Mukhya Samachar
Gujarat

સુરતનાં હીરા ઉદ્યોગમાં પડ્યું વેકેશન! જાણો શા માટે કરી આવી જાહેરાત 

Vacation in Surat diamond industry! Find out why such an announcement was made
  • સુરતમાં હીરા ઉદ્યોગના વેપારી દ્વારા વેકેશન
  • મંદીનું મોજું ફરી વળતા ઉનાળુ વેકેશનની જાહેરાત કરવામાં આવી
  • વેકેશન જાહેર કરવામાં આવતા રત્ન કલાકારોની મુશ્કેલીમાં વધારો થયો છે

શું તમે ક્યારેય વિચાર્યું હશે કે હીરા ઉદ્યોગમાં વેકેશન પડશે? હા તમે સાચું વાંચી રહ્યા છો અત્યાર સુધી આપણે ઉનાળુ વેકેશન ફક્ત શૈક્ષણિક કાર્યમાં જ જોતા આવ્યા છીએ પરંતુ આ વખતે સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીનું મોજું ફરી વળતા ઉનાળુ વેકેશનની જાહેરાત કરવામાં આવી છે.સુરતમાં હીરા ઉદ્યોગના વેપારી દ્વારા આ વેકેશન 22મી મે સુધી જાહેર કરાયુ છે આ વેકેશન શોખથી નહીં પરંતુ રફની અછત અને ભાવ વધારાથી જાહેર કરવું પડ્યું છે. રશિયા-યુક્રેન યુધ્ધની મોટી વિપરીત અસર હીરા ઉદ્યોગ પર શરૂ થઈ છે.યુદ્ધથી ડોલરના ભાવો અને રફ હીરાની અછતથી મધ્યમ કારખાનેદારોએ ઉનાળુ વેકેશન જાહેર કરવું પડ્યું છે. છેલ્લા ઘણા સમયથી યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે તેની અસર સુરતના ડાયમંડ ઇન્દ્રસ્ટ્રીઝમાં જોવા મળી રહી છે

Vacation in Surat diamond industry! Find out why such an announcement was made

એક તરફ યુદ્ધને કારણે રફ હીરાની અછત વર્તાઈ રહી છે ત્યારે બીજી તરફ યુદ્ધને પગલે ડોલરના ભાવ પણ આસમાને પહોંચ્યા છે ત્યારે સુરતમાં ચાલતા નાના પાયાના કારખાનાએ ઉનાળુ વેકેશન જાહેર કરવાની નોબત આવી પડી છે. સુરતના હીરાની ચમક જે રીતે આજથી છ મહિના પહેલા ચમકાય હતી તે ઝડપે હીરાની ચમક હાલમાં ઝાંખી પડી રહી છે.હીરાની અછત અને હીરામાં મંદીનું મોજું ફરી વળતા નાના ઉદ્યોગકરોના માથે બોઝ પડી રહ્યો છે અને નુકશાન પણ વેઠી રહ્યાં છે ત્યારે મંદીને પગલે નાના અને મધ્યમ કારખાના દ્વારા વેકેશન જાહેર કરવામાં આવતા રત્ન કલાકારોની મુશ્કેલીમાં વધારો થયો છે. કોરોના કાળ દરમિયાન સૌથી વધુ મુશ્કેલી પડી હોય તો તે રત્ન કલાકારો છે.

Related posts

અમદાવાદ હોસ્પિટલમાં ફસાયેલ દર્દીઓ, બાળકોની મદદે ખાખી! હાથમાં ઊંચકીને પાણી બહાર કાઢ્યાં

Mukhya Samachar

ગિરનાર રોપવે એ દોઢ વર્ષમાં જ કરીલીધી મોટી આવક! હવે આ સુવિધા વધારાશે

Mukhya Samachar

અંતે રાજીનામું: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાનું રાજીનામું

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy