Mukhya Samachar
Offbeat

શા માટે આ પાંચ શહેરોના નામ રાક્ષસો પરથી રખાયા છે ? જાણો રોચક ઈતિહાસ

Why are these five cities named after demons? Learn interesting history
  • એવા શહેરના નામ બતાવીશું જેમના નામ પ્રાચીન કાળમાં રાક્ષસો પર રાખવામાં આવ્યા છે
  • તિરુચિરાપલ્લીનું નામ થિરિસિરન રાક્ષસના નામ પરથી પડ્યું છે
  • જાલંધરનું નામ જલંધર નામના રાક્ષસના નામ પરથી પડ્યું છે

આપણા દેશમાં મોટાભાગના શહેરો, રસ્તાઓ અને જગ્યાઓના નામ કોઈ મહાપુરુષ, ક્રાંતિકારીઓ, રાજનેતાઓ અને શહીદોના નામ પર રાખવામાં આવે છે. ઈશ્વરના નામે તમે અનેક જગ્યાઓના નામ જોયા હશે કે સાંભળ્યા હશે. પરંતુ અમે તમને એવા શહેરના નામ બતાવીશું જેમના નામ પ્રાચીન કાળમાં રાક્ષસો પર રાખવામાં આવ્યા છે.

Why are these five cities named after demons? Learn interesting history

તિરુચિરાપલ્લી,તમિલનાડુ

તમિલનાડુનું શહેર તિરુચિરાપલ્લીનું નામ થિરિસિરન રાક્ષસના નામ પરથી પડ્યું છે. કહેવામાં આવે છે કે આ શહેરમાં થિરિસિરન રાક્ષસે ભગવાન શિવની તપસ્યા કરી હતી. આ કારણે આ શહેરનું નામ થિરિ-સિકરપુરમ પડ્યું. જે પછી થિરિસિરપુરમ થયું અને હવે તિરુચિરાપલ્લીના નામથી ઓળખવામાં આવે છે.

Why are these five cities named after demons? Learn interesting history
પલવલ, હરિયાણા

પલવલ હરિયાણાનું એક મુખ્ય શહેર છે. તેનું નામ પલંબાસુર રાક્ષસના નામ પરથી પડ્યું છે. પ્રાચીન કાળમાં આ શહેરને પલંબરપુર પણ કહેવામાં આવતું હતું. સમયની સાથે તેનું નામ બદલાઈને પલવલ થઈ ગયું.

Why are these five cities named after demons? Learn interesting history
મૈસૂર, કર્ણાટક

મૈસૂર કર્ણાટકનું એક ઐતિહાસિક શહેર છે. તેનું નામ મહિષાસુર રાક્ષસના નામ પરથી પડ્યું છે. મહિષાસુરના સમયે તેને મહિષા-ઉરુ કહેવામાં આવતું હતું. પછી મહિષુરુ અને તેના પછી કન્નડમાં તેને મૈસુરુ કહેવામાં આવ્યું. જે હવે મૈસૂરના નામથી ઓળખવામાં આવે છે.

Why are these five cities named after demons? Learn interesting history
જલંધર,પંજાબ

પંજાબના શહેર જાલંધરનું નામ જલંધર નામના રાક્ષસના નામ પરથી પડ્યું છે. પ્રાચીન કાળમાં આ શહેર જલંધર રાક્ષસની રાજધાની હોવાનું મનાય છે.

Why are these five cities named after demons? Learn interesting history
ગયા,બિહાર

બિહારના ગયા શહેરનું નામ ગયાસુરના રાક્ષસના નામ પરથી પડ્યું છે. માન્યતા પ્રમાણે જ્યારે અસુર સ્વર્ગ પહોંચવા લાગ્યા ત્યારે તેમને રોકવા માટે ભગવાન નારાયણે બ્રહ્માજી દ્વારા યજ્ઞ માટે ગયાસુર પાસેથી તેનું શરીર માગી લીધું. કહેવાય છે કે આખું ગયા શહેર આ રાક્ષસના પાંચ કોસનું શરીર છે.

 

Related posts

આ ટેકનૉલોજિના યુગમાં પણ બહેને ભાઈને ૪૩૪ મીટર લાંબો પત્ર લખ્યો

Mukhya Samachar

અજીબ ઘટના: આ જગ્યાએ લોકો કરે છે પથ્થરોની ચોરી

Mukhya Samachar

પાન ખાવા વાળા જંતુઓના મળથી તૈયાર કરી ચા, લોન્ચ કરવા માટે એકઠા કર્યા લાખો રૂપિયા, ટેસ્ટ પણ છે અદ્ભુત!

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy