Mukhya Samachar
NationalPolitics

યુપી વિધાનસભા ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન…

UP Assembly elections
  • યુપી વિધાનસભા ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન
  • 9 જિલ્લાની 55 બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે
  • ઉત્તરાખંડ અને ગોવામાં પણ આજે મતદાન

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022નો આજે બીજો તબક્કો છે. 9 જિલ્લાની 55 બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. 586 ઉમેદવારો મેદાનમાં છે. આજે 2 કરોડ લોકો મતદાન કરશે.આઝમ ખાન, તેના પુત્ર અબ્દુલ્લા આઝમ અને ભાજપના સુરેન્દ્ર ખન્ના મેદાનમાં છે. બીજા તબક્કામાં જાટ, મુસ્લિમ અને ખેડૂત મતદારો મોટા પ્રમાણે છે. 2017માં આ 55 બેઠકોમાંથી ભાજપે 38, સપાએ 15 અને કોંગ્રેસે 2 બેઠક જીતી હતી. આ વખતે મોદી અહીંની રેલીમાં હાજર રહ્યા હતા. અખિલેશ યાદવ ઉન્નની લાલ પોટલી લઈને ફરી રહ્યા છે અને ભાજપને હરાવવાનું વચન આપ્યું છે. આજે ઉત્તરાખંડની 70 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. દેવભૂમિ ઉત્તરાખંડની 70 બેઠકો પર મતદાન શરૂ થતાની સાથે જ ઈવીએમને લઈને સમસ્યાઓ દેખાવા લાગી છે. દેહરાદૂનના હાથી બડકલા ખાતે બૂથ નંબર 84માં EVM બગડ્યાના સમાચાર છે.

UP Assembly elections
Voting for the second phase of UP Assembly elections …

આ સિવાય અલમોડા જિલ્લામાં પણ ઈવીએમમાં ખામી હોવાના સમાચાર છે. યુપીમાં બીજા તબક્કાના મતદાન વચ્ચે પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કર્યું હતુ. તેંણે લખ્યું છે કે યુપીના મારા ભાઈઓ અને બહેનો, વિકાસ અને પ્રગતિ માટે મતદાન કરો. ઉત્તર પ્રદેશમાં નવી રાજનીતિ, જનતાના મુદ્દાઓ સાથેની રાજનીતિ માટે તમારો મત આપો. ભાજપના નેતા જિતિન પ્રસાદે શાહજહાંપુરમાં મતદાન કર્યું. તેમણે કહ્યું કે, “હું વિશ્વાસ સાથે કહી શકું છું કે ભાજપ રાજ્યમાં 300થી વધુ બેઠકો મેળવશે. યુપીમાં બીજા તબક્કા માટે મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન સંભલમાં પ્રવીણ નામનો એક વેપારી પોતાનો મત આપવા માટે ઘોડા પર સવાર થઈને મતદાન કેન્દ્ર પર પહોંચીને મતદાન કર્યુ હતુ. આજે ગોવા પણ 40 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.

UP Assembly elections
Voting for the second phase of UP Assembly elections …

રાજ્યમાં એક તબક્કામાં જ મતદાન છે. 301 ઉમેદવાર મેદાનમાં છે. તેમા ભાજપના 40, કોંગ્રેસ 37, આપના 39, ટીએમસીના 26, એમજીપીના 13 અને અપક્ષ 68 ઉમેદવારો છે. રાજ્યમાં કુલ 11.56 લાખ મતદારો છે. ઉત્તરાખંડની 70 બેઠકો પર મતદાન છે. 632 ઉમેદવારો મેદાનમાં છે. રાજ્યની રાજનીતિમાં મોટી અસર કરનાર ગઢવાલ મંડળના 7 જિલ્લાની 29 બેઠકો પર 391 ઉમેદવાર પોતાનું ભાગ્ય અજમાવી રહ્યા છે.

Related posts

ચક્રવાત ‘મંડુસ’ આજે મધ્યરાત્રિએ દરિયાકાંઠે ટકરાશે, ભારે વરસાદની ચેતવણી જારી

Mukhya Samachar

અલ્હાબાદ હાઇકોર્ટે અરજી ફગાવી! રામજન્મ ભૂમિ વિવાદ કેસમાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને મોટી રાહત

Mukhya Samachar

કોટાના અપના ઘર આશ્રમમાં ફુડ પોઈઝનિંગથી ૩ લોકોના મોત

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy