Mukhya Samachar
Gujarat

વેરાવળમાં બાળકો માટે દીવાલ  બની યમ ! મકાનના છાંયે રમતા બાળકો પર દીવાલ પડતાં એક બાળકનું મોત 

Yama became a wall for children in Veraval! A child dies when a wall falls on children playing in the shade of a house
  • બંધ મકાનની દીવાલ ધસી પડતાં ત્રણ બાળક ઉપર દીવાલ  પડી
  • મલબા નીચે ત્રણ બાળક દટાઈ ગયાં હતાં
  • દીવાલ ધરાશાયી થવાના અવાજને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા.

Yama became a wall for children in Veraval! A child dies when a wall falls on children playing in the shade of a house

બે દિવસ પહેલાં વેરાવળ શહેરના ભિડિયા વિસ્તારમાં બંધ મકાનની દીવાલ ધસી પડતાં ત્યાં રમી રહેલાં ત્રણ બાળક ઉપર કાટમાળ પડ્યાની ઘટના બની હતી. આ કરુણ ઘટનામાં એક બાળકનું મોત નીપજ્યું હતું અને બે બાળક ગંભીર રીતે ઘવાયાં હતાં, જોકે બે દિવસ બાદ આ ઘટનાના વિચલિત કરી દે એવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.વેરાવળના ભિડિયા વિસ્તારમાં દરિયાકાંઠા સામે આવેલાં રહેણાક મકાનો વચ્ચેના ચોકમાં અમુક બાળકો બપોરના સમયે રમી રહ્યાં હતાં. એ સમયે અચાનક જ ચોકમાં આવેલા એક જૂનવાણી બંધ મકાનના રવેશની દીવાલ અચાનક ધરાશાયી થઈ હતી. આ દીવાલના મલબા નીચે ત્યાં રમી રહેલાં પૈકીનાં ત્રણ બાળકો દબાઈ ગયાં હતાં.આ દીવાલ ધરાશાયી થવાના અવાજને પગલે આસપાસમાં રહેતા લોકોએ દોડીને બહાર આવી ત્રણ જેટલાં બાળકોને બહાર કાઢી તરત સારવાર અર્થે બિરલા હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં, જેમાં ધનંજય ઈશ્વર આંજણી (ઉં.વ. 12) નામના બાળકનું મોત નીપજ્યું હતું, જ્યારે દીક્ષિત ઈશ્વર આંજણી (ઉં.વ. 7) અને હેમેશ અમરિક ગોહેલ (ઉં.વ. 12)ને ગંભીર ઇજાઓ થઇ હોવાથી તેમને સારવાર આપવામાં આવી હતી.

Yama became a wall for children in Veraval! A child dies when a wall falls on children playing in the shade of a house

બે દિવસ બાદ આ કરુણ ઘટનાના વિચલિત કરી દે એવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, . એમાં બપોરના 3 કલાક અને 25 મિનિટે બાળકો રમતાં રમતાં થોડો આરામ કરવા બંધ મકાનની આગળના ભાગે છાંયામાં બેસ્યાં હતાં તો અમુક ઊભાં હતાં.એ સમયે અચાનક જ મકાનના રવેશની દીવાલ તાશનાં પત્તાંની જેમ કૂમળાં ફૂલ જેવાં બાળકો ઉપર પડી હતી. આસપાસમાં દીવાલનો મલબો વિખેરાઇ ગયેલો જોવા મળ્યો હતો. તો દીવાલ ધરાશાયી થવાના મોટા અવાજથી આસપાસના લોકો પણ ઘર બહાર દોડી આવ્યા હોવાનું સીસીટીવીમાં જોવા મળે છે.અત્રે નોંધનીય છે કે વેરાવળ-સોમનાથ જોડિયા શહેરના ઘણા વિસ્તારોમાં જુનવાણી જર્જરિત મકાનો અકસ્માતને આમંત્રણ આપતા ઊભાં છે. એમ છતાં નગરપાલિકા તંત્ર આવા જર્જરિત બાંધકામોને દંડવા કે ઉતારી લેવાની કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યું હોવાથી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. ત્યારે હવે બંધ જર્જરિત મકાન કોઈ અન્યનો ભોગ લે એ પહેલાં કડક કાર્યવાહી પાલિકા તંત્ર કરે તેવું શહેરીજનો ઇચ્છી રહ્યાં છે.

Related posts

ખેડૂતોને સિંચાઈનું ટેન્શન ગયું! જાણો ગુજરાતના જળાશયોની સ્થિતિ

Mukhya Samachar

કોંગ્રેસમાં ઉમેદવારોની જાહેરાત થતાં જ હોબાળો થયો! અમદાવાદ કાર્યાલય પર કાર્યકર્તાઓનું હલ્લાબૉલ સાથે તોડફોડ

Mukhya Samachar

ગરબે રમવું થયું મોંઘુ! ગરબાના પાસમાં 18% GST લાગશે

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy