Mukhya Samachar
Gujarat

દિવાળી અને બેસતા વર્ષે રાજ્યમાં વરસાદ પડશે કે ઠંડી? જાણો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શું કરી આગાહી

Will it rain or be cold in the state during Diwali and next year? Know what meteorologist Ambalal Patel predicted

રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનના કારણે સૂકા પવનો ફૂંકાવવાના શરૂ થઈ ગયા છે. હવામાન વિભાગની આગાહીમાં જણાવ્યુ છે કે, રાજ્યમાં હાલ વાતાવરણ સૂકું રહેશે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદી ઝાપટા પડવાની સાંભવના છે. સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં માવઠાની સાંભવના છે. તેમજ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે. અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે, દિવાળી અને નવા વર્ષના દિવસોમાં વાદળ છવાશે. આ સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં વાવાઝોડું ફૂંકાવવાની શક્યતા છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે દિવાળીની આસપાસના દિવસે હવામાન અંગેની આગાહી કરતા જણાવ્યું છે કે, બંગાળની ખાડીમાં વારંવાર હવાના દબાણ ઉભા થયા હતા અને હજુ પણ બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણ ઉભા થવાની શકયતા છે.

Will it rain or be cold in the state during Diwali and next year? Know what meteorologist Ambalal Patel predicted

દક્ષિણ ચીન ચક્રવાત સર્જાતા બાંગ્લાદેશ પૂર્વીય ભારત દક્ષિણ પૂર્વીય તટ સામાન્ય વાવાઝોડું કે વરસાદની શકયતા રહેશે. ઉત્તર પર્વતીય ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બનસના કારણે હિમ વર્ષા કે કમોસમી વરસાદ થવાની શકયતા રહેશે. દિવાળીના આસપાસ અને નવા વર્ષની શરૂઆતમાં વાદળો આવશે. આ આરસામાં દક્ષિણ પૂર્વીય તટીય ભાગોમા વાવાઝોડું ફૂંકાવવાની શકયતા છે. કેરળ, તમિલનાડુ ઓરિસ્સા, કર્ણાટકમાં વરસાદની શકયતા રહેશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, અરબ સાગરમાંથી ભેજવાળા પવનો ફૂંકાશે અને ઉત્તર મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહેશે. દિવાળીની આસપાસ અને બેસતા વર્ષની શરૂઆતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માવઠાની અસર થવાની શકયતા છે.

અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, દિવાળીના તેહેવાર પર આસપાસ ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં વાદળો આવશે. જોકે, વાદળછાયું વાતાવરણ થશે તો ખેડૂતોની ચિંતામાં વધારો થશે.

Will it rain or be cold in the state during Diwali and next year? Know what meteorologist Ambalal Patel predicted

હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલનું અનુમાન છે કે, દિવાળીના તહેવાર અને બેસતા વર્ષની શરૂઆતમાં વાદળો આવશે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાંપટાં થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. પરંતુ ચોમાસું પાક છે તે તૈયાર થઈ ગયો છે અને તેવા સંજોગમાં જો સામાન્ય વરસાદી ઝાપટાં પણ પડે એ તો ખેડૂતોનો ભાગ બગાડી શકે છે.

નોંધનીય છે કે, ડાંગમાં શિયાળાની શરૂઆતે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. પાછોતરા વરસાદથી આહવા પાણી-પાણી થયું હતુ. બે દિવસ પહેલા બપોરે આહવામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. તહેવારોમાં ભારે વરસાદ ખાબકતાં વેપારીઓ અને ખેડૂતો ચિંતિત બન્યા છે. પાછોતરા વરસાદને લીધે નાગલી, ડાંગરના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. બીજી બાજુ, રાજ્યના અન્ય વિસ્તારોમાં બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે.

Related posts

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં થતાં પેપર લીક બાદ લેવાયો મોટો નિર્ણય! હવેથી કૉલેજના વોટરમાર્ક સાથે કરાશે પેપરોનું વિતરણ

Mukhya Samachar

એક સપ્તાહ બાદ રાજકોટમાં ફરી 20 સ્થળો પર PGVCLના દરોડા

Mukhya Samachar

રાજ્યમાં હજુ વરસાદનું જોર વધવાની આગાહી! જાણો આજે ક્યાં પડ્યો વરસાદ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy