Mukhya Samachar
EntertainmentGadgetsTech

વ્હોટ્સએપ પોતાના યુઝર્સ માટે આ નવા ફીચર્સ લઈને આવી રહ્યું છે

whtsaapp new update
  • 5 જેટલા નવા અપડેટ લઈને આવી રહ્યું છે વ્હોટ્સએપ
  • ઇન્સ્ટાગ્રામ અને સિક્યુરિટીને લઈ નવા ઓપ્શન આપશે
  • નવા વર્ષેની ભેટ લઈને આવી રહ્યું છે વ્હોટ્સએપ

 

આજની 21મી સદીમાં લોકો ટેકનૉલોજિનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. વ્યક્તિ સવારે ઊઠે ત્યારથી લઈને સાંજે સુવે ત્યાં સુધી અનેક ડિવાઇઝનો ઉપયોગ કરે છે. મનુષ્ય સૌથી વધુ મોબાઈલનો ઉપયોગ કરી રહ્યો છે. એમાપણ ફોન કોલ નહીં પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યો છે આજના આ એડવાન્સ ટેકનૉલોજિના યુગમાં નવા નવા અપડેટ્સ આવી રહ્યા છે. ત્યારે સૌથી વધુ ઉપયોગમાં લેવાની સોશિયલ મીડિયા સાઇટ પણ નવા અપડેટ્સ આપવા જઇ રહી છે. નવા વર્ષથી વ્હોટ્સએપ નવા ઘણા નવા અપડેટ્સ આપવા જઈ રહ્યું છે. નવા ફીચર્સ વિશે જાણીને તમે પણ ચોંકી જશો. એટલું જ નહીં, યુઝર્સ પોતાની સિક્યોરિટીને હજુ પણ વધારી શકશે. વ્હોટ્સ એપ પર કેટલાક ઇન્સ્ટાગ્રામના ઓપ્શન મળશે. જ્યારે લોગઆઉટનો ઓપ્શન પણ મળી શકે છે. વ્હોટ્સ એપ નવા 5 જેટલા ફીચર્સ આપવા જઇ રહ્યું છે.

whatsapp update

WhatsApp is bringing these new features for its users

અત્યાર સુધી વ્હોટ્સએપ પર માત્ર એકાઉન્ટ ડિલીટ કરવાનો વિકલ્પ હતો, પરંતુ હવે લોગઆઉટનો ઓપ્શન પણ આવવાની સંભાવના છે.  પ્રાપ્ત રિપોર્ટ અનુસાર, ડિલીટ એકાઉન્ટનો વિકલ્પ લોગઆઉટમાં બદલી શકાય છે. હવે યુઝર જ્યારે ઈચ્છે ત્યારે લોગઈન કરી શકે છે અને જ્યારે ઈચ્છે ત્યારે લોગઆઉટ કરી શકશે. આ સાથે, ચેટ્સ, મીડિયા ફાઇલો ડિલીટ કરવાની જરૂર રહેશે નહીં અને પોતાની મરજીથી બ્રેક લઈ શકશે. જેમ કે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પાસે ડિએક્ટિવેટ કરવાનો ઓપ્શન છે. તેવો હવે વ્હોટ્સ એપમાં પણ આવી શકે છે.

મોટાભાગના લોકો હજુ સુધી મલ્ટી ડિવાઇસ સપોર્ટ વિશે જાણતા નથી. અત્યારે તે એન્ડ્રોઇડ અને iOS યુઝર્સનાં બીટા યુઝર્સ માટે ઉપલબ્ધ છે. આવતા વર્ષ સુધીમાં, આ ફીચર પણ દરેક માટે રજૂ કરવામાં આવશે. આનાથી યુઝર્સને સ્ટેબલ ઇન્ટરનેટ કનેક્શન સાથે જોડાયેલા પ્રાઇમરી ડિવાઇસ વિના તેમના વ્હોટ્સએપ એકાઉન્ટમાં લૉગિન કરી શકશો. વધુમાં જો વાત કરવામાં આવે તો અત્યાર સુધી, વ્હોટ્સએપમાં લાસ્ટ સીનને લઇને એવરીવન, નોબડી અને માય કોન્ટેક્ટ એમ માત્ર ત્રણ જ ઓપ્શન દેખાતા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, હવે બીજો વિકલ્પ પણ આવી રહ્યો છે, જેમાં સ્પેસિફિક લોકો લાસ્ટ સીન માટે છુપાવી શકશે. ન્યૂયરના સમયે વ્હોટ્સએપ પોતાના નવા ફીચર્સ સાથે અપડેટ લઈને આવી રહ્યું છે. ત્યારે તમે પણ નવા અપડેટના ઉપયોગ માટે તૈયાર રહેજો અને જેવું આવે એટ્લે તરતજ ઇન્સ્ટોલ કરી નવી સુવિધાનો લાભ મેળવજો.

Related posts

ACમાં ગેસ પૂરો નથી થયો! મિકેનિક તમને છેતરે છે, તમારી જાતે આ રીતે તપાસો

Mukhya Samachar

ગુલાબી કે વાદળી નહીં રણબીર કપૂર-આલિયા ભટ્ટના બેબીરૂમનો કલર હશે કઈક આવો

Mukhya Samachar

અમિતાભ બચ્ચને શેર કરી એક જૂની તસવીર, ઓળખો કોણ છે આ સુંદર દેખાતું માસૂમ બાળક

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy