Mukhya Samachar
Tech

Wi-Fi વિષે તો બધા જાણતા હશો પર શું તમે Li-Fi વિષે જાણો છો ? આ રહી માહિતી

 what-is-the-difference-between-wifi-and-lifi-and-how-light-fidelity-is-used

ઇન્ટરનેટના યુગમાં વાઈ-ફાઈ (Wi-Fi) બહુ સામાન્ય થઈ ગયું છે. તમે પણ વાઈ-ફાઈ વિશે ઘણું બધું જાણતા હશો અને તેનો ઉપયોગ પણ કર્યો હશે. પરંતુ વાઈફાઈ જેવું જ એક નામ છે લાઈ-ફાઈ (Li-Fi). વાઈ-ફાઈનો તો તમે ઉપયોગ કર્યો હશે, પરંતુ શું તમે લાઈ-ફાઈ વિશે જાણો છો? લાઈફાઈ પણ ઇન્ટરનેટથી જ સંબંધિત છે, પરંતુ તેની કામ કરવાની રીત થોડી અલગ છે. જો તમે પણ લાઈ-ફાઈ વિશે જાણી લેશો તો તો તેનો ઉપયોગ જરૂરથી કરવા ઇચ્છશો.

શું હોય છે લાઈફાઈ?

લાઈફાઈનું ફુલ ફોર્મ લાઇટ ફિડેલિટી (Light Fidelity) છે. આ એક વાયરલેસ કમ્યુનિકેશન ટેક્નોલોજી છે, જેનો ડેટા ટ્રાન્સફર માટે ઉપયોગ થાય છે. લાઈફાઈ વિશે જાણતા પહેલા તમને જણાવી દઈએ કે ઇન્ટરનેટ પર જે પણ ડેટા ટ્રાન્સફર થાય છે, તે 1, 0ના રૂપમાં થાય છે, જેને બાઇનરી લેન્ગ્વેજ કહેવામાં આવે છે. તમે ઇન્ટરનેટ પર જે પણ રિઝલ્ટ ઇચ્છો છો, તે તમને 0, 1 દ્વારા મળે છે. એવામાં જ્યારે તમે વાઈફાઈથી ઇન્ટરનેટ ચલાવો છો તો આ ડેટા રેડિયો સિગ્નલના માધ્યમથી આવે છે. વાઈફાઈમાં કોઇપણ સિગ્નલ 0, 1 દ્વારા ટ્રાન્સફર થાય છે, પરંતુ લાઈફાઈની રીત અલગ છે.

 what-is-the-difference-between-wifi-and-lifi-and-how-light-fidelity-is-used

લાઈફાઈ કઈ રીતે કામ કરે છે?

લાઈફાઈની સિસ્ટમ અલગ હોય છે અને લાઇટના માધ્યમથી ડેટા ટ્રાન્સફર થાય છે. તેમાં સિસ્ટમમાં એક એલઇડી બલ્બ લાગેલો હશે અને તેનાથી નીકળતા પ્રકાશના માધ્યમથી ડેટા ટ્રાન્સફર થશે. એટલે કે તેમાં એક એલઈડી દ્વારા ઇન્ટરનેટ મળશે. ઘણાં લોકોનું માનવું છે કે રેડિયો સિગ્નલ દ્વારા ડેટા મોકલી શકાય છે, પરંતુ લાઇટ હંમેશા બળતી રહે છે તો કઈ રીતે 1, 0 મોકલી શકાય છે. પરંતુ લાઈફાઈમાં એલઈડી બલ્બ ફ્લિકર કરશે અને તેના દ્વારા ડેટા મોકલવામાં આવશે. તે અમુક સેકન્ડમાં લાખો વખત ફ્લિકર કરશે એટલે કે ઝબૂક-ઝબૂક થશે અને તેના દ્વારા તમને ઇન્ટરનેટ મળશે. પરંતુ તેની તમને જાણ નહીં થાય.

કઈ રીતે મળશે ઇન્ટરનેટ?

સામાન્ય ભાષામાં સમજીએ તો લાઈફાઈમાં ઇન્ટરનેટ એક એલઇડી બલ્બ દ્વારા મળે છે. જેમ કે, એક એલઇડી તમારા ઘરમાં લગાવી દેવામાં આવશે, જેથી તમને લાઈટના માધ્યમથી ઇન્ટરનેટ મળશે. તેમાં પણ એક સિસ્ટમ લાગે છે અને એક લેમ્પ ડ્રાઇવર લાગેલું હોય છે, જેમાં ડેટા ટ્રાન્સફરનું મહત્વનું કામ હોય છે. ત્યારબાદ એલઈડીના પ્રકાશથી તમને ઇન્ટરનેટ મળે છે. પરંતુ તે બહુ ચલણમાં નથી અને તેને સામાન્ય થવામાં સમય લાગશે. આ માટે ખાસ પ્રકારના ડિવાઇસની જરૂર હોય છે અને તમારું ડિવાઇસ પણ લાઈફાઈને સપોર્ટ કરે તેવું હોવું જરૂરી છે.

 what-is-the-difference-between-wifi-and-lifi-and-how-light-fidelity-is-used

લાઈફાઈનો ફાયદો શું છે?

માનવામાં આવે છે કે આવનારા સમયમાં આ ઘણું પ્રચલિત બની શકે છે અને લોકો લાઈટ દ્વારા ઇન્ટરનેટ મેળવી શકશે. જો તેના ફાયદાની વાત કરીએ તો તેની સ્પીડ વાઈફાઈથી ઘણી વધારે હશે, પરંતુ તે ઘણી બધી બાબતો પર નિર્ભર કરે છે. આ ઉપરાંત, તેને વધુ સિક્યોર માનવામાં આવે છે, કારણકે તેને અમુક મર્યાદા સુધી યુઝ કરી શકાય છે. જેમ કે, જ્યાં લાઈફાઈની લાઈટ પહોંચશે, ત્યાં જ ઇન્ટરનેટ ચાલશે. એટલે કોઇપણ તમારા ઇન્ટરનેટનો ઉપયોગ નહીં કરી શકે અને તે વીજળીની પણ બચત કરે છે.

લાઈફાઈના ગેરફાયદા શું છે?

લાઈફાઈનું એક નુકસાન એ છે કે તમે લાઇટ વગર તેનો ઉપયોગ નથી કરી શકતા અને તમે અંધારામાં તેનો ઉપયોગ નહીં કરી શકો. સાથે જ તે ઘણું મોંઘું માનવામાં આવે છે અને એક રૂમમાંથી બીજા રૂમમાં ઉપયોગ કરવા માટે પણ તેમાં મુશ્કેલી થશે. આ માટે બહુ મર્યાદિત ઝોન હશે, જ્યાં ઇન્ટરનેટ ચલાવી શકાશે.

 

Related posts

આઇફોનથી એન્ડ્રોઇડમાં મીડિયા ફાઇલ્સ ટ્રાન્સફર કરવી બની વધુ સરળ, જાણો પૂરી પ્રોસેસ

Mukhya Samachar

હવે ડેસ્કટોપ યુઝર્સ પણ ગ્રુપ કોલ કરી શકશે, વોટ્સએપે એક નવું અપડેટ બહાર પાડ્યું છે

Mukhya Samachar

તમારું કોમ્પ્યુટર થઇ ગયું છે સ્લો? તો જાણો તેના કારણો અને ઉપાયો

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy