Mukhya Samachar
Gujarat

શું ઢોર નિયંત્રણ કાયદો પાછો ખેચાશે? માલધારીઓએ મુખ્યમંત્રી સાથે કરી બેઠક

Will the cattle control law be withdrawn? The vendors held a meeting with the Chief Minister

ઢોર નિયંત્રણ કાયદા અંગે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. ઢોર નિયંત્રણ કાયદો આગામી સત્રમાં રદ કરાશે. જી હા. રાજ્ય સરકાર આગામી સત્રમાં આ કાયદો પરત ખેંચશે. માલઘારી સમાજના આગેવાનોને મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી. બેઠક બાદ ભૂપેન્દ્ર પટેલ દ્વારા માલધારી સમાજના લોકોને ખાતરી આપી હતી.

પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે માલઘારી સેલના સંયોજક ડો. સંજયભાઇ દેસાઇએ પત્રકાર પરિષદને સંબોધી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા ઢોર નિયંત્રણ કાયદા અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રપટેલે સમસ્ત માલઘારી સમાજના આગેવાનો અને સંતોને આશ્વાસન આપ્યું છે કે ઢોર નિયંત્રણનો આ કાયદો આવનાર સત્રમાં રદ કરવામાં આવશે.

Will the cattle control law be withdrawn? The vendors held a meeting with the Chief Minister
પત્રકાર પરિષદને સંબોધતા ડો. સંજયભાઇએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા ઢોર નિયંત્રણ કાયદો લાવવામાં આવ્યો હતો. આ કાયદાને લઇ માલઘારી સમાજનામાં નારાજગી જોવા મળી હતી. માલઘારી સમાજ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો છે. માલઘારી સમાજની નારાજગીને ઘ્યાને લઇ ભાજપના માલઘારી સમાજના પ્રદેશના આગેવાનો અને સમાજના સંતોએ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ચર્ચા કરી હતી.

આગેવાનોની રજૂઆત સાંભળ્યા પછી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સમસ્ત માલઘારી સમાજના આગેવાનો અને સંતોને આશ્વાસન આપ્યું કે ઢોર નિયંત્રણનો આ કાયદો આવનાર સત્રમાં રદ કરવામાં આવશે

Related posts

ગુજરાતના 169 તાલુકામાં મેઘરાજાએ મહેર કરી! સૌથી વધુ આ જિલ્લામાં વરસાદ ખાબક્યો

Mukhya Samachar

વડાપ્રધાન મોદી આજે મોરબીમાં પીડિત પરિવારોની કરશે મુલાકાત

Mukhya Samachar

U.N મહેતા હોસ્પિટલના ડિરેક્ટરની નિમણૂંકને લઇ થયો વિવાદ! હાઈકોર્ટમાં અરજી પડકારતા ગુજરાત સરકારને નોટિસ અપાઈ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy