Mukhya Samachar
Gujarat

“ગુજરાતમાં ઠગ્સ ઓફ પોલિટિક્સ”! રાહુલ ગાંધીના પીએ હોવાનું કહી બે કોંગી નેતાઓને છેતરવાનો પ્રયાસ

“Thugs of Politics in Gujarat”! Attempt to deceive two Congolese leaders by claiming to be Rahul Gandhi's PA

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે એકવાર ફરી સાયબર ઠગો સક્રિય થયા છે. ત્યારે વડોદરામાં કોંગ્રેસના બે નેતાઓને એક ઠગે મેસેજ તેમજ વોટ્સએપ કોલ મારફતે રાહુલ ગાંધીનો PA બોલું છું કહીને છેતરવાનો પ્રયાસ કર્યો હતો. તમારે વિધાનસભાની ટિકિટ જોઇતી હોય તો પૈસા આપવા પડશે કહીને છેતરપિંડી આચર્યાનો પ્રયાસ કરાયો.

પ્રદેશ કોંગ્રેસનાં વડોદરાનાં 2 નેતાઓને ઠગવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં સત્યજીત ગાયકવાડ બાદ હવે ચંદ્રકાન્ત શ્રીવાસ્તવને પણ ફેક કોલ કરી નાણાં માંગવામાં આવ્યા. રાહુલ ગાંધીનાં PA કનિષ્ક સિંહનાં નામે કોંગ્રેસ નેતાઓ પાસે નાણાંની માંગણી કરવામાં આવતા કોંગ્રેસનાં બંને નેતાઓએ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આથી, વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરી છે.

“Thugs of Politics in Gujarat”! Attempt to deceive two Congolese leaders by claiming to be Rahul Gandhi's PA

ચૂંટણીમાં ટિકિટ અપાવવાનાં નામે લાખો રૂપિયાની ઠગ લોકો માંગણી કરી રહ્યાં છે. વડોદરાની વાઘોડિયા અને રાવપુરા બેઠક પર ટિકિટ અપાવવાનાં નામે ઠગાઇનો પ્રયાસ આચરવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઇએ કે, વાઘોડિયા બેઠક પર સત્યજીત ગાયકવાડ અને રાવપુરા બેઠક પર ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ દાવેદાર છે. ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ એ કોંગ્રેસનાં વોર્ડ નં. 16ના કાઉન્સિલર અને પૂર્વ વિપક્ષી નેતા છે.

ફરિયાદમાં જણાવવામાં આવ્યા અનુસાર વડોદરાના વોર્ડ નંબર 16ના કોંગ્રેસના કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવને એક અજાણ્યા નંબરથી વોટ્સએપ પર મેસેજ આવ્યો હતો કે, Good evening, this side Kanisha singh, PA to Sh. Rahul Gandhiji. please call me. ત્યારે અચાનક આવો મેસેજ વાંચી ચંદ્રકાંત શ્રીવાસ્તવએ તે નંબર પર વોટ્સએપ કોલ કર્યો હતો. જેમાં સામેવાળાએ કોલ રિસીવ કરતાં કહ્યું કે, વર્ષ 2017માં વિધાનસભામાં તમારું પરફોર્મન્સ સારુ હતું. ત્યારે આ વખતે તમારે રાવપુરા વિધાનસભા ચૂંટણી કોંગ્રેસમાંથી લડવાનું છે? જો કે તે સમયે ચંદ્રકાંત શ્રીવાસ્તવે વિચારીને બીજા દિવસે જવાબ આપીશું તેમ કહીને ફોન કટ કરી નાખ્યો હતો.

 

 

Related posts

એકમાત્ર હયાત સ્વાતંત્ર્યસેનાની 101 વર્ષના મણિબહેને કર્યું મતદાન અને કહ્યું દરેક મતદારે મત આપવો જોઈએ

Mukhya Samachar

રાજકોટમાં જામ્યો ક્રિકેટનો રંગ: વિવિધ તૈયારીઓ સાથે ટીમ ઇન્ડિયાનો જુસ્સો વધારવા રાજકોટીયન્સ સજ્જ

Mukhya Samachar

લાખો વિદ્યાર્થીઓને ઓનલાઈન મળશે જોરદાર સુવિધા : જાણો શિક્ષણમંત્રીએ શું જાહેરાત કરી છે

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy