Mukhya Samachar
Sports

ભારતીય ટીમના દિગ્ગજ બોલરે ક્રિકેટ જગતને કહ્યું અલવિદા..

harbhajan retayarment
  • ભારતીય બોલર હરભજન સિંહે ક્રિકેટ જગતથી લીધો સન્યાસ
  • 17 વર્ષની ઉમરે ભજ્જીએ ટીમમાં ડેબ્યું કર્યો હતો
  • હરભજનની નિવૃતિથી ચાહકોમાં આઘાત

 

ભારતના ક્રિકેટ પ્રેમીઓ માટે એક દુખદ સમાચાર સામે આવ્યા છે. ભારતીય ટીમના દિગ્ગજ બોલર એવા હરભજન સિંહે ક્રિકેટ જગતને અલવિદા કહ્યું છે. હરભજને આજે પોતાના રિટાયરમેંટની જાહેરાત કરી છે. ભારતના દિગ્ગજ સ્પિનર હરભજન સિંહે આંતરારષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી દીધી છે, હરભજન સિંહે વર્ષ 1998માં ડેબ્યું કર્યું હતું, અને હવે સંપૂર્ણ રીતે ક્રિકેટને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો છે. માત્ર 17 વર્ષની ઉંમરમાં હરભજન સિંહે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. અને આજે તેઓ 41 વર્ષના છે. હરભજન સિંહે વર્ષ 1998માં ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. આ પછી તે જ વર્ષે ન્યૂઝીલેન્ડ સામે વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. હરભજન સિંહે વર્ષ 2006માં સાઉથ આફ્રિકા સામે ટી20માં ડેબ્યૂ કર્યું હતું.

હરભજનની કારકીદીનો વાત કરવામાં આવે તો વર્ષ 2015 સુધી, તેમણે 103 ટેસ્ટ મેચમાં 417 વિકેટ લીધી જ્યારે બે સદીની મદદથી 2235 રન બનાવ્યા. જ્યારે બીજી તરફ 236 મેચોમાં, તેણે 269 વિકેટ લીધી અને 1237 રન બનાવ્યા. T20ની વાત કરીએ તો અહીં તેના નામે 28 મેચમાં 25 વિકેટ છે. તેમણે ટી20 કારકિર્દીની શરૂઆત કરી. હરભજન સિંહ ભારત માટે અનિલ કુંબલે અને આર અશ્વિન પછી ત્રીજા સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર બોલર છે. હરભજન સિંહ આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી પણ રમી ચૂક્યો છે જેમાં તેણે કુલ 150 વિકેટ લીધી છે.

હરભજન સિંહ સાથે તાજેતરમાં કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિધ્ધુએ મુલાકાત કરી હતી અને તે સમયથી જ ચર્ચા ચાલી રહી છે કે, હરભજન બહુ જલ્દી રાજકારણમાં જોડાઈ શકે છે.જોકે આ વાતને ભજ્જીએ અફવા ગણઆવી છે.ભજ્જીએ કહ્યુ હતુ કે ,પોતાના સન્યાસનુ એલાન કરતા કહ્યુ હતુ કે, દરેક સારી વસ્તુઓનો અંત આવતો હોય છે.આજે હું ક્રિકેટને અલવિદા કહ્યુ છે અને મારી 23 વર્ષની મુસાફરીને યાદગાર બનાવનારા દરેક વ્યકિતનો આભારી છું.

Related posts

WTC ફાઇનલમાં વિરાટ કોહલી બનશે કેપ્ટન ? ભૂતપૂર્વ મુખ્ય કોચે કર્યો ખુલાસો

Mukhya Samachar

MI vs LSG: ક્રિકેટથી 10 મહિના દૂર, થઈ ઘણી સર્જરી… તો પણ મોહસીન ખાને 11 રન બચાવીને લખનૌ ને અપાવી જીત

Mukhya Samachar

IPL ના ટેલિવિઝન મીડિયા રાઇટ્સ વેચાયા 44 હજાર કરોડથી પણ વધારે

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy