Mukhya Samachar
Offbeat

સળગતા પાટા પર ટ્રેન! જાણો સહ માટે આ દેશમાં પાટા પર  આગ લગાવે છે રેલ કર્મીઓ

Train on burning tracks! Railway workers set fire on tracks in this country to know

ભારતના મોટાભાગના રાજ્યોમાં હાડ થીજાવતી ઠંડી પડે  છે. જેણે પાછળના વર્ષોના રેકોર્ડ તોડ્યા છે. આ ઠંડીમાં માણસ જ નહીં પશુ-પંખીઓ પણ થીજી જાય છે. એવામાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ચર્ચાનો વિષય બની રહ્યો છે. આ વીડિયો સળગતા પાટા પર ચાલતી ટ્રેનનો છે, જેને જોઇને લોકોમાં કૂતુહુલતા જાગી રહી છે. આ વીડિયોમાં સૌથી ખાસ વાત એ છે કે રેલવેના કર્મચારીઓ જ ટ્રેનના પાટા સળગાવી રહ્યા છે.

Train on burning tracks! Railway workers set fire on tracks in this country to know

આ વીડિયો અમેરિકાના શિકાગોનો છે. જ્યાં દર વર્ષે ટ્રેનના પાટા પર આગ લગાડવાનો વીડિયો અને ફોટા જોવા મળે છે. લોકોને આશ્ચર્ય થઇ રહ્યો છે કે આમ કેમ કરવામાં આવી રહ્યું છે, પરંતુ આમ કરવા પાછળનું કારણ પણ ખાસ છે. એક રિપોર્ટ મુજબ શિકાગોમાં જ્યારે તાપમાન એકદમ નીચુ જતે રહે છે ત્યારે અહીંની ઘણી બધી વસ્તુઓ જામ થઇ જાય છે. એવામાં રેલવે મુસાફરીને સુરક્ષિત રાખવા માટે ટ્રેનના પાટા પર આગ લગાવવામાં આવે છે, જેથી કોઇ અકસ્માત ના થાય. આ કામ ટ્રાન્સપોર્ટ ઓપરેટર મેટ્રો કરે છે જેનું કહેવુ છે આ પ્રક્રિયા સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.

Train on burning tracks! Railway workers set fire on tracks in this country to know

શિયાળામાં  હાડ થીજાવતી ઠંડીને લીધે રેલવેના પાટાનું સ્ટીલ જકડાઇ જાય છે, જેને લીધે ટ્રેનને ચાલવામાં પડકારો આવે છે. આ દરમિયાન અકસ્માત ના સર્જાય એ માટે પાટા પર લાગતા સ્ટીલના તાપમાનને સામાન્ય બનાવી રાખવા માટે એમાં આગ લગાવવામાં આવે છે.

ટ્રેનના પાટા પર આગ લગાવાથી તાપમાન ઊંચુ જાય છે અને ધાતુ ગરમ થાય છે. જેના લીધે જકડાઇ ગયેલા ટ્રેનના પાટા એના સ્વરુપમાં આવી જાય છે અને ટ્રેન સુરક્ષિત ચાલી શકે છે. અહીં સુધી કે વૈજ્ઞાનિકો અને એન્જિનિયર્સ પણ આ ઉપાયને સુરક્ષિત માને છે, આ ઉપાય વર્ષોથી શિકાગોમાં કરવામાં આવી રહ્યો છે.

Related posts

મહાદેવના આ મંદિરમાં ફળ -ફૂલની સાથે ચઢે છે જીવતા કરચલા, જાણો શુકામ?

Mukhya Samachar

યુવકે ગોબર વેચીને એટલી કમાણી કરી કે પિતાએ રાજી થઈને દીકરીનો હાથ આપી દીધો!

Mukhya Samachar

યુવતીએ 13 હજાર ફૂટની ઊંચાઈએથી કૂદકો માર્યો અને પેરાશૂટ ન ખૂલ્યું; પછી જે થયું એ જાણીને થશે આશ્ચર્ય

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy