Mukhya Samachar
Gujarat

શું હવે મીઠું પાકશે જ નહીં! કચ્છના નાનાં રણની જમીનમાં ખૂટ્યું પાણી

Won't the salt ripen now! Missing water in small desert lands of Kutch
  • ટીકરથી હળવદ સુધીના પટ્ટામાં મીઠું પાકે છે
  • કચ્છના સૂરજબારી પાસે બમ્પર મીઠું પાકે છે પણ તે દરિયાનાં પાણીથી પાકે છે
  • અફાટ રણમાં મીઠાંના અગર.

Won't the salt ripen now! Missing water in small desert lands of Kutch

ગુજરાત આખા દેશને ડાયમંડ પૂરા પાડે છે, કાપડ આપે છે, કેરી આપે છે, પટોળા આપે છે.એક નહીં, અનેક વસ્તુઓ ગુજરાતમાંથી દેશ નહીં, વિદેશમાં પહોંચે છે. એમાંનું એક છે મીઠું. ભારતની જરૂરિયાતનું 76 ટકા મીઠું કચ્છના નાનાં રણમાં પાકે છે. એમાં પણ બે ભાગ છે. એક, દરિયાના પાણીથી પાકતું મીઠું અને બીજું રણમાં જમીનની અંદરથી નીકળતા પાણીમાંથી બનતું મીઠું. જમીનની અંદરથી પાણી નીકળે છે તેવા રણના વિસ્તારમાં ગયા વર્ષથી પાણી ઘટી રહ્યું છે. આવા વિસ્તારને ઈન્લેન્ડ ઝોન કહેવાય. આ વખતે તો, જે રીતે પાણી બહાર આવે છે તે જોતાં એમ કહી શકાય કે તે ખતમ જ થઈ રહ્યું છે. માંડ માંડ પાણી બહાર આવે છે. જો આ સ્થિતિ યથાવત્ રહી તો એવું પણ બનશે કે ચાર વર્ષ પછી કચ્છના નાનાં રણના ઈન્લેન્ડ ઝોનની જમીનમાં મીઠું પાકશે જ નહીં.

Won't the salt ripen now! Missing water in small desert lands of Kutch

કઈ જગ્યાએ અને કઈ પ્રકારનું મીઠું પાકે છે ?

કચ્છના રણનાં બે ભાગ છે. નાનું રણ અને મોટું રણ. મોટા રણમાં રેતી છે અને નાનાં રણમાં રેતી અને માટી મિક્સ છે. જ્યાં મીઠાંની ખેતી મોટાપાયે થાય છે તેમાં પણ બે ભાગ છે. સૌરાષ્ટ્ર-કચ્છને જોડતા સૂરજબારી પુલથી લઈ સૌરાષ્ટ્ર તરફ આવો તો હેજિયાસર, માળિયા મીયાણા, કાજરડા અને ખીરઈ સુધી 21 કિલોમીટરના પટ્ટામાં દરિયાની ખાડીનું પાણી આવે છે અને તેમાંથી મીઠું પાકે છે. તેનાથી આગળ, જે રણ છે તે વેણાસર-ટીકરથી શરૂ થાય છે અને હળવદ પાસે પૂરું થાય છે. ટીકરથી હળવદ વચ્ચેના 41 કિલોમીટરના પટ્ટામાં સૌથી વધારે મીઠું ખારાઘોડામાં થાય છે. અહીં દરિયાઈ ખાડીનું પાણી આવી શકતું નથી એટલે જમીનમાંથી પાણી ખેંચવામાં આવે છે.જમીનમાંથી જે પાણી નીકળે છે તેની ઘનતા 10થી 12 (કિલોગ્રામ પ્રતિ ઘન મીટર) હોય છે. . પછી જમીનમાંથી નીકળેલા આ પાણીને ચોરસ પાડેલા ભાગમાં ઠલવવામાં આવે છે.  આ પાટની અંદર પાણી પડ્યું રહે, તેની ઘનતા વધારવામાં આવે અને ઘનતા 24 (કિલોગ્રામ પ્રતિ ઘન મીટર) કરવામાં આવે ત્યારે આ પાણી જામી જાય છે અને તેના બિંદુઓ મીઠાંના ગાંગડામાં પરિવર્તન પામે છે. આ કાચા મીઠાંને ઢગલાના રૂપમાં અફાટ રણમાં પાથરવામાં આવે છે. મીઠાંના ઢગલાને ‘ગંજા‘ કહે છે.

Won't the salt ripen now! Missing water in small desert lands of Kutch

ગુજરાતમાં વીજળીની તંગી ઊભી થઈ છે. વીજળીના ઉત્પાદન માટે વધારે કોલસાની જરૂર પડી. ગુજરાત સરકારે રાજ્યમાં વધારે કોલસો આયાત કરવા રેલવેના વેગન વધારી દીધા. જે વેગન વધારી દીધા તેની સામે મીઠાંના વેગન ઓછાં કર્યા. જેના કારણે મીઠાંની નિકાસ ઓછી થઈ. એટલે અત્યારે નાનાં રણમાં મીઠું પાકે છે તેનો ભરાવો થઈ રહ્યો છે. વેપારીઓ ગોડાઉન ભરે છે. હવે ત્રણ મહિના પછી ચોમાસું આવશે ત્યારે પડ્યું રહેલું મીઠું નિકાસ કરવું મુશ્કેલ બનશે. માટે અત્યારથી મીઠાંની નિકાસ વધારે થાય તો હજી પણ તેજી આવે એવું મીઠાંના વેપારીઓ કહી રહ્યા છે.

Related posts

આજથી જ લીલી પરિક્રમાનો પ્રારંભ! મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચતા એક દિવસ વહેલી શરૂ કરાઇ

Mukhya Samachar

ઘરની લક્ષ્મીનું ઘર: કોરોનાનાં 2 વર્ષમાં 4.14 લાખ મહિલાઓના નામે મકાન ખરીદાયા

Mukhya Samachar

જાફરાબાદના દરિયામાં 50 નોટીકલ માઈલ દૂર ખલાસીનું મોત

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy