Mukhya Samachar
National

આ અઠવાડિયે જ સરકાર તમારા ખાતામાં કરશે પૈસા જમા જાણો કોને કોને મળશે લાભ

this-week-government-may-soon-release-provident-fund-interest
  • સરકાર ટૂંક સમયમાં કેન્દ્રીય કર્મચારીઓના વ્યાજના પૈસા તેમના પીએફ ખાતામાં ટ્રાન્સફર કરી શકે છે
  • પીએફ કર્મચારીઓ માટે 8.1 ટકાના વ્યાજ દરની જાહેરાત કરી દીધી છે
  • નાણાકીય વર્ષ 2022માં પીએફ વ્યાજના પૈસા ખાતાધારકોના ખાતામાં ટ્રાન્સફર કરવા જઈ રહી છે

કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં કેન્દ્રીય કર્મચારીઓના વ્યાજના પૈસા તેમના પીએફ ખાતામાં ટ્રાન્સફર કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીએફ એકાઉન્ટ પર વ્યાજના પૈસા 30 ઓગસ્ટ સુધી જમા થઇ શકે છે. આ અંગે ઇપીએફઓ દ્વારા કોઇ સત્તાવાર માહિતી જણાવવામાં આવી નથી. ગયા વર્ષે સરકારે વર્ષના અંતમાં પીએફ પર વ્યાજના પૈસા ટ્રાન્સફર કર્યા હતા. જણાવી દઈએ કે પીએફ પર વ્યાજ મળવાથી 6 કરોડથી વધુ લોકોને ફાયદો થશે. કેન્દ્ર સરકારે પીએફ કર્મચારીઓ માટે 8.1 ટકાના વ્યાજ દરની જાહેરાત કરી દીધી છે. પીએફ પર 40 વર્ષમાં આ સૌથી ઓછું વ્યાજ છે. આ વખતે ગયા વર્ષ (8.5 ટકા) કરતા 0.4 ટકા ઓછું વ્યાજ મળ્યું છે. 1977-78 બાદ આ પહેલી વાર છે જ્યારે આ દર આટલા નીચલા સ્તર પર છે. આ વખતે કર્મચારીઓને 8.1 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે. કેન્દ્ર સરકાર નાણાકીય વર્ષ 2022માં પીએફ વ્યાજના પૈસા ખાતાધારકોના ખાતામાં ટ્રાન્સફર કરવા જઈ રહી છે.

આટલા મળશે પૈસા
ધારો કે જો તમારા પીએફના ખાતામાં 10 લાખ રૂપિયા છે તો તમને 81 હજાર રૂપિયા વ્યાજ તરીકે મળશે. જો તમારા પીએફ ખાતામાં 7 લાખ રૂપિયા છે, તો તમને વ્યાજ તરીકે 56,700 રૂપિયા મળશે. જો તમારા પીએફ એકાઉન્ટમાં 5 લાખ રૂપિયા છે તો તમને 40,500 રૂપિયા વ્યાજ તરીકે મળશે. આ જ રીતે જો તમારા ખાતામાં 1 લાખ રૂપિયા છે તો તમને 8100 રૂપિયા પીએફના વ્યાજ તરીકે મળશે.

this-week-government-may-soon-release-provident-fund-interest

ઉમંગ એપ દ્વારા:
તમે જ્યારે પણ ઇચ્છો ત્યારે એપ દ્વારા તમારું ઇપીએફ બેલેન્સ જોઇ શકો છો. આ માટે ઉમંગ એપ ખોલો અને ઇપીએફઓ પર ટેપ કરો. કર્મચારી કેન્દ્રિત સેવાઓ પર ક્લિક કરો અને પછી પાસબુક જુઓ પર ક્લિક કરો અને યુએએન અને પાસવર્ડ દાખલ કરો. રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર ઓટીપી આવશે. તમે ઇપીએફ બેલેન્સ દાખલ કર્યા પછી જોઈ શકો છો.

SMS:
આ માટે તમારે EPFOમાં રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી 7738299899 પર EPFO UAN LAN (ભાષા) લખીને મેસેજ મોકલવાનો રહેશે. LAN એટલે તમારી ભાષા. જો તમારે અંગ્રેજીમાં માહિતીની જરૂર હોય, તો તમારે LANને બદલે ENG લખવું પડશે. એ જ રીતે TAM એ તમિલ લખવા માટે અને HIN હિન્દી.

વેબસાઇટ દ્વારા:
તમારું બેલેન્સ ઓનલાઇન જોવા માટે ઇપીએફ પાસબુક પોર્ટલની મુલાકાત લો. તમારા યુએએન અને પાસવર્ડ સાથે આ પોર્ટલમાં લોગ ઇન કરો. તેમાં ડાઉનલોડ/જુઓ પાસબુક પર ક્લિક કરો અને પછી પાસબુક તમારી સામે ખુલશે, જેમાં તમે બેલેન્સ જોઈ શકો છો.

this-week-government-may-soon-release-provident-fund-interest

મિસ્ડ કોલથી:
તમે ઇચ્છો તો મિસ્ડ કોલ દ્વારા પણ તમારું ઇપીએફ બેલેન્સ જાણી શકો છો. આ માટે તમારે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી 9966044425 પર મિસ્ડ કોલ કરવો પડશે. મિસ્ડ કોલ પછી, તમારો ફોન આપમેળે ડિસ્કનેક્ટ થઈ જશે અને તમને તમારી બેલેન્સની માહિતી મળશે.

પીએફ બેલેન્સ કેમ તપાસસો
તમારા પીએફ બેલેન્સને તપાસવા માટે 4 રીતનો ઉપયોગ કરી શકો છો. અથવા તો તમે ચારમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરી શકો છો. આ પદ્ધતિઓમાં તમે SMS દ્વારા બેલેન્સ ચેક કરી શકો છો અને મિસ્ડ કોલ કરીને પણ જાણી શકો છો. આ સિવાય EPFOની વેબસાઇટ, અને UMANG એપ દ્વારા પણ ચેક કરી શકો છો.

Related posts

ભાજપ ચૂંટણીમાં નવા નેતૃત્વને તૈયાર કરવાનું ચાલુ રાખશે, ઉત્તરાખંડ અને ત્રિપુરાની જેમ પ્રયોગ ચાલુ રહેશે

Mukhya Samachar

કોરોના રસીના કેસોમાં વધારો, WHOએ વૃદ્ધો અને સંવેદનશીલ જૂથો માટે બૂસ્ટર ડોઝની માંગ કરી

Mukhya Samachar

ખેડૂતોની આવક બમણી કરવા કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય: આ રીતે અકાઉન્ટમાં થશે 5 લાખ રૂપિયા જમા

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy