Mukhya Samachar
Gujarat

ધ્રૂજતા હાથે રેકોર્ડ કરેલો 9 લાશનો વીડિયો: જેગુઆરે ઉલાળ્યા પછીનાં એ ભયાવહ દૃશ્યો, અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર જાણે મોતનું તાંડવ સર્જાયું

video-of-9-bodies-recorded-with-trembling-hands-the-terrifying-scenes-after-the-jaguar-roared-a-death-spree-erupted-on-ahmedabads-iskcon-bridge

અમદાવાદના એસજી હાઈવે પર અકસ્માત સર્જાયો હતો જેને જોવા માટે લોકોના ટોળા ભેગા થયા હતા. આ દરમિયાન એક જગુઆર કાર ચાલકે લોકોને અડફેટે લેતા એક પોલીસકર્મી અને હોમગાર્ડ સહિત 9 લોકોના થયા છે. રાત્રે એક વાગ્યાની આસપાસ એસજી હાઈવે પર ઈસ્કોન બ્રિજ પર ડમ્પર અને થાર ગાડીનો અકસ્માત થયો હતો. જેને જોવા માટે લોકો ભેગા થયા હતા. તે સમયે જગુઆર કારે લોકોને અડફેટે લઈ લીધા હતા.

મૃતકોમાં પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર સિંહ, હોમગાર્ડ નીલેશ ખટીક, તથા બોટાદ અને સુરેન્દ્રનગરના યુવાનો સામેલ છે. અકસ્માત સર્જનાર જગુઆર કાર ચાલકનું નામ તથ્ય પટેલ હોવાનું સામે આવ્યું છે. આ કારમાં એક યુવતી હોવાનું પણ જાણવા મળ્યું છે. કાર કર્ણાવતી તરફથી આવી રહી હતી અને રાજપથ બાજુ જઈ રહી હતી. સ્પીડ અંદાજે 100થી વધુ હોવાનું કહેવાય છે. અકસ્માત બાદ રોડ પર લોહીના ખાબોચિયા જોવા મળ્યા.

Related posts

કોરોનાએ ફરી પકડી રફતાર: રાજયમાં છેલ્લા 24 કલાકમાં 31 નવા કેસ નોંધાયા

Mukhya Samachar

મોરબી બ્રિજ દુર્ઘટના અંગે ગુજરાત હાઇકોર્ટ નગરપાલિકા સામે લાલઘૂમ! કહ્યું: “ બ્રિજ ખોલવાની મંજૂરી કેમ આપવામાં આવી?”

Mukhya Samachar

અતિભારે વરસાદને પગલે આ 2.42 લાખ હેક્ટર પાકનું થયું ધોવાણ! ટૂંક સમયમાં સહાયની થશે જાહેરાત

mukhyasamachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy