-
થોરડી ગામના શ્રમિકને 5 લાખ 80 હજાર 151નું વિજબીલ
-
એક પંખો, એક લેમ્પનું પોણા છ લાખનું વીજળી બિલ આવ્યું
-
PGVCL તંત્રની ઘોર બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો
વીજ વિભાગની બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સામાન્ય મજૂરી કામ કરતાં ઈસમને મસમોટું લાખો રૂપિયાનું બિલ પધરાવી દેવામાં આવ્યું છે. સમગ્ર મામલે પ્રાપ્ત થતી વિગતો અનુસાર અમરેલી જિલ્લાના સાવરકુંડલાના થોરડીમાં મસમોટું વીજબીલ આપવામાં આવ્યું છે. થોરડી ગામના મજૂર શ્રમિકને 5 લાખ 80 હજાર 151નું વિજબીલ આપવામાં આવ્યું છે. બાબુ પરમાર નામના શ્રર્મિકને અધધ વીજ બિલ પધરાવી દેવામાં આવ્યું હતું.
એક પંખો, એક લેમ્પનું પોણા છ લાખનું વીજળી બિલ આવ્યું છે. PGVCL તંત્રની ઘોર બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતે ઉર્જામંત્રીને પત્ર પાઠવ્યો હતો. વિજપડી PGVCL દ્વારા વિજપડી પંથકના વિસ્તારોમાં 10 હજારથી 1 લાખ સુધીના વીજ બિલો ફટકાર્યા હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે