Mukhya Samachar
National

ફરી ઉઠલો આવ્યો! કોરોનાના નવા 1.72 લાખ કેસ નોંધાયા

corona updates
  • કોરોનાના નવ 1.72 લાખ કેસ નોંધાયા
  • નવા કેસમાં 6.8 ટકાનો ઉછાળો નોંધાયો
  • દેશમાં ડેઈલી પોઝિટિવિટી રેટ 10.99% થયો

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1.72 લાખ નવા કેસ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના નવા કેસમાં 6.8 ટકાનો ઉછાળો નોંધાયો છે. કોરોનાનો ડેઈલી પોઝિટિવિટી રેટ પણ વધ્યો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોરોના રસીના 167.87 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સવારે જાહેર કરેલા લેટેસ્ટ આંકડામાં કોરોનાના નવા 1,72,433 દર્દીઓ નોંધાયા છે. જેમાં અગાઉ કરતા 6.8 ટકાનો વધારો નોંધાયો છે. હાલ દેશમાં કોરોનાના 15,33,921 દર્દીઓ સારવાર હેઠળ છે.

corona updates
Woke up again! 1.72 lakh new cases of corona were reported

એક દિવસમાં 2,59,107 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યા છે. દેશમાં હાલ કોરોનાનો ડેઈલી પોઝિટિવિટી રેટ 10.99% થયો છે.  કોરોનાથી એક દિવસમાં દેશભરમાં 1008 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. આ સાથે અત્યાર સુધીમાં કોરોનાથી થયેલા કુલ મૃત્યુનો આંકડો 4,98,983 થયો છે. રસીકરણ અભિયાન હેઠળ દેશભરમાંથી અત્યાર સુધીમાં કોરોના રસીના કુલ 167.87 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. કોરોનાથી રિકવરી રેટ હાલ 95.14% થયો છે.

corona updates
Woke up again! 1.72 lakh new cases of corona were reported

અત્રે જણાવવાનું કે ભારત સહિત દુનિયાભરના 190થી વધુ દેશ કોરોનાથી પ્રભાવિત છે. દુનિયામાં અત્યાર સુધીમાં 38 કરોડ 14 લાખથી વધુ લોકો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. આ વાયરસ 56 લાખથી વધુ લોકોના જીવ લઈ ચૂક્યો છે. દુનિયાના અનેક દેશોની સાથે સાથે ભારતમાં પણ કોવિડ-19ના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. જો કે તેને નાથવા માટે કોરોના રસીકરણ પણ પૂરપાટ ઝડપે ચાલી રહ્યું છે.

Related posts

ચીન પર નજર રાખવા માટે પ્રિડેટર ડ્રોન ખરીદવાની પ્રક્રિયા ચાલુ, નૌસેના પ્રમુખે આપી જાણકારી

Mukhya Samachar

જમ્મુમાં આતંકી હુમલા બાદ એલર્ટ, પુંછ અને રાજૌરીમાં CRPFના 1800 વધારાના જવાનો કરવામાં આવશે તૈનાત

Mukhya Samachar

PM મોદી આવતીકાલે કરશે બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન, કર્ણાટકને બીજી ભેટ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy