Mukhya Samachar
Astro

આજે વસંતપંચમી: માં સરસ્વતીની કરવામાં આવે છે પુજા

Today Vasant Panchami
  • આજે માં સરસ્વતીની પુજા કરવાનું અનેરું મહત્વ
  • પાંચમ તિથિએ બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી હતી
  • સરસ્વતીના જન્મ સાથે જ પૃથ્વી પર જ્ઞાનની શરૂઆત થઈ

આજે વસંતપંચમી છે. આ દિવસે સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. પુરાણો પ્રમાણે, મહા મહિનાની પાંચમ તિથિએ બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી હતી, પરંતુ એ સર્જનમાં જ્ઞાનનો અભાવ હતો. સરસ્વતીના જન્મ સાથે જ પૃથ્વી પર જ્ઞાનની શરૂઆત થઈ. જે દિવસે સરસ્વતી પ્રગટ થયા એ દિવસે વસંતપંચમી હતી, તેથી જ આ દિવસ જ્ઞાન એટલે નોલેજનો ઉત્સવ છે.

Today Vasant Panchami
Today Vasant Panchami: Saraswati is worshiped

સરસ્વતીની પૂજા એ માત્ર પરંપરા નથી, જીવનને સાચી દિશામાં લઈ જવાની શરૂઆત છે, કારણ કે જ્ઞાન વિના જીવનનો કોઈ અર્થ નથી. આ તહેવાર જીવનની સૌથી મોટી 5 મહત્ત્વની બાબત જણાવે છે. આ તહેવાર સમજાવે છે કે શા માટે સરસ્વતીની પૂજા કરવી જરૂરી છે. આ દેવી જ્ઞાન આપે છે. જ્ઞાન જીવનમાં સફળતા લાવે છે. જીવનની 5 સૌથી મહત્ત્વપૂર્ણ બાબતો વસંતપંચમી સાથે સંબંધિત છે.

Today Vasant Panchami
Today Vasant Panchami: Saraswati is worshiped

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે સૃષ્ટિની રચના પછી આદ્યશક્તિએ પોતાને પાંચ ભાગમાં વહેંચ્યાં હતાં. આ પાંચ ભાગ છે રાધા, પદ્મા, સાવિત્રી, દુર્ગા અને સરસ્વતી. તે સમયે ભગવાનના કંઠથી દેવી સરસ્વતી પ્રકટ થયાં હતાં. વાક, વાણી, ગિરા, ભાષા, શારદા, વાચા, વાગ્દેવી સરસ્વતીના જ નામ છે. દેવી સરસ્વતીની પૂજા વ્યક્તિગત રીતે કરવી જોઈએ. દેવી ભાગવતમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે શ્રીં હ્રીં સરસ્વત્યૈ સ્વાહા, આ મંત્ર દ્વારા દેવીનું પૂજન કરવું જોઈએ. દેવી પૂજનમાં સફેદ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. પ્રાચીન સમયમાં આ તિથિએ બાળકોનો વિદ્યારંભ સંસ્કાર કરવામાં આવતો હતો.

Related posts

13 જુલાઇ સુધી આ 7 રાશિના જાતકો માટે છે શુભ સમય! જાણો કેવા થઈ શકે છે ફાયદાઓ

Mukhya Samachar

આજનો આપનો દિવસ કેવો રહેશે જાણો રાશિ ભવિષ્યમાં 7-1-2022

Mukhya Samachar

Shani Sade Sati: શનિની સાડાસાતી વખતે ભૂલથી પણ ન કરો આ કામ, નહીં તો થઇ જશે અનર્થ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy