Mukhya Samachar
National

જમ્મુ-કાશ્મીરમાં TRFના બે આંતકીઓ ઠાર

TRF militants dead
  • જમ્મુ-કાશ્મીરમાં TRFના બે આંતકીઓ ઠાર
  • જમ્મુ-કાશ્મીર પોલીસે મળી વધુ એક સફળતા
  • આતંકીઓ પાસેથી મળી બે પિસ્તોલ

TRF militants dead

TRF militants dead
Two TRF militants shot dead in Jammu and Kashmir

જમ્મુ કાશ્મીરના શ્રીનગર ઝકુરા વિસ્તારમાં સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલ એન્કાઉન્ટરમાં લશ્કરી-એ-તૈયબા/TRFના બે આતંકી માર્યા ગયા છે. હાલ એન્કાઉન્ટર જારી છે. માર્યા ગયેલ આતંકવાદીમાંથી એકની ઓળખ ઇકખાલ હાઝમના રૂપમાં થઇ છે. તે અનંતનાગના હ્સનપોરામાં હાલમાં થયેલ કોસ્ટેબલ અલી મોહમ્મદ ગણી હત્યામાં સામેલ હતો. જણાવી દઈએ કે બે પિસ્તોલ સહીત આપત્તીજનક સામગ્રી જપ્ત કરવામાં આવી છે. IGP કાશ્મીરે આ અંગે જાણકારી આપી. જમ્મુ અને કાશ્મીર પોલીસના 53 વર્ષીય હેડ કોન્સ્ટેબલને ગયા અઠવાડિયે અનંતનાગના હસનપોરા બિજભેરા વિસ્તારમાં તેમના ઘરની નજીક સાંજે 5.35 વાગ્યે આતંકવાદીઓ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગનીને અનંતનાગની સરકારી મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. તેઓ કુલગામ પોલીસ સ્ટેશનમાં તૈનાત હતા.

TRF militants dead
Two TRF militants shot dead in Jammu and Kashmir

તે જ સમયે, ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા અલ્તાફ ઠાકુરે કહ્યું, ‘બિજબેહરામાં પોલીસકર્મીની હત્યાની સખત નિંદા કરીએ છીએ. તેની અસંસ્કારી, અને નિંદનીય કાર્યવાહી, પોલીસ અધિકારીઓને તાત્કાલિક હત્યારાઓને સજા કરવા વિનંતી કરે છે. J&K નેશનલ કોન્ફરન્સે ટ્વિટ કર્યું, ‘અનંતનાગના હસનપોરા વિસ્તારમાં JKP હેડ કોન્સ્ટેબલ અલી મુહમ્મદ ગની પરના કાયરતાપૂર્ણ હુમલાની સ્પષ્ટ નિંદા કરું છું, જેમાં તેમણે જીવ ગુમાવ્યો. અમારી સંવેદના તેમના પરિવાર, મિત્રો અને સહકર્મીઓ સાથે છે.

TRF militants
Two TRF militants shot dead in Jammu and Kashmir

અલ્લાહ એમને જન્નતમાં સ્થાન આપે.’ જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોએ નાગરિકો, ખાસ કરીને લઘુમતી સમુદાયોના લોકો પર લક્ષિત હુમલા બાદ ઘાટીમાં બળવાખોરી વિરોધી કાર્યવાહીને વધુ તીવ્ર બનાવી છે. તેઓએ ગયા અઠવાડિયે જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લામાં એક એન્કાઉન્ટરમાં જૈશના મુખ્ય કમાન્ડર ઝાહિદ વાનીને માર્યો હતો. અગાઉ 30 જાન્યુઆરીએ , સુરક્ષા દળોએ બડગામ અને પુલવામા જિલ્લામાં એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના 5 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓમાં જૈશ કમાન્ડર ઝાહિદ વાની અને એક પાકિસ્તાની આતંકવાદી પણ સામેલ છે.

Related posts

યુવા સૈનિકો વચ્ચે સંપર્ક અને મિત્રતા વધારવા માટે જનરલ રાવત ઓફિસર્સ એક્સચેન્જ પ્રોગ્રામની સ્થાપના: PM મોદી

Mukhya Samachar

ચુસ્ત સુરક્ષા વચ્ચે આજથી અમરનાથ યાત્રાનો થયો પ્રારભ! ભંડારાઓ ફરી ધમધમતા થયા

Mukhya Samachar

રાજૌરીથી તીર્થયાત્રીઓને લઈને શિવખોડી જઈ રહેલી બસ ખીણમાં પડી, બેનાં મોત, 19 ઘાયલ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy