Mukhya Samachar
Gujarat

સુરતમાં આજથી ત્રિ-દિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેટ સમિટનું આયોજન: વડાપ્રધાન મોદી કરશે વર્ચ્યુયલ ઓપનિંગ

Three-day Global Patidar Business Summit to be held in Surat from today: PM Modi to make virtual opening
  • આજથી સુરતમાં ત્રિ-દિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેટ સમિટ
  • PM નરેન્દ્ર મોદી કરશે વર્ચ્યુઅલ ઉદ્ઘાટન
  • મુખ્યમંત્રી પણ વડાપ્રધાનની સાથે વર્ચ્યુઅલી જોડાશે
Three-day Global Patidar Business Summit to be held in Surat from today: PM Modi to make virtual opening
New Delhi, Apr 27 (ANI): Prime Minister Narendra Modi addressing at the inauguration of Shri Satya Sai Sanjeevani Children Heart Hospital in Fiji, via video message, in New Delhi on Tuesday. (ANI Photo/PIB)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ રોજ ગુજરાતના સુરત ખાતે વિશ્વ પાટીદાર સમાજની સંસ્થા “સરદારધામ” દ્વારા આયોજિત ત્રણ દિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ (GPBS) નું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા બુધવારે એક નિવેદનમાં આ અંગે માહિતી આપવામાં આવી હતી. PMOના જણાવ્યાં અનુસાર, સરદારધામ “મિશન 2026” હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને તેની પાછળનો ઉદ્દેશ્ય પાટીદાર સમાજનો આર્થિક વિકાસ છે. આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન દર બે વર્ષે થાય છે. પ્રથમ બે કોન્ફરન્સ અનુક્રમે 2018 અને 2020માં ગાંધીનગરમાં યોજાઈ હતી. PMOના જણાવ્યાં અનુસાર, આ GPBS-2022 ની મુખ્ય થીમ “આત્મનિર્ભર ગુજરાત અને ભારત માટે આત્મનિર્ભર સમુદાય” રાખવામાં આવી છે.

Three-day Global Patidar Business Summit to be held in Surat from today: PM Modi to make virtual opening

સરદાર ધામ આયોજિત સુરત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં રાજકીય આગેવાનો સહિત ઉદ્યોગપતિઓ અને દેશ વિદેશના અનેક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, પુરુસોત્તમ રૂપાલા અને અનુપ્રિયા પટેલ ઉપસ્થિત રહેશે. તેમજ ઉદ્યોગ જગતના અગ્રણીઓ, બિઝનેસમેનો અને દેશ-વિદેશમાંથી અનેક પ્રતિનિધિઓ હાજર રહેવાના છે. આ સમિટમાં ખુદ CM પણ હાજર રહેવાના હતાં. પરંતુ ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના ગુજરાત પ્રવાસના કારણે CM ભૂપેન્દ્ર પટેલનો આજનો સુરત પ્રવાસ રદ્દ કરાયો છે. તેઓ પણ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં હાજરી આપવાના હતાં. આથી વડાપ્રધાનની સાથે મુખ્યમંત્રી પણ વર્ચ્યુઅલી જોડાશે.

 

Three-day Global Patidar Business Summit to be held in Surat from today: PM Modi to make virtual opening

સરસાણા ખાતે 30 હજાર ચોરસ મીટરમાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ યોજાશે.જેમાં આશરે 950સ્ટોલ હશે. આઇટી, ફૂડ અને બેવરેજીસ, ફાર્માસ્યુટિકલ, ડેરી, કૃષિ, રબર, ડાયમંડ અને ટેક્સ્ટાઇલ સહિતના 15થી વધુ સેક્ટરના સ્ટોલ છે. મહિલા ઉદ્યોગકારો તેમજ કૃષિ અને ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે સ્ટોલમાં 50 ટકા રાહત આપવામાં આવી છે.
સરદારધામના પ્રમુખે જણાવ્યું હતું કે આ એક્ઝિબિશનનો ઉદ્દેશ્ય મિશન-2026 હેઠળ રાજ્યમાં વેપાર ઉદ્યોગનો વિકાસ અને નવા ઉદ્યોગ સાહસિકોને તક મળે તેમજ રોજગારી સર્જન કરવાનો છે. યુવા ઉદ્યોગ સાહસિકોને ગ્લોબલ પ્લેટફોર્મ મળે તે સમિટનો મુખ્ય ધ્યેય છે. સમિટ દરમિયાન અગ્રણી પાટીદાર 10 હજાર જેટલા ઉદ્યોગકારો આવશે તેમજ દેશ-વિદેશના વિવિધ વિષયોના જાણકાર સેમિનારમાં સંબોધન કરશે.

Related posts

આવતીકાલે ગુજરાતની 182 સીટોના થશે ભાવિનો ફેંસલો, અમદાવાદમાં મતગણતરીની તૈયારીઓ થઇ પૂર્ણ

Mukhya Samachar

PM Modi Mother Death: હીરાબાનું મૃત્યુ; પીએમ મોદીએ ટ્વીટ કર્યું, ‘ગૌરવપૂર્ણ શતાબ્દી ભગવાનના ચરણોમાં’

Mukhya Samachar

વડાપ્રધાન મોદીના માતા હીરાબાનો 100મોં જન્મદિવસ: PMએ માતાના પગ ધોઈ પાણી માથે ચડાવ્યું, લાડુ અને શાલની આપી ભેટ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy