Mukhya Samachar
Travel

ગુજરાતના કાશ્મીર કહેવાતા આ વિસ્તારમાં ફરવા જવાથી મળશે શાંતિનો અનુભવ તસ્વીરોમાં નિહાળો સુંદરતા

Traveling in this area called Kashmir of Gujarat will give you the experience of peace and beauty seen in the pictures

ખાસ કરીને ચોમાસાની ભીની ભીની ઋતુ, અને શિયાળાની ઠંડી ઠંડી મોસમમા ડાંગ જિલ્લાની વનરાજી જ્યારે નવપલ્લવિત થઈ જાય છે ત્યારે, ડાંગનીએ લીલીછમ્મ પ્રકૃતિને મન ભરીને માણવાનો અવસર પણ ઉભો થઈ જાય છે. આ સ્થળને ગુજરાતનું કાશ્મીર કહેવામાં આવે છે. આ સ્થળે ફરવાથી મનની શાંતિ મળે છે. અને ગુજરાતમાં જ આવેલા કિલાડ કેમ્પ સાઈડની મુલાકાત એકવાર તો લેવા જેવી જ છે.

મદમસ્ત વરસાદી માહોલમા ડાંગની વનરાઈઓમા ઠેર ઠેર નાના મોટા ઝરણાઓનુ સંગીત ગુંજી ઉઠે છે. પર્વતોની ટોચેથી નીચે ખાબકતા, અને રૌદ્ર રમ્ય અહેસાસ કરાવતા શ્વેત દુગ્ધધારા જેવા જળપ્રપાત, પર્વતોની ટોચને હળવેકથી આલિંગન આપતી શ્વેત શ્યામ વાદલડીઓ, ધૂમ્રસેર સમી ભાસતી અને જાણે કે પોતાના પ્રિયતમને વનરાજીમા શોધતી એકલી અટુલી અટવાતી એ વાદલડીઓ જેહનને અનોખી શાંતતા પ્રદાન કરે છે. આવા મનમોહક દ્રશ્યો અહીં છેક આથમતા શિયાળા સુધી નજરે પડતા હોય છે.

Traveling in this area called Kashmir of Gujarat will give you the experience of peace and beauty seen in the pictures

પૃથ્વી પરના સ્વર્ગસમા કાશ્મીર કે ગોડ્સ ઓન કન્ટ્રી તરીકે ઓળખાતા કેરાલા ની ગરજ સારતા ડાંગ પ્રદેશને નજીકથી નિહાળવા માટે, હંમેશને માટે પ્રકૃતિપ્રેમીઓની કતાર લાગતી હોય છે. ત્યારે પર્યટકો તેમના આ પ્રવાસને જીવનભરનુ સંભારણું બનાવી શકે તે માટે, સ્થાનિક વન વિભાગ તેમની વ્હારે આવ્યુ છે.

સ્થાનિક રોજગારીના સર્જન સાથે પર્યટકોને પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધવાની તક ઉપલબ્ધ કરાવવાના હેતુસર ડાંગ વન વિભાગે અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારોમા આવેલી તેની ત્રણ ઇકો કેમ્પ સાઈટને નવા વાઘા પહેરાવી પ્રવાસીઓની સેવામા પ્રસ્તુત કરી છે.

Traveling in this area called Kashmir of Gujarat will give you the experience of peace and beauty seen in the pictures

આ સાથે જ આહવાથી ૩૨ કિલોમીટરના અંતરે આવેલી ‘મહાલ’, આહવાના સીમાડે માંડ ૭ કિલોમીટરના અંતરે આવેલી ‘દેવીનામાળ’, અને ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇ પાસે આવેલી ‘કિલાદ’ ખાતેની ઇકો કેમ્પ સાઇટ્સ ખાતે પ્રવાસીઓને રહેવા, જમવાની સુવિધાઓ સાથે પ્રકૃતિની નિરવ શાંતિનો અહેસાસ કરવાની તક ઉપલબ્ધ થઇ છે.

ડાંગની આ ઇકો કેમ્પ સાઇટ ખાતે વુડન કોટેજ, લોગ હટ્સ, ટેન્ટ હાઉસ, ડિલક્ષ ટેન્ટ, સ્યુટ્સ (સ્વિટસ), ટ્વીન બંગલોઝ, ડોરમેટરી, સાથે ટ્રી હાઉસ પણ ઉપલબ્ધ કરાવાયા છે. હળવા નાસ્તા મેગી અને કાંદા પૌવા સાથે ગરમાગરમ મસાલા ચા, કોફી, દૂધ અને બોર્નવિટા સાથે ડાંગી અને ગુજરાતી ભોજનનો વિકલ્પ પણ અહીં ઉપલબ્ધ કરાવાયો છે.

ઉત્તર અને દક્ષિણ ડાંગના નાયબ વન સંરક્ષકો સર્વશ્રી અગ્નિશ્વર વ્યાસ, અને નિલેશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ જુદી જુદી રેન્જમા આવેલી આ કેમ્પ સાઇટ્સનુ સંચાલન ‘વન વિકાસ પરિસરીય મંડળી’ ને સોંપી સ્થાનિક ગ્રામજનોને રોજગારીની તક પુરી પાડવામા આવી છે.

Traveling in this area called Kashmir of Gujarat will give you the experience of peace and beauty seen in the pictures

ભોજન, અને નિવાસ સાથે વનકેડી પર પરિભ્રમણના શોખીનો માટે જંગલ ટ્રેલ, વન પર્યાવરણને નજીકથી જાણવા અને માણવા માંગતા પર્યટકો માટે પર્યાવરણ શિબિર, બર્ડ વોચિંગ, બોટની ફેસ્ટ, સ્થાનિક સાંસ્કૃતિક કાર્યક્રમો, અને કેમ્પ ફાયર જેવી એડઓન સર્વિસ પણ ઉપલબ્ધ કરાવવામા આવી રહી છે. તો પર્યટકો અહીં એડવેન્ચર એક્ટિવિટીનો લાભ પણ સમય, સંજોગ, અને ઋતુ અનુસાર ઉઠાવી શકે છે.

આટલુ વાંચી ને જો તમને ડાંગના ઘનઘોર વનો વચ્ચે, કાળી ડિબાંગ વરસાદી રાત્રી, સપરિવાર વિતાવવાનુ મન થતુ હોય તો ઉઠાવો તમારો સ્માર્ટ ફોન, અને આંગળીના ટેરવે ઉપલબ્ધ વિગતો જોઈ ચકાસી, કરો કંકુના. પધારો ડાંગ. ઇકો ટુરિઝમ ડિસ્ટ્રીકટ ડાંગ, તમારુ સ્વાગત કરવા, હંમેશની માફક સજ્જ છે. પણ યાદ રહે, આખો ડાંગ જિલ્લો ‘નો પ્લાસ્ટિક ઝોન’ છે તેનો ખ્યાલ રાખજો.

Related posts

હવે આટલા દેશોમાં અભ્યાસ કરી સ્થાયી થવું બન્યું સરળ!

Mukhya Samachar

Monsoon+Long Weekend Destinations: ઉત્તરાખંડ અને હિમાચલ લાંબા વીકએન્ડ પર જવા માંગતા નથી, તો આ સ્થળો પર જાઓ અને ચોમાસાની મજા માણો

Mukhya Samachar

હવે કેરળના આ બીચ પર તમે દરિયાના મોજા પર ચાલવાનો અનુભવ કરી શકશો! જાણો સરકારે શું કરી છે નવી વ્યવસ્થા

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy