Mukhya Samachar
Fashion

શું આવી પણ ફેશન! આ કંપની ‘ફાટેલા-જૂના શૂઝ’ વેચી રહી છે લખોમાં: શૂઝનો લોકો કરાવે છે પ્રી-ઓર્ડર બુક

What a fashion! The company is selling 'torn-old shoes' in Lakho: People order pre-orders of shoes
  • આ કંપનીના ‘ફાટેલા-જૂના શૂઝ’ 1.43 લાખ જેટલી અધધ કિમત
  • લોકોએ કહ્યું આ શું મજાક છે
  • ફાટેલા શૂઝ સમગ્ર વિશ્વમાં પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ છે.

ફેશનના નામે દરરોજ કંઈના કંઈ નવું જોવા મળે છે. હવે લક્ઝરી ફેશન બ્રાન્ડ બાલેન્સિયાગાએ એક એવા શૂઝ માર્કેટમાં લોન્ચ કર્યા છે, જે ફાટેલા અને જૂના લાગે છે. તેની કિંમત એટલી છે કે લોકો એટલી કિંમતમાં તો કાર ખરીદી લે. બાલેન્સિયાગાના આ કલેક્શનને ‘પેરિસ સ્નીકર’નામ આપવામાં આવ્યું છે.

What a fashion! The company is selling 'torn-old shoes' in Lakho: People order pre-orders of shoes

બાલેન્સિયાગાના નવા સુપર ડિસ્ટ્રેસ્ડ શૂઝને જોયા બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સે ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કંપનીએ 100 જોડી શૂઝ જ માર્કેટમાં લોન્ચ કર્યા છે, જે સંપૂર્ણ રીતે ફાટેલા છે. ફાટેલા બાલેન્સિયાગા શૂઝની કિંમત 1,850 ડોલર (લગભગ 1.43 લાખ રૂપિયા) છે.

What a fashion! The company is selling 'torn-old shoes' in Lakho: People order pre-orders of shoes

ફાટેલા શૂઝ સમગ્ર વિશ્વમાં પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ છે. તે વિવિધ કલરમાં ઉપલબ્ધ છે. જો કોઈ આ શૂઝ ખરીદવા માગે છે તો તેને આ ફાટેલા શૂઝ માટે 1.43 લાખ રૂપિયા ખર્ચવા પડશે. આ શૂઝના કેનવાસથી માંડી તેના રબર રિપ્સ પણ ફાટેલા છે. શૂઝના આગળના ભાગમાં બાલેન્સિયાગાનો લોગો લગાવવામાં આવ્યો છે.બલેન્સિયાગાએ શૂઝ બનાવવા પાછળનો હેતુ જણાવ્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર આ શૂઝની ક્લાસિક ડિઝાઈન છે, જે મધ્યકાલિન એથ્લેટિકિઝમને પ્રતિબિંબિત કરે છે.

What a fashion! The company is selling 'torn-old shoes' in Lakho: People order pre-orders of shoes

આ શૂઝ કાળા, સફેદ, અને લાલ કલરમાં ઉપલબ્ધ છે, જેમાં સફેદ રબર લાગેલા છે અને પગની આંગળીઓનો ભાગ દેખાશે. આ શૂઝને જોઈને એવું પણ લાગે છે કે આ શૂઝ પહેલા કોઈએ પહેર્યા છે.આ કલેક્શન લેશ-અપ સ્ટાઇલમાં આવે છે, કાં તો હાઇ-ટોપ અથવા બેકલેસ, અને તેનો અર્થ આજીવન પહેરવામાં આવતા શૂઝ.બલેન્સિયાગાની સત્તાવાર વેબસાઈટના અનુસાર, બલેન્સિયાગાના આ સ્નીકર્સ તેની વેબસાઈટ દ્વારા દુનિયાભરમાં ઉપલબ્ધ થશે. તે યુરોપના માર્કેટમાં પહેલાથી જ ઉપલબ્ધ છે. અમેરિકા અને મિડલ ઈસ્ટના સ્ટોરમાં 16મે અને જાપાનમાં 23મેના રોજ ઉપલબ્ધ થશે.

 

 

Related posts

પ્રિન્ટેડ ટોપને આ જીન્સ સાથે સ્ટાઇલ કરો

Mukhya Samachar

માંગટિકાની આ ટ્રેન્ડી ડિઝાઇન તમારા લુકને વધુ ખાસ બનાવશે, જરૂર ટ્રાય કરો

Mukhya Samachar

આ હેરસ્ટાઇલ ફ્રિઝી વાળ માટે ખૂબ જ ખાસ છે

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy