Mukhya Samachar
Gujarat

મંગળવાર રહ્યો અમંગળ! રાજયમાં અકસ્માતોની વણજાર

Tuesday was unlucky! Three accidents occurred in the state

લીંબડી અમદાવાદ હાઈવે મંગળવારે રક્તરંજિત થયો છે. કાનપરા પાટીયા પાસે અકસ્માત સર્જાતા 3 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે. પેસેન્જર વાહન ડમ્પર પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. તો બીજી તરફ, આણંદના ધર્મજ તારાપુર હાઇવે પર લકઝરી બસ પલટી ખાતા બસમાં સવાર 25 થી વધુ મુસાફરો ઘાયલ થયા છે.

લીંબડી અમદાવાદ હાઈવે પરના કાનપરા પાટીયા પાસે અકસ્માત સર્જાતા 3 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે. તો 1 વ્યક્તિને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. અકસ્માતને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

Tuesday was unlucky! Three accidents occurred in the state

તો અન્ય અકસ્માતના અપડેટ અનુસાર, આણંદના ધર્મજ તારાપુર હાઇવે પર લકઝરી બસ પલટી ગઈ હતી. હાઇવે પર સાઈન બોર્ડ સાથે લક્ઝરી બસ પલટી ખાઈને અથડાઈ હતી. આ સમયે લક્ઝરી બસમાં સવાર 25 થી વધુ મુસાફરો સવાર હતા, જેઓ ઘાયલ થયા છે. તેમજ અકસ્માતમાં ઘાયલ થયેલા ત્રણ મુસાફરોની સ્થિતિ ગંભીર છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, લક્ઝરી બસ સુરત કતારગામથી જેસર પાલિતાણા તરફ  જઈ રહી હતી. બસમાં કતારગામ અને તેની આસપાસના વિસ્તારના રહેવાસીઓ સવાર હતા. અકસ્માત બાદ ઘાયલ મુસાફરો માટે 108 એમ્બ્યુલન્સ દોડતી થઈ ગઈ હતી. કુલ આઠ એમ્બ્યુલન્સમાં ઈજાગ્રસ્તોને તારાપુરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. અકસ્માતને પગલે પેટલાદ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

Related posts

ગુજરાતને મળશે વધુ એક ઈનટેનશનલ એરપોર્ટ

Mukhya Samachar

કાલે અડધું રાજકોટ રહેશે પાણી વિહોણું: એક સાથે 10 વોર્ડમાં પાણીકાપ!

Mukhya Samachar

ગુજરાતની પહેલ સેમીકંડક્ટર નીતિ જાહેર કરી સહાય આપનાર પહેલું રાજ્ય

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy