Mukhya Samachar
Entertainment

દિગ્ગજ અભિનેતાધર્મેન્દ્રએ આપી સ્વસ્થ હોવાની જાણકારી:ભવિષ્યમાં પોતાનું ધ્યાન રાખવાનું જણાવ્યું

Veteran actor Dharmendra gave information about being healthy: told to take care of himself in future
  • ધર્મેન્દ્રએ આપી સ્વસ્થ હોવાની જાણકારી
  • સમાચાર હતા કે ધર્મેન્દ્રને હોસ્પિટલમાં જ રહેવું પડશે
  • ધર્મેન્દ્રએ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીના કાસ્ટની તસવીર શેર કરી હતી

Veteran actor Dharmendra gave information about being healthy: told to take care of himself in future

ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્રએ ટ્વિટ કરી એક વીડિયો શેર કર્યો છે. તેમને આ વીડિયો રવિવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ શેર કર્યો છે. સાથે જ તેમને જાણકારી આપી છે કે તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને હવે તેઓ સ્વસ્થ છે.સાથે ભવિષ્યમાં પોતાનું ધ્યાન રાખશે તેમ પણ વીડિયોમાં જણાવ્યું છે. વીડિયોમાં ધર્મેન્દ્ર એમ પણ જણાવી રહ્યાં છે કે તેમના મસલ્સમાં ખેંચ આવી ગઈ હતી, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું.

Veteran actor Dharmendra gave information about being healthy: told to take care of himself in future

તેમને પોતાના પ્રશંસકોને એક સલાહ આપી કે કોઈ પણ વસ્તુ વધુ પ્રમાણમાં ન કરવી જોઈએ.ધર્મેન્દ્રએ કહ્યું કે, “મિત્રો, કોઈ પણ વસ્તુ વધુ પડતી ન કરો, મેં કરી અને મારે મુશ્કેલી અનુભવી પડી, મારા મસલ્સ ખેંચાય ગયા. જેના કારણે મને હોસ્પિટલ જવું પડ્યું. બે-ચાર દિવસ મુશ્કેલીમાં પસાર થયા પરંતુ હવે હું સ્વસ્થ છું, પાછો આવી ગયો છું. તમારી પ્રાર્થના રંગ લાવી, ભગવાનનો આશીર્વાદ હતો. કોઈ પણ વસ્તુ વધુ ન કરો.હવે હું મારું ધ્યાન રાખીશ.”

Related posts

ઇંતજાર થયો ખતમ: ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નું ટ્રેલર થયું રીલીઝ

Mukhya Samachar

નવાઝુદ્દીન સિદ્દીકીને બોલિવુડમાં એક્સીલેશન માટે એવોર્ડ મળ્યો

Mukhya Samachar

પવન રાજ મલ્હોત્રાની ‘ફૌજા’નું ટ્રેલર રિલીઝ, આ હૃદય સ્પર્શી ફિલ્મ એક દેશભક્તની વાર્તા છે

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy