન ઉપરાંત ફેબ્રુઆરીમાં બે વખત પ્રવેશ પ્રક્રિયા શરૂ કરશે.

Related posts

જયનારાયણ વ્યાસે ભાજપમાંથી રાજીનામું આપતા ગુજરાતમાં રાજકીય ગરમાવો! અનેક અટકળો શરૂ

Mukhya Samachar

ગુજરાત ટાઇટન્સ માટે ગર્વની વાત: ભૂપેન્દ્ર પટેલે ખેલાડીઓનું કર્યું ભાવભર્યું સન્માન

Mukhya Samachar

લિસ્ટ જાહેર થયા બાદ ભાજપમાં ભડકો! જાણો ક્યાં કેવો વિવાદ સર્જાયો

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy