Mukhya Samachar
Entertainment

રિલિઝના બે દિવસ પહેલા જ લીક થઈ વેબ સીરિઝ: તાત્કાલિક મેકર્સે લીધો આ નિર્ણય

Web series leaked just two days before its release: The makers took this decision immediately
  • પંચાયત 2′ 18મેના રોજ ઓટીટી પર થઈ રીલીઝ
  • નિર્માતાઓએ મજબૂરીને કારણે બે દિવસ પહેલા કરી રીલીઝ
  • બે દિવસ પહેલા રીલીઝ થતાં ચાહકો ચોંકી ઉઠ્યા

જીતેન્દ્ર કુમાર અભિનીત વેબસીરીઝ પંચાયતે લોકોનું ખૂબ દિલ જીત્યુ હતુ અને હવે એક વખત ફરીથી તેઓ પંચાયતની બીજી સિઝન લઇને આવી રહ્યાં છે. જો કે, આ વેબ સીરીઝને કાલે એટલેકે 20મેના રોજ રીલીઝ કરવાની હતી. પરંતુ નિર્માતાઓની મજબૂરીને પગલે કાલે એટલેકે 18મેના રોજ પંચાયત 2 ઓટીટી પર રીલીઝ કરી દીધી.

Web series leaked just two days before its release: The makers took this decision immediately

‘પંચાયત 2’ને નક્કી કરેલા સમયના બે દિવસ પહેલા રીલીઝ કરાતા લોકો ખૂબ ચોંકી ગયા છે. જેની પાછળ નિર્માતાઓની એક મજબૂરીને કારણ જણાવવામાં આવી રહ્યું છે. સીરીઝના રીલીઝની જાણકારી શોના લીડ એક્ટર જીતેન્દ્ર કુમારે પોતે સોશિયલ મીડિયા પર આપી. અભિનેતા જીતેન્દ્ર કુમારે તેના ઈન્સ્ટાગ્રામ પર એક તસ્વીર શેર કરી વેબ સીરીઝના રીલીઝની એક તસ્વીર શેર કરી. તેમણે જે તસ્વીર શેર કરી છે, તેમાં તે ટીવીની સામે ઉભા રહી ગયા છે અને ટીવીની સ્ક્રીન પર પંચાયત લખેલુ જોવા મળી રહ્યું છે.

Web series leaked just two days before its release: The makers took this decision immediately

‘પંચાયત 2’ની રીલીઝ બે દિવસ પહેલા થતાં પ્રશંસકો ખૂબ હેરાન થઇ રહ્યાં છે. ચાલો અમે તમને જણાવીએ તેની રીલીઝ પાછળનું કારણ. કેટલાંક સોશિયલ મીડિયા યુઝર્સનું આ માનવુ છે કે નિર્માતા માટે જલ્દી રીલીઝ કરવી મજબૂરી થઇ ગઇ. કારણકે ‘પંચાયત 2’ એમેઝોન પ્રાઈમ પર આવ્યાં સિવાય ટેલીગ્રામ પર પણ લીક થઇ છે. પહેલા તો આ અહેવાલ પર વિશ્વાસ આવતો નહોતો. પરંતુ પછી જ્યારે સોશિયલ મીડિયામાં લોકોએ પહેલા એપિસોડનુ નામ જણાવ્યું. માનવામાં આવી રહ્યું છે કે તેના કારણે નિર્માતાઓએ ઉતાવળમાં આ સીરીઝના બે દિવસ પહેલા ઓટીટી પર રીલીઝ કરી દીધી.

Web series leaked just two days before its release: The makers took this decision immediately

મહત્વનું છે કે, પંચાયતની બીજી સિઝનમાં આઠ એપિસોડ છે અને આ એપિસોડ વધુ લાંબા ન હતા. સૌથી લાંબો એપિસોડ 45 મિનિટનો છે અને સૌથી નાનો એપિસોડ 28 મિનિટનો છે. ચાહકો આ વેબ સીરીઝની લાંબા સમયથી રાહ જોઇ રહ્યાં હતા. આની પહેલા પંચાયતની પહેલી સિઝન વર્ષ 2020માં રીલીઝ કરવામાં આવી હતી. જે ખૂબ હિટ રહી હતી.

Related posts

આવી રહ્યું છે “ભૂત”! કોમેડીથી તરબોળ ફિલ્મ “ફોન ભૂત”નું પોસ્ટર થયું રીલીઝ

Mukhya Samachar

જાણીતા ગુજરાતી અભિનેતા રસિક દવેનું 65 વર્ષની ઉમરે નિધન

Mukhya Samachar

જુગ જુગ જીયો ફિલ્મ રીલીઝ થતાં પહેલા જ આવી વિવાદમાં! મામલો પહોચ્યો કોર્ટ સુધી

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy