Mukhya Samachar
Entertainment

પરેશ રાવલે શું રાખી એવી શરત જે સાંભળી મેકર્સને આવ્યા ચક્કર!

What condition did Paresh Rawal keep that made the makers dizzy!
  • ‘બાબુ ભઇયા’નો રોલ પરેશ રાવલ કરતા સારું કોઈ કરી શકતું નથી
  • બંને ભાગ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થયા હતા.
  • ફેન્સ આ ફિલ્મના ત્રીજા ભાગની રાહ જોઈ રહ્યા છે.

What condition did Paresh Rawal keep that made the makers dizzy!

 આ ફિલ્મના અત્યાર સુધીમાં બે ભાગ આવ્યા છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી ત્રીજા ભાગને લઇને ચર્ચાઓ ચાલી રહી છે. હેરા ફેરીના બંને ભાગમાં તમામ પાત્રોએ દર્શકોને ખુબ હસાવ્યા હતા. પરંતુ આ ફિલ્મનું એક પાત્ર એવું છે જેણે લોકોના દિલોમાં ઘર બનાવી લીધું છે. તે પાત્ર છે બાબુરાવ ગણપતરાવ આપ્ટે ઉર્ફે ‘બાબુ ભઈયા’. આ ફિલ્મમાં બોલીવુડ એક્ટર પરેશ રાવલે ‘બાબુ ભઇયા’નો રોલ કર્યો હતો. લોકોનું માનવું છે કે ‘બાબુ ભઇયા’નો રોલ પરેશ રાવલ કરતા સારું કોઈ કરી શકતું નથી. પરેશ રાવલે  કહ્યું કે, પૈસા સિવાય તેને કરવામાં કોઈ મજા નહીં આવે. જો અમે વર્ષો પછી હેરા ફેરીની સીક્વલને વાસી જોક્સ સાથે લાવીશું, તો તે કામ નહીં કરે. સ્ટોરીમાં કંઇક નવું હોવું જોઇએ, ત્યારે હું એક્સાઈટેડ થઈશ.બોલીવુડ ફિલ્મ ‘હેરા ફેરી’ તો તમે જોઈ જ હશે.

What condition did Paresh Rawal keep that made the makers dizzy!

જ્યારે હેરાફેરીની સીક્વલ વિશે તેમને પૂછવામાં આવ્યું તો પરેશ રાવલે જણાવ્યું હતું કે, જો તમે મને ઇમાનદારીથી પૂછશો તો મારા મનમાં મારા કેરેક્ટરને લઇને કોઈ એક્સાઈટમેન્ટ નથી, જ્યાં સુધી તેનો બેકડ્રોપ અલગ ન હોય. જો મને ફરીથી તે વસ્તુ કરવાની છે. તે પ્રકારે ધોતી પહેરી, ચશ્મા લગાવી ચાલવાનું છે, તો પછી હું વધારે પૈસા ચાર્જ કરીશ. તમને જણાવી દઈએ કે, પરેશ રાવલ અગાઉ ફિલ્મ ‘શર્માજી નમકીન’માં જોવા મળ્યા હતા. હવે તે કાર્તિક આર્યનની ફિલ્મ ‘શહઝાદા’માં જોવા મળશે.હેરા ફેરીના બંને ભાગમાં પરેશ રાવલ, અક્ષય કુમાર અને સુનિલ શેટ્ટીએ મુખ્ય રોલ કર્યા હતા. હેરા ફેરીનો પહેલો ભાગ 2000 માં રીલિઝ થયો હતો. તેની સફળતાને જોતા મેકર્સે વર્ષ 2006 માં તેનો બીજો ભાગ રીલિઝ કર્યો અને બંને ભાગ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થયા હતા. ત્યારે હવે ફેન્સ આ ફિલ્મના ત્રીજા ભાગની રાહ જોઈ રહ્યા છે.

Related posts

ગંગુબાઈ કાઠિયાવાડી’નું સ્પેશિયલ સ્ક્રીનિંગ જર્મનીમાં યોજાશે

Mukhya Samachar

36 વર્ષથી બંધ પડેલી વેરાન કોલેજમાં ‘યુ-ટર્ન’નો ક્લાઈમેક્સ શૂટ કરવો ડરામણો હતોઃ અલાયા ફર્નિચરવાલા

Mukhya Samachar

પુષ્પા 2ની સ્ટોરી થઈ લીક! 2જા ભાગમાં શ્રીવલ્લી નહીં હોય? જાણો શું બોલ્યા નિર્માતા

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy