Mukhya Samachar
Politics

કોંગ્રેસને મળશે ઝટકો? કોંગ્રેસથી નારાજ ધારાસભ્ય અશ્વિન કોટવાલ કોંગ્રેસથી છેડો ફાડે તેવા એંધાણ

Will Congress get a tweak? Disgruntled with the Congress, MLA Ashwin Kotwal is splitting from the Congress
  • કોંગ્રેસથી નારાજ ધારાસભ્ય અશ્વિન કોટવાલ કોંગ્રેસથી છેડો ફાડે તેવા એંધાણ
  • અશ્વિન કોટવાલ જોડાઈ શકે છે ભાજપમાં
  • 4 ટર્મથી ચૂંટાતા અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાશે: સૂત્ર

Will Congress get a tweak? Disgruntled with the Congress, MLA Ashwin Kotwal is splitting from the Congress

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષપલટાનો દોર શરૂ થવાના એંધાણ પૂરેપૂરા વર્તાઇ ચૂક્યા છે. કોંગ્રસ પાર્ટીથી નારાજ થયેલા ધારાસભ્યોના રિસામણા મનામણા ચાલી રહ્યા છે. ત્યારે કોંગ્રેસમાં વધુ એકવાર ભંગાણ થવાના વરતારા દેખાઈ રહ્યા છે. ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા ધારાસભ્ય અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાશે તેવી વાતોએ જોર પકડયું છે.

Will Congress get a tweak? Disgruntled with the Congress, MLA Ashwin Kotwal is splitting from the Congress

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસની સ્થિતિ એક સાંધે ત્યાં તેર તૂટે તેવી થઇ છે. કોંગ્રેસમાં નારાજગી અને પક્ષપલટાનો દોર શરુ થયો છે. ત્યારે ઘણા સમયથી નારાજ ચાલી રહેલા કોંગ્રેસના ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ ટૂંક સમયમાં ભાજપમાં જોડાઇ શકે છે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી છે. અગાઉ ખેડબ્રહ્મા તાલુકા પંચાયત પણ તૂટી હતી ત્યારે હવે ફરી એકવાર કોંગેસને ફટકો પડી શકે છે. મહત્વનું છે કે અશ્વિન કોટવાલ પ્રદેશ હાઇકમાન્ડ સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે ત્યારે હવે જો અશ્વિન કોટવાલ પણ હાથનો સાથ છોડશે તો ગુજરાત કોંગ્રેસને ફટકો પડશે.

Will Congress get a tweak? Disgruntled with the Congress, MLA Ashwin Kotwal is splitting from the Congress

મહત્વનુ છે કે ખેડબ્રહ્મા સીટ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસનો ગઢ રહી છે. અહીં કોંગ્રેસ 3-4 ટર્મથી જીતતી આવી છે. અશ્વિન કોટવાલ થકી કોંગ્રેસ ઉત્તર ગુજરાતમાં આદિવાસી વિસ્તારોમાં સારુ પ્રભૂત્વ મેળવી રહી છે. આવા સમયમાં કોંગ્રેસ આદિવાસી મતદારોને પોતાની તરફ આકર્ષવા માટેના જે કાર્યક્રમો કરી રહી છે તેમાં અશ્વિન કોટવાલની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી. જે આવનાર ચૂંટણીને લઇને આદિવાસી મતવિસ્તારોનો આકર્ષવા કોંગ્રેસ માટે ઘણી ચિંતાજનક સાબિત થઇ શકે છે.

Related posts

મુલાયમ સિંહ યાદવની નાની પુત્રવધુ ભાજપમાં જોડાઈ

Mukhya Samachar

બળવાખોર એકનાથ શિંદે એ કર્યું શક્તિ પ્રદર્શન; 42 ધારાસભ્યોના નામની યાદી કરી જાહેર

Mukhya Samachar

સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું- વસુધૈવ કુટુંબકમ અમારી પરંપરા છે, કોરોના મહામારીમાં 180 દેશોમાં વેક્સીન મોકલવામાં આવી

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy