Mukhya Samachar
National

શું ટમેટા પણ સદી ફટકારશે? લીંબુ બાદ ટમેટાના ભાવમાં વધારો

Will the tomato also hit the century? Tomato prices rise after lemon

વધતા તાપમાનની અસર ફક્ત સામાન્ય નાગરિકો પર જ નહીં, પણ પાકને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે. ભયંકર ગરમીના કારણે ટામેટાના પાકમાં મોટુ નુકસાન થઈ રહ્યું છે. જેની અસર હવે કિમતો પર પડી રહી છે.

  • લીંબૂ બાદ હવે ટામેટાનો વારો
  • ટામેટાના ભાવ 100 રૂપિયાની નજીક પહોંચ્યા
  • ગરમી અને ડીઝલના ભાવ વધવાથી ટામેટા પર અસર થઈ

વધતા તાપમાનની અસર ફક્ત સામાન્ય નાગરિકો પર જ નહીં, પણ પાકને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે. ભયંકર ગરમીના કારણે ટામેટાના પાકમાં મોટુ નુકસાન થઈ રહ્યું છે. જેની અસર હવે કિમતો પર પડી રહી છે. છેલ્લા 15 દિવસમાં ટામેટાના ભાવમાં લગભગ 100 ટકાનો વધારો આવ્યો છે અને તેના ભાવ હવે 80થી 90 રૂપિયાની આસપાસ થયા છે. હાલમાં જથ્થાબંધ ટામેટાના ભાવ 40થી 45 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે. તો વળી છૂટક બજારમાં તેના રેટ 80થી 90 રૂપિયાની વચ્ચે છે. જો કે, ભાવમાં વધારો થવાનો ખેડૂતોને કોઈ લાભ મળતો દેખાતો નથી, આ વધેલી કિંમતોના લાભ વેપારીઓ ઉઠાવી રહ્યા છે.

Will the tomato also hit the century? Tomato prices rise after lemon

ઉત્તર ભારતમાં માર્ચથી ભીષણ ગરમી પડવા લાગી હતી. તેની અસર ટામેટાના પાક પર પડી છે. કેટલાય રાજ્યોમાં છેલ્લા કેટલાય વર્ષની સરખામણીએ આ વર્ષે ટામેટાનો પાક 50થી 60 ટકા ઓછો થયો છે. તેનાથી દિલ્હી અને આજૂબાજૂના વિસ્તારમાં અચાનક આવક ઘટવા લાગી. ડિમાન્ડના હિસાબે સપ્લાઈ ન થવાના કારણે ટામેટાના ભાવમાં ભારે વધારો આવ્યો. શાકમાર્કેટના વેપારીઓનું કહેવુ છે કે, ભીષણ ગરમીના કારણે પાક બરાબર થયો નહીં, તેના કારણે ઉત્પાદન ઓછુ થયું છે.

નોઈડાની બજારના શાકભાજીના વેપારીઓનું કહેવુ છે કે, અઠવાડીયા પહેલા ટામેટાના ભાવ 30થી 40 રૂપિયા પ્રતિ કિલો હતો, પણ છેલ્લા એક અઠવાડીયા બાદ અચાનક ટામેટાના ભાવમાં જથ્થાબંધ 50 રૂપિયા સુધી પહોંચી ગયા હતા. આ જ કારણ છે કે, શાકભાજીના વેપારી બજારમાં 80 રૂપિયે કિલો ભાવ પર ટામેટા વેચી રહ્યા છે. તેમનું કહેવુ છે કે, જો આનાથી ઓછા ભાવે અમે ટામેટા વેચીશું તો અમને નુકસાન જશે. ટ્રાંસપોર્ટેશન મોંઘુ થવાના કારણે અમુક રાજ્યમાં 80 રૂપિયાના ભાવે ટામેટા વેચવા પડે છે.

Will the tomato also hit the century? Tomato prices rise after lemon

દિલ્હી-એનસીઆરની આજૂબાજૂ ટામેટાનો પાક ગરમીના કારણે ખરાબ થયો છે. આમ જોવા જઈએ તો, દિલ્હીના શાકમાર્કેટમાં દરરોજ 100 ટ્રક આવતા હતા, જો કે, હવે 25થી 30 ટ્રક માંડ માંડ આવે છે. તેથી શાકમાર્કેટના વેપારીઓ પણ મુંઝવણમાં મુકાયા છે. આ બાજૂ ખેડૂતોનું કહેવુ છે કે, આ ભાવ વધ્યા તેનો અમને કોઈ ફાયદો થતો નથી. ખેડૂતો સીધા માર્કેટમાં વેચવાની જગ્યાએ વેપારીઓને આપી રહ્યા છે. ડીઝલના ભાવ વધવાના કારણે આ બધું મોંઘુ થયું છે. આ જ કારણ છે કે, ખેડૂતો સ્થાનિક સ્તર પર વેચાણ કરી રહ્યા છે.

Related posts

કર્ણાટકના પ્રવાસે પહોંચ્યા પીએમ મોદીએ કહ્યું- આઝાદીના ‘અમૃત મહોત્સવ’ પર દેશે વિકાસ કરવાનો સંકલ્પ લીધો

Mukhya Samachar

કામદારોને રાહત આપવાના મુદ્દે સાઉથ કોરિયા અને જાપાન વચ્ચે સમજૂતી, જાણો શું છે સમગ્ર મામલો

Mukhya Samachar

સિકંદરાબાદમાં અગ્નિપથનો વિરોધ બન્યો  લોહિયાળ: ફાયરિંગમાં એકનું મોત

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy