Mukhya Samachar
Fitness

ખૂબ પ્રયત્નો બાદ પણ વજન નથી ઘટતુ! તો ટ્રાય કરો આ યોગાસન; થશે અનેક ફાયદા

Weight loss will be followed by fatigue and constant tiredness. So try this yogasana; There will be many benefits
  • યોગથી શરીરને મળે છે ઉર્જા
  • નિયમિત યોગ કરીને રહો સ્વસ્થ્ય
  • જાણો ઉત્તાનપાદાસનના ફાયદા

Weight loss will be followed by fatigue and constant tiredness. So try this yogasana; There will be many benefits

યોગ એક એવી વસ્તુ છે જે આપણા શરીરને ઉર્જા આપે છે. ઘણા યોગાચાર્યો કહે છે કે નિયમિત રીતે યોગ કરવાથી મન અને આત્મની શાંતિની અનુભૂતિ થાય છે. યોગ શરીરને મજબૂત, સુડોળ અને લચીલુ બનાવવામાં મદદ કરે છે. તેનાથી શરીરને અનેક બીમારીઓ સામે લડવાની ઈમ્યુનિટી પાવર મળે છે. નિયમિત રીતે યોગ કરવાથી શરીર અને મન ફિટ રહે છે. આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ ઉત્તનપાદાસનના ફાયદા. ઉત્તાનપાદાસનમાં ઉત્તાનનો અર્થ થાય છે ઉપર ઉઠવુ અને પાદાનો અર્થ થાય છે ‘પગ’. આ આસનમાં પગને ઉપરની તરફ લઈ જાઓ. આ કારણે તેને ઉત્તાનપાદ આસન કહેવામાં આવે છે. આ કારણે તેને ઉત્તાનપાદ આસન કહેવામાં આવે છે. તેનો નિયમિત અભ્યાસ કરવાથી તમે ઘણી સમસ્યાઓથી બચી શકો છો.

Weight loss will be followed by fatigue and constant tiredness. So try this yogasana; There will be many benefits
ઉત્તાનપાદાસન કરવાની રીત

સૌપ્રથમ સપાટ જગ્યા પર સૂઈ જાઓ
હવે બંને અંગૂઠાને એકસાથે જોડો
આ પછી શ્વાસ લો અને તમારી જાતને સામાન્ય કરો
હવે ઉંડા ઉંડા શ્વાસ લો અને પગને ઉપર કરો
યાદ રાખો કે પગને 30 ડિગ્રીની આસપાસ જ ઉંચો કરવાનો છે
હવે પગને થોડીવાર આ રીતે ઉપર રાખો અને ધીરે ધીરે શ્વાસ લો અને બહાર કાઢો
30 સેકન્ડ પછી ઊંડા શ્વાસ બહાર કાઢતી વખતે પગને પાછા નીચે લાવો
આ રીતે ઉત્તાનપાદાસનનું એક ચક્ર પુરૂ કરો
શરૂઆતમાં 2 થી 3 ચક્ર કરો અને પછીથી ધીરે ધીરે સંખ્યામાં વધારો કરો

ઉત્તાનપાદાસન કરતી વખતે આટલી વાતોનું ધ્યાન રાખો

જો તમારે પેટની સર્જરી થઈ હોય તો આ આસન ન કરો.
ગર્ભવતી મહિલાઓએ પણ આ આસન ન કરવું જોઈએ.
આ આસન હંમેશા ખાલી પેટે કરો.
જો તમને કમરનો દુખાવો હોય તો આ આસન ક્યારેય ન કરો.

Related posts

રસોડામાં હાજર આ 5 વસ્તુઓ ઝડપથી વજન ઘટાડે છે, આજે જ તેને ડાયટમાં સામેલ કરો.

Mukhya Samachar

જો તમે પણ ઓછી ઊંઘ કરો છો? તો સાવધાન થઇ જજો! ઓછી ઊંઘને કારણે થઇ શકે છે આ બીમારીઓ

Mukhya Samachar

બ્લેક સોલ્ટના ફાયદાઓ ! વજન ઘટાડવાથી લઇ વાળને રાખે છે હેલ્ધી

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy