Mukhya Samachar
Gujarat

ચૂંટણીની જાહેરાત સાથે જ આચારસહિતા લાગુ થતાં તંત્ર આવ્યું એક્શનમાં! સરકાર દ્વારા લાગેલા વિવિધ પોસ્ટરો હટાવવાની પણ કામગીરી શરૂ

With the announcement of the election, the system came into action with the implementation of the code of conduct! Removal of various posters put up by the government has also started

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ રાજ્યભરમાં આચારસંહિતા લાગૂ થઇ ગઇ છે. જેને લઇ તંત્ર હરકતમાં આવ્યું છે. અમદાવાદમાં કૉર્પોરેશનનાં સેક્રેટરી દ્વારા વિવિધ કમિટીનાં ચેરમેન સહિત તમામ પદાધિકારીઓની ગાડી જમાં કરવા આદેશ કરાયો છે. તો બીજી તરફ શહેરમાં સરકાર દ્વારા લાગેલા વિવિધ પોસ્ટરો હટાવવાની પણ કામગીરી શરૂ થઇ ગઇ છે.

વિધાનસભાની ચુંટણી જાહેર થયા બાદ આચારસંહિતા લાગુ થઈ જતાં રાજ્યમાં અનેક વિસ્તારોમાં રાજકીય પક્ષોએ લગાવેલા બેનરો હટાવવાની કવાયત શરૂ કરવામાં આવી છે. આજે અમદાવાદ સહિત વડોદરામાં પણ કોર્પોરેશને લગાવેલા રાજકીય પક્ષોના પોસ્ટરો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. રાજકોટમાં પણ રાજનેતાઓના પોસ્ટર અને બેનરો ઉતારવાની કામગીરી હાથ ધરાઇ હતી.

વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થતા આચારસંહિતા લાગુ  થઈ ગઈ છે. જેને લઈ પંચમહાલ જિલ્લામાં બેનર દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આજે ગોધરા પાલિકા દ્વારા રાજકીય પક્ષોના બેનર્સ હટાવાયા હતા. આ સાથે જાહેર યોજનાકીય નેતાઓના બેનરો પણ દૂર કરાયા છે. પાલિકા દ્વારા ગોધરા બસ સ્ટેન્ડ, ચર્ચ સર્કલ સહિતના વિસ્તારોમાં બેનરો હટાવાયા છે.

With the announcement of the election, the system came into action with the implementation of the code of conduct! Removal of various posters put up by the government has also started

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેર થતાં તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. જેને લઈ ગાંધીનગરના મનપા વિસ્તારમાં સરકારી જાહેરાતો દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરાઇ છે. આચાર સંહિતા લાગુ થતા સરકારી જાહેરાતોના બેનરો ઉતરવાની કામગીરીમાં સમગ્ર રાજ્યમાં સરકારી જાહેરાતોના બેનરો અને પોસ્ટરો હટાવાશે.

રાજ્યમાં ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ નવસારી નગરપાલિકાની કચેરી બહાર દિવાળીની શુભેચ્છાનાં બેનરો હટાવાયા છે. વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં આચાર સંહિતા અમલી બનતા પાલિકાએ શહેરમાં ઠેર ઠેર લાગેલા રાજકીય પક્ષોના બેનર્સ દૂર કર્યા છે.

ચૂંટણી જાહેર થયા બાદ રાજકોટ પાલિકા દ્વારા પણ આચારસંહિતાની અમલવારી શરૂ કરવામાં આવી છે. જેને લઈ એસ્ટેટ વિભાગે સરકારે લગાવેલા પોસ્ટરો હટાવ્યા છે. આ સાથે રાજનેતાઓના પોસ્ટર અને બેનરો ઉતારવાની કામગીરી કરી શહેરના 18 વોર્ડના મુખ્ય રસ્તાઓ પરના પોસ્ટરો હટાવાયા છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થતા તંત્ર એક્શનમાં આવ્યું છે. જેને લઈ વડોદરામાં પદાધિકારીઓએ ગાડીઓ જમા કરાવી છે. મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના પદાધિકારીઓએ ગાડીઓ જમા કરાવી છે. આ સાથે નોડલ અધિકારીઓ દ્વારા શહેરમાં લગાવેલ રાજકીય પક્ષોના હોર્ડીગ ઉતારાયા છે.

મહત્વનું છે કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આગામી 1 અને 5 ડિસેમ્બરે યોજાનાર છે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે. આ સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતગણતરી 8 ડિસેમ્બરે થશે. ગુજરાતમાં બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન થશે. હિમાચલ પ્રદેશની સાથે ગુજરાતનું પણ પરિણામ 8મી ડિસેમ્બરે જાહેર થશે.

Related posts

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ગ્રેડ પેને અંગે જાણો શું આપ્યું મહત્વનું નિવેદન

Mukhya Samachar

સુરેન્દ્રનગરમાં ચાલતી બસ બની આગનો ગોળો! 15 મુસાફરોના જીવ તાળવે ચોટયા

Mukhya Samachar

અમદાવાદના બહુચર્ચિત આયેશા આત્મહત્યા કેસનો આવ્યો ચુકાદો! સેશન્સ કોર્ટે પતિને ફટકારી સખ્ત સજા

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy