Mukhya Samachar
Gujarat

પાણીની પરોજણ! સાબરકાંઠા જિલ્લાના જળાશયો તળિયા જાટક: જાણો કેવી છે સ્થિતિ

Watering! Reservoir bottom of Sabarkantha district Jatak: Find out the condition
  • જિલ્લામાં પીવાનું પાણી હવે માત્ર ૨૦ દિવસ સુધી ચાલશે
  • ગુહાઈ જળાશયમાં ઓછું પાણી હોવાને લઈને ખેતીમાં પાણી આપ્યું ન હતું
  • દરરોજ પાણી પુરવઠા વિભાગ દ્વારા બે સેમી પાણી લેવામાં આવે છે

સાબરકાંઠા જિલ્લાના ગુહાઈ જળાશયમાંથી રોજનું બે સેમી પાણી પીવા માટે પાણી પુરવઠા વપરાશ કરે છે ત્યારે પીવાનું પાણી હવે માત્ર ૨૦ દિવસ ચાલે તેમ છે બીજી તરફ નર્મદાના પાણીની માંગણી કરી પરંતુ હજી શરુ થયું નથી તો પાણી પુરવઠા વિભાગ અગામી દિવસમાં મોટરો મુકીને પાણી લેવું પડી શકે છે. સાબરકાંઠા જીલ્લામાં સાત જેટલા જળાશય આવેલા છે અને એમાં પણ હાથમતી અને ગુહાઈ જળાશય મહત્વના છે ત્યારે ગત ચોમાસામાં ઓછા વરસાદને લઈને ગુહાઈ જળાશય ઓછો ભરાયો હતો. તો હાથમતીમાં સારું પાણી આવ્યું હતું. ગુહાઈ જળાશયમાં ઓછુ પાણી હોવાને લઈને ખેતીમાં પાણી આપ્યું ન હતું તો હાથમતી જળાશયમાંથી શિયાળુ ખેતી માટે ખેડૂતોને પાચ પાણ આપ્યા હતા.

Watering! Reservoir bottom of Sabarkantha district Jatak: Find out the condition

હવે બંને જળાશયમાં માત્ર પીવાના પાણી આપી શકાય તેટલું પાણી હતું. હાથમતી જળાશયમાંથી ભિલોડાના ગામડાઓને પાણી આપવામાં આવે છે જયારે ગુહાઈ જળાશયમાંથી હિમતનગર તાલુકાના ૨૫, ઈડરના ૧૭ ગામોને ઉપરાંત હિમતનગર શહેરને પીવાનું પાણી આપવામાં આવે છે ત્યારે દરરોજ પાણી પુરવઠા વિભાગ ધ્વારા બે સેમી પાણી લેવામાં આવે છે.એટલે કે મહિનાનું ૫૦ હજાર કિલો લીટર અને દરરોજનું ૧૭૦૦ કિલો લીટર પાણી ગામડાઓ અને શહેરને આપવામાં આવે છે.હાલમાં ગુહાઈ જળાશયમાં ૭.૬ ટકા પાણી છે તો હાલમાં ૧૬૩.૮૩ મીટર સપાટી છે જે ૨૦ દિવસ વપરાશને લઈને બાદ ૧૬૩.૪૩ થશે ત્યાર બાદ પાણી વેલ બહાર તરાપા મુકીને મોટરથી પાણી લેવું પડી શકે છે.

Related posts

અંતે વાઇબ્રન્ટ સમિટ પર પણ લાગ્યું કોરોના ગ્રહણ સમિટ મોકૂફ રખાઇ

Mukhya Samachar

પાલનપુરમાં જળ આંદોલન : ખેડૂતોની મહાસભા યોજાઈ, કરાશે વિરોધ પ્રદર્શન

Mukhya Samachar

ગુજરાત સરકારે OBC પંચની કરી નિમણૂક: જાણો આ પંચ શું કરશે કામગીરી?

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy