Mukhya Samachar
Fashion

પહેરો રાહત આપે એવા કપડાં અને રહો ઉનાળાની ગરમીમાં કુલ કુલ!

Wear comfortable clothes and stay cool in the heat of summer!
  • કડકતી ગરમીમાં ચટક રંગોના કપડાંને ટાળો
  • ઉનાળામાં લાઈટ આસમાની રંગના કપડાં પહેરવા જોઈએ
  • સૂર્યના હાનિકારક કિરણોથી બચવા ટોપી-કેપ અને ગોગલ્સ પહેરવા

Wear comfortable clothes and stay cool in the heat of summer!

ઉનાળામાં ગરમીને કારણે અમુક કપડાં પહેરવા ચુસ્ત કપડા વધારે આક્રમક લાગે છે. આ સીઝનમાં આરામ દાયક કપડાંની વધારે જરૂર હોય છે.આવી ગરમીમાં સુતરાઉ કપડા પહેરવા જોઈએ.ઉનાળામાં સિલ્ક, નાયલોન, વેલ્વેટ જેવા ભારે વસ્ત્રો પહેરવાનું ટાળો. આનાથી તમને ન માત્ર વધુ ગરમી લાગે છે સાથે સાથે હવા પણ શરીર સુધી પહોંચતી નથી. જેના કારણે તમને ઈન્ફેક્શનનો ખતરો પણ વધી જાય છે.ગરમીથી બચવા માટે ખૂબ જ ચટક રંગોના કપડાંને ટાળવું વધુ સારું છે. ડાર્ક રંગના કપડામાં ગરમી વધુ લાગે છે અને પરસેવો પણ ખૂબ આવે છે. તેથી ઉનાળામાં લાઈટ રંગો જેવા કે લીંબુ, લીટ પિંક, પીચ, કેસરી અને આસમાની રંગના કપડાં પહેરવા જોઈએ.

Wear comfortable clothes and stay cool in the heat of summer!

ગરમીમાં બહાર જતી વખતે માથું ખુલ્લું ન રાખવું. આ તમને હીટ સ્ટ્રોક થવાનું જોખમ વધારે છે. જેના કારણે તમને માથાનો દુખાવો તેમજ ડિહાઈડ્રેશન પણ થઈ શકે છે. તેથી ઘરની બહાર નીકળતા પહેલા સ્કાર્ફ કે દુપટ્ટાથી માથું ઢાંકવાનું ભૂલશો નહીં, તેનાથી ન માત્ર તમારી સુરક્ષા થશે પણ તમારી ફેશનમાં પણ વધારો થશે.ઉનાળામાં ટોપી અને ગોગલ્સ પહેરવા એ ફેશનનો જ એક ભાગ નથી, પરંતુ તે માથા અને આંખોને ગરમીથી બચાવવાનો શ્રેષ્ઠ ઉપાય પણ છે. તેથી સૂર્યના હાનિકારક કિરણોથી પોતાને બચાવવા માટે ઉનાળામાં ટોપી-કેપ અને ગોગલ્સ પહેરવા ખૂબ ફાયદાકારક છે.

 

Related posts

સો. મીડિયા પર વાયરલ થયા સેન્ડવિચ શૂઝ

Mukhya Samachar

સૂર્યના તાપથી પગ થઈ ગયા છે કાળા? આ ઘરગથ્થુ ઉપાયો કરો થશે ચોક્કસ ફાયદો

Mukhya Samachar

જો તમે પ્લસ સાઇઝ છો? તો આ ટિપ્સ કરો ફોલો, ફેશનેબલની સાથે ટ્રેન્ડી લાગશો

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy