Mukhya Samachar
Cars

નવી કાર ખરીદવા માગતા લોકોને પસંદ પડી શકે છે, આ મારુતિ સુઝુકીની નવી XL6 કાર

Those who want to buy a new car may like Maruti Suzuki's new XL6
  • કારમાં નવી 7 ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ
  • મારુતિ સુઝુકીની નવી કાર XL6 માં 40થી વધારે કનેક્ટેડ ફીચર્સ
  • મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન એમ બે વેરિયન્ટમાં જોવા મળશે

Those who want to buy a new car may like Maruti Suzuki's new XL6

ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીની કંપનીઓમાં જાણે પ્રતિયોગિતા ચાલું થઈ હોય એવું પ્રતીત થાય છે . એક કંપની બીજી કંપનીને ટક્કર આપવા માટે પોતાના નવા સેગમેન્ટમાં આજની પેઢીને આકર્ષવા માટે નવા ફીચર્સ અને ફેસિલિટિ એડ કરતી જોવા મળે છે. મારુતિ સુઝુકીની નવી કાર XL6ની બહાર પાડવામાં આવી રહી છે. આવામાં આ કારના ફીચર્સમાં ઘણાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ સાથે કારમાં તમને મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન વેરિયન્ટ પણ જોવા મળશે.  મારુતિ XL6 વર્ષ 2019માં લોન્ચ કરવામાં આવી હતી, જે બાદ તેનું નવું મૉડલ હાલમાં જ લોન્ચ કરવામાં આવ્યું છે. જેઓ બજેટમાં AC 6 સીટર MPV કાર કરીદવા માગે છે. તે લોકો માટે સારી ઓફર છે.2022ની Maruti Suzuki XL6 વાત કરીએ તો તેમાં કોઈ ખાસ બદલાવ કરવામાં આવ્યો નથી, પરંતુ તેની સ્ટાઈલમાં થોડો બદલાવ જરુર કરવામાં આવ્યો છે. જોકે તેના ફ્રન્ટ, સાઈડ અને રિયરમાં જોતા જૂની XL6 જેવી જ દેખાય છે, પરંતુ તમને બદલાવમાં તેમાં ફ્રન્ટ ગ્રિલ અને સ્કિડ પ્લેટ પર જોવા મળશે. ગ્રિલ પર વધારે ક્રોમનો ઉપયોગ કર્યો છે તે જોવા મળશે, જેના કારણે કાર પહેલા કરતા વધારે પ્રિમિયમ લાગે છે. હેડલેમ્પ જૂના મૉડલવાળા જ છે પરંતુ કેટલાક એલિમેન્ટ્સમાં ફેરફાર કરવામાં આવ્યા છે.તેમાં એલોય વ્હીલ્સ 15 ઈંચના બદલે 16 ઈંચના આપવામાં આવ્યા છે અને એલોય વ્હીલ્સની ડિઝાઈન પણ બદલવામાં આવી છે, જેથી તેનું ગ્રાઉન્ડ ક્લિયર રોડથી વધારે ઊંચું આવ્યું છે.

Those who want to buy a new car may like Maruti Suzuki's new XL6

કંપનીએ અહીં કારમાં નવી 7 ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ લગાડવામાં આવી છે, જે સ્માર્ટપ્લે પ્રો સાથે આવે છે. આ કારમાં તમને એન્ડ્રોઈડ અને એપલ કારપ્લે સિવાય સુઝુકી કનેક્ટ એપ સ્ટાન્ડર્ડ ફિટમેન સાથે આવે છે.અહીં તમને 40થી વધારે કનેક્ટેડ ફીચર્સ જોવા મળશે, જેવા કે નવી Baleno કારમાં જોવા મળે છે.આ સાથે ત્રણે રોમાં તમને 12Vના સર્કિટ મળશે પરંતુ USB પોર્ટ્સની કમી જણાશે. XL6માં હવે 4 એરબેગ્સ, ESP અને હિલ હોલ્ડ આસિસ્ટ સ્ટાન્ડર્ડ આપવામાં આવ્યા છે. આ સિવાય તેમાં 360 ડિગ્રી પાર્કિંગ કેમેરા અને ટાયર પ્રેશર મોનિટર સિસ્ટમ મળે છે, પરંતુ આ ફીચર્સ માત્ર Alpha અને Alpha+ વેરિયન્ટમાં જ ઉપલબ્ધ રહેશે. ABS સાથે EBD અને બ્રેક આસિસ્ટ સ્ટાન્ડર્ડ આપવામાં આવ્યા છે.2022 Maruti Suzuki XL6 કારમાં કંપનીએ હવે નવું 1.5 લીટર પેટ્રોલ એન્જિન આપ્યું છે. આ એન્જિન 103 PS પાવર અને 137 Nmનો ટાર્ક જનરેટ કરી શકે છે. રાઈડ અને હેન્ડલિંગની વાત કરીએ તો જૂની XL6 જેવી જ લાગશે ,પરંતુ મારુતિએ સસ્પેન્શનમાં થોડા ઘણાં બદલાવ કર્યા છે, એટલે તમને રાઈડ દરમિયાન કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં.Maruti XL6 કાર ભારતીય બજારમાં 11.29 લાખથી શરુ થાય છે જે ભવિષ્યમાં 14.55 લાખ રૂપિયા સુધી જઈ શકે છે.

 

 

Related posts

આ છે ભારતમાં સૌથી વધુ વેચાતા બાઈક! એકજ મહિનામાં દેશમાં 12,53,187 બાઈકનું થયું વેચાણ

Mukhya Samachar

ક્યારેય નથી ચલાવી ઓટોમેટિક કાર? જાણીલો આ ટ્રિક, આત્મવિશ્વાસથી ચલાવી શકશો કાર

Mukhya Samachar

કાર જેવા ફીચર્સ આવ્યું હોન્ડાનું નવું સ્કૂટર, ફીચર્સ જાણીને તમે ચોંકી જશો

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy