Mukhya Samachar
Tech

વ્હોટ્સએપે કર્યું નવું ફીચર લોન્ચ! ચેટ કર્યાં વગર ઇમોજીની મદદથી આપી શકાશે રીપ્લાય

WhatsApp launches new feature! Replies can be made using emoji without chatting
  • ઇમોજીસની મદદથી તમારી લાગણી શેર કરી શકશો
  • માર્ક ઝુકરબર્ગે યુઝ કરવાની પ્રોસેસ જણાવી
  • ઇમોજીની મદદથી રીપ્લાય આપી શકાશે

launches

વ્હોટ્સએપે તેના રિએક્શન ફીચરને રોલઆઉટ કરી દીધું છે. આ માહિતી વ્હોટ્સએપની પેરેન્ટ કંપની મેટાના CEO માર્ક ઝુકરબર્ગે પોતાના ફેસબુક પેજ પરથી આપી છે. ઝુકરબર્ગે કહ્યું કે, આજથી એટલે કે 5 મે,2022થી વ્હોટ્સએપ રિએક્શન ફીચર રોલઆઉટ થવા લાગ્યું છે. શરૂઆતમાં વ્હોટ્સએપ દ્વારા 6 ઇમોજી રોલઆઉટ કરવામાં આવ્યા છે. આમાં થમ્સ-અપ, હૃદય, હાસ્ય, આશ્ચર્ય, ઉદાસી અને આભાર જેવા ઇમોજીસ શામેલ છે.વ્હોટ્સએપ રિએક્શન ફીચરની મદદથી તમે કોઇપણ ચેટ પર પોતાના એક્સપ્રેશનને ટેક્સ્ટ મેસેજ વગર ઇમોજીની મદદથી શેર કરી શકો છો. આવું ફીચર ફેસબુક પર પહેલેથી જ છે. અત્યારે વ્હોટ્સએપ પર ઇમોજીસ સાથે જવાબ આપવાની સુવિધા છે, પરંતુ હવે ઇમોજીસ સાથે રિએક્ટ કરવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. જેના માટે તમારે ચેટબોક્સમાં જઈને ઇમોજી સિલેક્ટ કરવાની જરૂર નથી. યુઝર્સ મેસેજ પર લાંબા સમય સુધી ટૅપ કરીને ઇમોજીસ રિએક્શન આપી શકશે.

WhatsApp launches new feature! Replies can be made using emoji without chatting

ઇમોજીનો અર્થ:

થમ્સઅપ : તમે તમારી સામે જે છે તેના સાથે સહમત છો.

હાર્ટ : તેનો ઉપયોગ પ્રેમ અને રોમાંસને વ્યક્ત કરવા માટે કરી શકાય છે.

સરપ્રાઈઝ : આ ઇમોજીનો ઉપયોગ તમે આશ્ચર્ય, ઉત્તેજનાની લાગણી વ્યક્ત કરવા માટે કરી શકો છો.

સ્માઈલ : આ ઇમોજીનો ઉપયોગ તમે હસવા-ખુશી વ્યક્ત કરવા માટે કરી શકો છો.

સેડ : આ ઇમોજી દ્વારા તમે નિરાશા અથવા કોઈ પ્રકારની નકારાત્મક અભિવ્યક્તિ બતાવી શકે છે.

થેન્ક્સ : આ ઇમોજી દ્વારા તમે કોઇનો આભાર વ્યક્ત કરી શકો છો.

 

સૌથી પહેલા વ્હોટ્સએપને અપડેટ કરો. એન્ડ્રોઇડ યુઝર્સ ગૂગલ પ્લે સ્ટોર અને IOS યુઝર્સ એપલ એપ સ્ટોર પરથી વ્હોટ્સએપને અપડેટ કરી શકે છે.વ્હોટ્સએપની જે ચેટનો તમે રીપ્લાય આપવા માંગો છો તે ચેટને ઓપન કરો.ત્યારબાદ તે ચેટ પર ટેપ કરો એટલે પોપ-અપ મેસેજ આવશે.આ મેસેજમાં ઘણા પ્રકારના ઇમોજીસ હશે. આમાંથી તમે જે ઇમોજીને રીપ્લાય તરીકે યુઝ કરવા માગો છો તેને પસંદ કરો.પોપ-અપ મેસેજમાં કુલ 6 ઇમોજી દેખાશે.તમારે તેમાંથી એકની પસંદગી કરવાની રહેશે, જે મેસેજના રીપ્લાય તરીકે નીચે દેખાશે.

 

Related posts

Instagram Quiet Mode: ઇન્સ્ટાગ્રામે બહાર પાડ્યું શાનદાર ફીચર, સમયને મેનેજ કરવામાં મદદ કરશે, આ રીતે કામ કરશે

Mukhya Samachar

Vivo V23e 5G પર મળી રહ્યું છે તગડું ડિસ્કાઉન્ટ , તો આજે જ વસાવો આ 5G ફોન

Mukhya Samachar

પુરા 5 કિલોમીટર ફ્રી માં વાત કરાવશે આ ડિવાઇસ, ના કોઈ રિચાર્જ પ્લાન અને ના કોઈ વેલિડિટીની ઝંઝટ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy