Mukhya Samachar
Gujarat

ફરી એકવાર મેઘતાંડવની આગાહી! આ વિસ્તારમાં ત્રણ દિવસ વરસાદ પાડવાની સંભાવના

Thunder forecast once again! Chance of rain in this area for three days

રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી ફરી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ગુજરાતના 127 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં ભાવનગરના મહુવામાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જોકે, હજુ પણ ગુજરાતમાં 3 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Thunder forecast once again! Chance of rain in this area for three days
આગામી 5 દિવસ વરસાદની આગાહી
ગુજરાતભરમાં આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદ રહેશે. તો ત્રણ દિવસ ભારે વરસાદ રહેશે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ કે, સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ રહેશે. તો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. ગુજરાતમાં ત્રણ દિવસ વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડશે. જેમાં 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે. અરેબિયન સમુદ્રમાં સર્ક્યુલેશનને વાતાવરણમાં પલટો આવ્યો છે, જેને અસરને લીધે ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદનો માહોલ રહેશે. જેથી 2 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં આજે મધ્યમ વરસાદ રહેશે. તો આવતીકાલે પણ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે.

ઉલ્લેખનીય છે કે, સતત ત્રીજા દિવસે અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે. બપોરે જ ગાજવીજ સાથે વીજળીના કડાકા સાથે મેધરાજા વરસી પડ્યા છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. એસ.જી.હાઈવે, શ્યામલ, ગોતા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. તો આખા અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો છવાતા ભરબપોરે અંધારપટ છવાયો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદથી પાણી ભરાયા છે. તો પ્રહલાદનગર રોડ પર ભરાયા ઘૂંટણ સમા પાણી ભરાતા લોકોને પડી રહી છે. ચાંદખેડામાં ધોધમાર એક ઇંચ તો બોડકદેવ સહિત અનેક વિસ્તારોમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો. બોડકદેવ, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડીયા કે કે નગર, નારણપુરા, સરખેજ જુહાપુરા, આનંદનગર સહિતના વિસ્તારોમાં અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો.

Related posts

જામનગરમાં પોલીસના ફાયરિંગ પ્રેક્ટિસ દરમિયાન ખેત મજૂરને વાગી ગોળી

Mukhya Samachar

રાજયમાં વધુ એક આંદોલનનો આવ્યો સુખદ અંત! વનરક્ષક કર્મચારી મંડળની માંગણીઓ સરકારે સ્વીકારી

Mukhya Samachar

અચાનક જ અડધી રાતે આખા અમદાવાદને લોક કરી દેવામાં આવ્યું! જાણો પોલીસે પકડેલ કારમાં કોણ હતા એ શકમંદો?

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy