Mukhya Samachar
National

ઉદયપુર હત્યા કેસ મામલે દેશને હચમચાવતો ખુલાસો આવ્યો સામે! પાકિસ્તાનથી આવ્યો હતો આવો આદેશ

udaipur-murder-case-reveals-shocking-country-such-an-order-came-from-pakistan
  • ઉદયપુર હત્યા કેસમાં મોટો ખુલાસો આવ્યો
  • પાકિસ્તાનથી આવ્યો હતો આદેશ
  • આદેશમાં કહ્યું હતું કે; ‘એવો ધડાકો કરો કે દેશ હચમચી જાય’

ઉદયપુરના કન્હૈયાલાલ હત્યા કેસમાં એક અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. ગૌસ અને રિયાઝ કે જેમણે કન્હૈયાની નિર્દયતાથી હત્યા કરી હતી તેમને પાકિસ્તાનમાં બેઠેલા તેમના આકાઓએ હત્યાનો આદેશ આપ્યો હતો. સૂત્રોના જણાવ્યાં મુજબ હત્યા બાદ વોટ્સએપ ગ્રુપમાં એક મેસેજ કરાયો હતો. આ મેસેજમાં લખ્યું હતું કે ‘જે ટાસ્ક આપ્યું હતું તે પૂરું કર્યું’. આ વોટ્સએપ ગ્રુપમાં પાકિસ્તાનના પણ કેટલાક લોકો સામેલ હતા. સૂત્રોના જણાવ્યાં મુજબ પાકિસ્તાનમાં બેઠેલા પોતાના આકાના કહેવા પર હત્યારાઓએ ભારે ભરખમ ધારદાર હથિયાર બનાવ્યા હતા. જેથી કરીને એક ઝટકે માથું ધડથી અલગ કરી શકાય.

અત્યાર સુધીની તપાસમાં એવું જાણવા મળ્યું છે કે હત્યાના આરોપી રિયાઝ અને ગૌસ મોહમ્મદનું પાકિસ્તાનના આકાઓ સતત બ્રેઈન વોશ કરી રહ્યા હતા. તેઓ ભારતમાં સતત મોટી ઘટનાઓ માટે ઉક્સાવી રહ્યા હતા. એટલું જ નહીં તેમણે નુપુર શર્માના નિવેદન બાદ પાકિસ્તાની હેન્ડલરોએ તેમને એવું પણ કહ્યું હતું કે ભારતમાં એવો ધડાકો કરો કે સમગ્ર દેશ હલી જાય. સૂત્રોના જણાવ્યાં મુજબ જ્યારે પણ આ બંને આરોપીઓ પાકિસ્તાની આકાઓ સાથે વાત કરતા તો તેઓ ઈસ્લામ માટે કઈક મોટું કરવા માટે ઉશ્કેરતા હતા. આ બંને આરોપીઓ બોમ્બ ધડાકા માટે આરડીએક્સના જુગાડમાં પણ લાગ્યા હતા. જો કે આ મામલાની તપાસ એનઆઈએ શરૂ કરશે, ત્યારબાદ જ સમગ્ર કેસનો ખુલાસો થઈ શકશે.

udaipur-murder-case-reveals-shocking-country-such-an-order-came-from-pakistan

સૂત્રોના જણાવ્યાં મુજબ હત્યા માટે ગૌસ અને રિયાઝને પાકિસ્તાનથી ફરમાન મળ્યું હતું. પાકિસ્તાનથી આકાએ હત્યા માટે ગૌસ અને રિયાઝને ઉક્સાવ્યા હતા. મર્ડર બાદ ગૌસે ‘જે ટાસ્ક આપ્યું હતું તે પૂરું કર્યું’ એવો મેસેજ કર્યો હતો. હત્યામાં કેટલાક અન્ય લોકો પણ સામેલ હોવાનો શક છે. મોહમ્મદ ગૌસને ધારદાર હથિયાર બનાવવાનું કહેવાયું હતું. એસકે એન્જિનિયરિંગ ફેક્ટરીમાં હથિયાર બનાવવામાં આવ્યા હતા. વીડિયો બનાવવાનો હેતુ લોકોને ઉક્સાવવાનો હતો. ગૌસ અને રિયાઝ દહેશત ફેલાવવા માટે ત્રીજો વીડિયો વાયરલ કરવા માંગતા હતા. ગૌસ અને રિયાઝે હત્યા પહેલા દુકાનથી સીસીટીવી હટાવ્યા હતા.

ઉદયપુર હત્યા કેસમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે એવો ખુલાસો થયો છે કે આ હત્યા કેસમાં 4 નહીં પરંતુ 5 લોકો સામેલ હતા. મોહમ્મદ ગૌસ અને રિયાઝ આ બંનેએ કન્હૈયાની હત્યા કરી હતી. તેમને સુરક્ષિત બહાર કાઢવા માટે બેકઅપ પ્લાન તૈયાર કરાયો હતો. જેમાં 3 લોકો સામેલ હતા. એટલે કે આ હત્યાના પ્લાનિંગમાં 5 લોકો સામેલ હતા. સૂત્રોના જણાવ્યાં મુજબ બેકઅપ પ્લાનમાં મોહસિન અને આસિફ, કન્હૈયાની દુકાનથી થોડે દૂર ઊભા હતા અને તેમની પાસે એક અન્ય વ્યક્તિ પણ હાજર હતો. તેઓ સ્કૂટી પર સવાર હતા.

udaipur-murder-case-reveals-shocking-country-such-an-order-came-from-pakistan

પોલીસના સૂત્રોના જણાવ્યાં મુજબ તેમનું પ્લાનિંગ હતું કે જો ગૌસ અને રિયાઝ પકડાયા હોત તો આ બંનેને ત્યાંથી બહાર કાઢવાનું કામ આ ત્રણેયનું હતું. તેમની પાસે પણ ખંજર હતા અને તેઓ ભીડ પર હુમલો કરીને તેમને બચાવી લેત એવું પ્લાનિંગ હતું. આ સમગ્ર ખુલાસો આ મામલે પકડાયેલા 2 આરોપીઓની પૂછપરછમાંથી થયો છે. મોહસિન અને આસિફને આજે જયપુરની NIA ની વિશેષ કોર્ટમાં હાજર કરવામાં આવશે.

Related posts

દિલ્હીમાં વીજ સંકટ! સરકારએ મેટ્રો અને હોસ્પિટલમાં આપ્યું ઍલર્ટ

Mukhya Samachar

આસામ રાઈફલ્સનું મોટું નિવેદન, કહ્યું- મ્યાનમારમાં હવાઈ હુમલા દરમિયાન મિઝોરમ તરફ કોઈ વિસ્ફોટ થયો નથી

Mukhya Samachar

ત્રિપુરા-મેઘાલયના પ્રવાસે જશે PM મોદી, 6800 કરોડના પ્રોજેક્ટ ગિફ્ટ કરશે

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy