Mukhya Samachar
National

 ઘઉંની નિકાસ પર પ્રતિબંધ!  G-7 દેશોએ PM મોદીને  કરી અપીલ

Wheat exports banned! G-7 countries appeal to PM Modi
  • ભારતની એક્શન પર  G-7 દેશોને લાગ્યા મરચા
  • ભારતે ઘઉંની નિકાસ પર લગાવ્યા  નિયંત્રણો 
  • પીએમ મોદીને કરી ભલામણ

Wheat exports banned! G-7 countries appeal to PM Modi

 

G-7 દેશોએ ભારત સરકાર દ્વારા ઘઉંની નિકાસ પર રોક લગાવાની નિંદા કરી છે.સાત ઔદ્યોગિક દેશોના ગ્રુપના કૃષિ મંત્રીઓએ શનિવારે ભારતના આ નિર્ણયની ટીકા કરી હતી. જર્મન કૃષિ મનંત્રી કેમ ઓઝડેમિરે સ્ટટગાર્ટમાં એખ પ્રેસ કોન્ફ્રેંસમાં કહ્યું કે, જો કોઈ નિકાસ પ્રતિબંધ અથવા બજાર બંધ કરવાનું શરૂ કરી દેશે, તો તેનાથી સંકટ વધારે ખરાબ થશે. આપને જણાવી દઈએ કે, જી 7 દેશોમાં બ્રિટેન, કેનેડા, ફ્રાંસ, જર્મની, ઈટલી, જાપાન અને અમિરાક સામેલ છે.G7 ઔદ્યોગિક રાષ્ટ્રોના મંત્રીઓએ વિશ્વભરના દેશોને ઉત્પાદન બજારો પર વધુ દબાણ લાવી શકે તેવા પ્રતિબંધિત પગલાં ન લેવા વિનંતી કરી. ઓઝડેમિરે કહ્યું, “અમે ભારતને જી20 સભ્ય તરીકે તેની જવાબદારી સ્વીકારવા માટે આહ્વાન કરીએ છીએ.” કૃષિ મંત્રી જૂનમાં જર્મનીમાં યોજાનારી G7 સમિટમાં આ વિષયને સંબોધિત કરવાની ભલામણ કરશે, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

Wheat exports banned! G-7 countries appeal to PM Modi

સ્થાનિક સ્તરે વધતી કિંમતોને નિયંત્રિત કરવાના પગલાંના ભાગરૂપે ભારતે તાત્કાલિક અસરથી ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. જો કે, ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) એ 13 મેના રોજ બહાર પાડવામાં આવેલ એક નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે, “આ નોટિફિકેશનની તારીખે અથવા તે પહેલાં અફર ક્રેડિટ લેટર્સ (LOC) જારી કરવામાં આવ્યા હોય, તેવા માલસામાનની નિકાસની પરવાનગી આપવામાં આવશે.” DGFT એ એ પણ સ્પષ્ટ કર્યું કે, ઘઉંની નિકાસને ભારત સરકાર દ્વારા અન્ય દેશોને તેમની ખાદ્ય સુરક્ષા જરૂરિયાતોને પહોંચી વળવા અને તેમની સરકારોની વિનંતીના આધારે આપવામાં આવેલી પરવાનગીના આધારે મંજૂરી આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે ભારત વિશ્વમાં ઘઉંના ઉત્પાદનમાં બીજા ક્રમે છે.

 

 

Related posts

કોટાના અપના ઘર આશ્રમમાં ફુડ પોઈઝનિંગથી ૩ લોકોના મોત

Mukhya Samachar

આનંદો! એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો; જાણો શું છે નવો ભાવ

Mukhya Samachar

શું આખું જોશીમઠ શહેર એકસાથે તૂટી જશે? ઈસરોએ પ્રથમ વખત જાહેર કરી સેટેલાઇટ ઇમેજ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy