Mukhya Samachar
Gujarat

યાત્રાધામ પાવાગઢ મંદિર પર સોનાના કળશ સ્થપાયા

Yatradham Pavagadh temple gold kalash installed
  • યાત્રાધામ પાવાગઢ મંદિર પર સોનાના કળશ સ્થપાયા
  • શિખર પર ૧૪.૫૦ કરોડના સોનાના ઢોળ ચઢાવેલ ૮ કળશ સ્થાપિત કરાયા
  • કળશ અને ધ્વજદંડ સોનાનો ઢોળ ચઢાવેલો સ્થાપિત કરતાં ભક્તોમાં ખુશી

યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના ભવ્ય વેભવી મંદિર શિખર પર ૧૪.૫૦ કરોડના સોનાના ઢોળ ચઢાવેલ ૮ કળશ સ્થાપિત કરાયા. સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે બિરાજમાન જગતજનની મહાકાળી માતાજીના કરોડો ભક્તોના લાભાર્થે માતાજીના પૌરાણિક મંદિરને પૂર્ણ નિર્માણ કરી અતિભવ્ય વૈભવી તમામ સુવિધાભર વિશાળ મંદિર બનાવવાની કામગીરી હવે આખરી તબક્કામાં છે જેમાં આગામી દિવસોમાં મહાકાળી માતાજીનું ભવ્ય મંદિર સંપૂર્ણ પણે તૈયાર થઈ જશે ત્યારે માતાજીના મંદિરને વધુ શુભોસિત અને ભવ્ય બનાવવા ઇતિહાસમાં પ્રથમવાર માતાજીના મંદિર પર સોનાનો ઢોળ ચઢાવવામાં આવ્યો છે

Yatradham Pavagadh temple gold kalash installed

જેમાં મંદિરના શિખર પર કુલ ૮ કળશ સ્થાપિત કરાયા છે જેમાં મુખ્ય ૬ ફૂટના કળશ તેમજ ધજાના ધ્વજદંડ પર ૧.૫૦ કિલોગ્રામ સોનાનો ઢોળ ચઢાવાયો છે જ્યારે ૭ અન્ય ૨ ફૂટના કળશ પર સોનાનો ઢોળ ૧.૪૦૦ કિલોગ્રામ ચઢાવવામાં જેમાં ૮ શિખર પરના કળશ અને ધ્વજદંડ પર મળી કુલ ૨.૯૦૦.કિલોગ્રામ સોનાનો ઉપયોગ કરી ૧૪.૫૦ કરોડના કિંમતના સોનાનો ઢોળ ચઢાવી ૮ કળશ અને ધ્વજદંડને માતાજીના મંદિરના શિખર પ્રસ્થાપિત કરાતા માતાજીના મંદિરના શિખરનો નજારો સુવર્ણમય બની ઓધોકીક દેખાઈ રહ્યો છે જેમાં ઇતિહાસમાં પ્રથમવાર માતાજીના મંદિરના શિખરના કળશ અને ધ્વજ દંડ સોનાનો ઢોળ ચઢાવેલા સ્થાપિત કરાતા માઇભકતોમાં ખુશી જોવા મળી રહી છે.

Related posts

રખડતા ઢોર મુદ્દે HCમાં સરકારે આપ્યો જવાબ! કહ્યું: ‘100 નંબર પર ફરિયાદ કરી શકાશે, CCTVનું નેટવર્ક વધારાશે’

Mukhya Samachar

મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ! આ જિલ્લાના કલેકટરે લોકોને કરી શું કરી છે અપીલ

Mukhya Samachar

ગુજરાત ચૂંટણી : બીજા તબક્કાનું મતદાન પૂર્ણ 93 બેઠકો પર નોંધાયું અંદાજે સરેરાશ 62 ટકા મતદાન, 8 ડિસેમ્બરના રોજ પરિણામ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy