Mukhya Samachar
Tech

WhatsApp એડમીન બનશે વધુ પાવરફૂલ હવે ગ્રુપનો કોઇપણનો મેસેજ કરી શકશે ડિલીટ

whatsapp-admin-can-delete-message-for-everyone-feature-release
  • વોટ્સએપ એક એવું ફીચર રજૂ કરી રહ્યું છે
  • ગ્રુપ એડમિનને તમામ સભ્યો માટે કોઈપણ સંદેશને ડિલીટ કરવાની મંજૂરી આપશે
  • વોટ્સએપ ગ્રુપ એડમિન મેસેજિંગ પ્લેટફોર્મ પર પોતાના ગ્રુપ્સને વધુ સારી રીતે ઓપરેટ કરી શકશે

આજકાલ બધાના મોબાઈલમાં તમે વોટ્સએપ હોય જ છે જે પણ વ્યક્તિ સ્માર્ટફોન વાપરે છે તેના મોબાઈલમાં આ ઇન્સ્ટન્ટ મેસેન્જીંગ એપ જોવા મળે છે. લોકો તેમાં ગ્રુપ બનાવીને પણ વાતો કરે છે ત્યારે તેમાં રહેલ એડમીનને હવે વધુ પાવર મળી શકે છે, હકીકતમાં, WABetaInfo ના તાજેતરના અહેવાલ મુજબ, વોટ્સએપ ટૂંક સમયમાં એક સુવિધા બહાર પાડી શકે છે જે ગ્રુપ એડમિનને તમામ સભ્યો માટે કોઈપણ સંદેશને ડિલીટ કરવાની મંજૂરી આપશે. જો કે નોંધનીય બાબત એ છે કે આ સેવા પહેલા ફક્ત કેટલાક બીટા પરીક્ષકો માટે જ ઉપલબ્ધ છે.

રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, જ્યારે તમે અન્ય ગ્રુપ પાર્ટિસિપન્ટ દ્વારા મોકલવામાં આવેલા મેસેજને ડિલીટ કરો છો તો બીજા લોકો તે મેસેજ જોઈ શકે છે, પરંતુ હવે જો એડમિન કોઈ મેસેજ ડિલીટ ફોર એવરીવન કરી દે છે તો તે કોઈને જોવા નહીં મળે. તે જ સમયે, જો આ સુવિધા તમારા એકાઉન્ટ માટે ઉપલબ્ધ કરવામાં આવી નથી, તો ચિંતા કરશો નહીં. ટૂંક સમયમાં જ તે દરેક માટે રોલ આઉટ કરવામાં આવશે. તે હાલમાં કેટલાક બીટા પરીક્ષકો માટે ઉપલબ્ધ છે.

whatsapp-admin-can-delete-message-for-everyone-feature-release

WABetaInfo એ ટ્વીટ કર્યું, “એન્ડ્રોઇડ 2.22.17.12 માટે વોટ્સએપ બીટા: નવું શું છે? વોટ્સએપ એક એવું ફીચર રજૂ કરી રહ્યું છે જે ગ્રુપ એડમિનને દરેક માટે મેસેજ ડિલીટ કરવાની સુવિધા આપશે. તે કેટલાક બીટા પરીક્ષકો માટે ઉપલબ્ધ છે!”

WABetaInfoએ એક રિપોર્ટમાં જણાવ્યું છે કે, વોટ્સએપ ગ્રુપ એડમિન માટે એડમિન ડિલીટ નામનું ફીચર સક્ષમ કરવામાં આવી રહ્યું છે, જેથી તેઓ મેસેજિંગ પ્લેટફોર્મ પર પોતાના ગ્રુપ્સને વધુ સારી રીતે ઓપરેટ કરી શકે. જો તમે આ સર્વિસ તમારા વોટ્સએપ એકાઉન્ટ માટે ઇનેબલ છે કે નહીં તેની ચકાસણી કરવા માંગો છો, તો આ પ્રક્રિયા ખૂબ જ સરળ છે. જો તમે ગ્રુપ એડમિન છો અને તમે કોઈ પણ ઇનકમિંગ મેસેજને ડિલીટ કરવાનો પ્રયાસ કરો છો અને તમને ડિલીટ ફોર એવરીવન ફીચર દેખાય છે તો સમજો કે આ સર્વિસ તમારા માટે આપવામાં આવી છે.

Related posts

શું તમે Google ડૉક્સનો ઉપયોગ કરો છો? બિલ્ડીંગ બ્લોક ફીચર કામને સરળ બનાવશે

Mukhya Samachar

કાચબાની ઝડપે ચાલે છે લેપટોપ, તો આ રીતે મિનિટોમાં Boost કરો સ્પીડ, પછી જુઓ કમાલ

Mukhya Samachar

બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા ગેમ પર ભારતમાં લાગ્યો પ્રતિબંધ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy