Mukhya Samachar
Sports

ભારતનો નવો સ્પીડ સ્ટાર બનતો ઉમરાન: ઉમરાનના 91% બોલની ગતિ 140/kmphથી વધુ

Umran becoming India's new speed star: 91% of Umran's ball speeds exceed 140 / kmph
  • ઉમરાનના 91% બોલની ગતિ 140/kmphથી વધુ
  • ગાવસ્કરે ઇંગ્લેન્ડના પ્રવાસ પર મોકલવાની માગ કરી
  • હૈદરાબાદના ફાસ્ટ બોલર ઉમરાન મલિકે બધાનાં દિલ જીતી લીધા હતા

Umran becoming India's new speed star: 91% of Umran's ball speeds exceed 140 / kmph

22 વર્ષીય ઉમરાન મલિક, જે સનરાઇઝર્સ હૈદરાબાદ માટે રમે છે તે નવા સ્પીડ સ્ટાર તરીકે ઊભરી આવ્યો છે. તેણે બુધવારે રાત્રે ગુજરાત ટાઇટન્સના રિદ્ધિમાન સાહાને 152.8ની સ્પીડ સાથેના બોલ પર બોલ્ડ કર્યો હતો. ગુજરાત તરફથી ઉમરાને પાંચ વિકેટ ઝડપી હતી, આમાંથી ચાર બોલ્ડ થયા હતા. આ વિકેટો માટે ફેંકવામાં આવેલા તમામ બોલની ગતિ 140+ હતી ઉમરાને ગુજરાત સામે તેની બોલિંગમાં વિવિધતા લાવવાનો પ્રયાસ કર્યો હતો. તેણે કહ્યું હતું કે તે માત્ર યોગ્ય લાઇન-લેન્થ સાથે બોલિંગ કરવા અને વિકેટ લેવા માગે છે.

Umran becoming India's new speed star: 91% of Umran's ball speeds exceed 140 / kmph

જ્યાં સુધી 155 કિમી/કલાકની ઝડપે બોલ ફેંકવાની વાત છે ત્યારે ઉમરાન તેના વિશે આત્મવિશ્વાસ ધરાવતો દેખાય છે. તેણે કહ્યું હતું કે એક દિવસ આ પરાક્રમ પણ કરી બતાવીશ.ઉમરાન મલિકની બોલિંગથી પ્રભાવિત થઈને સુનીલ ગાવસ્કરે તેને ઇંગ્લેન્ડ સામેની એક ટેસ્ટ અને મર્યાદિત ઓવરોની શ્રેણી માટે ટીમમાં સામેલ કરવાની માગ કરી છે. ગાવસ્કર કહે છે કે ઉમરાનને પ્લેઈંગ ઈલેવનમાં તક નહીં મળે, પરંતુ રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા ખેલાડીઓ સાથેનો ડ્રેસિંગ રૂમ શેર કરવાથી તેને ઘણું શીખવાનો મોકો મળશે.IPL 2022માં બુધવારે હૈદરાબાદ અને ગુજરાત વચ્ચે મેચ રમાઈ હતી.

Umran becoming India's new speed star: 91% of Umran's ball speeds exceed 140 / kmph

એક રોમાંચક મેચમાં GTએ SRHને 5 વિકેટે હરાવ્યું, પરંતુ હૈદરાબાદના ફાસ્ટ બોલર ઉમરાન મલિકે બધાનાં દિલ જીતી લીધા હતા. આ ફાસ્ટરે મેચમાં 5 વિકેટ લીધી હતી. આ પહેલીવાર છે, જ્યારે ઉમરાને ટી20 ક્રિકેટમાં પોતાનો પંજો ખોલતાં 5 વિકેટ પોતાના નામે કરી છે.આ J&Kના બોલરે GT 4ના બેટ્સમેનોને ક્લીન બોલ્ડ કર્યા હતા. શુભમન ગિલને આઉટ કર્યા બાદ ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા હાર્દિક પંડ્યાને ઉમરાને એક ખતરનાક બાઉન્સર પણ ફેંક્યો હતો, જે તેના ખભા પર વાગ્યો હતો, જેને કારણે થોડી મિનિટો માટે રમત અટકાવી દેવામાં આવી હતી.

Related posts

IPL 2023માં સતત ફેલ થઈ રહ્યો છે CSKનો આ ખેલાડી, ધોની લેશે પગલાં!

Mukhya Samachar

જેને KKRએ હટાવ્યો, તે બનશે GTનો કેપ્ટન, હાર્દિક પછી મળશે કમાન!

Mukhya Samachar

આ સ્ટાર ક્રિકેટ પ્લેયરોના બાળકોના નામ છે એકદમ યુનિક! યુવરાજસિંહના પુત્રનું નામ છે ટ્રેન્ડમાં

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy